Ujjain Madhya Pradesh: વરસાદ વિના શિપ્રા નદીના જળસ્તરમાં 7 ફૂટનો થયો વધારો, NDRF ટીમ તૈનાત
Ujjain Madhya Pradesh: દેશમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે ઉજ્જૈનમાં છેલ્લા ઘણા દિવસોથી Rainfall નથી. આજરોજ પણ હવામાન ચોખ્ખું રહ્યું હતું, બપોરના સમયે જોરદાર તડકો રહ્યો હતો. ઈન્દોર અને દેવાસ જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે Rainfall ની અસર ઉજ્જૈનમાં જોવા મળી રહી છે.
કિનારે પાર્ક કરેલા ફોર વ્હીલર પણ વહેવા લાગ્યા
NDRF અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા
ઉત્તર અને પૂર્વીય ભાગોમાં સામાન્ય Rainfallની અપેક્ષા
અહીં કોઈ પણ જાતના Rainfall વિના આજે સવારે 10 વાગ્યાથી Shipra riverના જળસ્તર વધવા લાગ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં Shipra river ના જળસ્તરમાં લગભગ 7 ફૂટનો વધારો થયો હતો. Shipra river માં અચાનક આવેલા પૂરને કારણે ઘાટના કિનારે આવેલા મંદિરો ડૂબી ગયા હતા. આ સાથે ઘાટના કિનારે પાર્ક કરેલા ફોર વ્હીલર પણ વહેવા લાગ્યા હતા. સ્થળ પર હાજર હોમગાર્ડના જવાનોએ તરતી ફોર વ્હીલરને ક્રેન વડે બહાર કાઢી હતી.
NDRF અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા
પોલીસ પ્રશાસનનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ચાર્જ સંભાળ્યો હતો. લાઉડ સ્પીકર પર માહિતી આપીને શ્રદ્ધાળુઓને ઘાટથી દૂર લઈ જવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ બેરિકેડિંગ કરીને અવરજવર પર રોક લગાવી છે. માહિતી મળતાં જ જિલ્લા કલેક્ટર નીરજ કુમાર સિંહ પણ Shipra river પર પહોંચી ગયા હતાં અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. Shipra river ની નાની સ્લાઈડમાંથી લગભગ 3 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
ઉત્તર અને પૂર્વીય ભાગોમાં સામાન્ય Rainfall ની અપેક્ષા
દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ભારે Rainfall ની ચેતવણી જારી કરવામાં આવી છે. ગોવા અને અન્ય પશ્ચિમી રાજ્યોમાં ભારે Rainfall ને કારણે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો તેલંગાણા અને છત્તીસગઢમાં ભારે Rainfall ને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના ઉત્તર અને પૂર્વીય ભાગોમાં સામાન્ય Rainfallની અપેક્ષા છે. કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રમાં ભારે Rainfall ની સંભાવનાને કારણે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Amarnath Yatra News: જમ્મુથી અમરનાથ ગુફા મંદિર માટે 4,889 શ્રદ્ધાળુઓનો સમૂહ થયો રવાના