Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GeneralElections2024 : તારીખોની જાહેરાત સાથે ચૂંટણી પંચે આપી આ ખાસ માહિતી અને સૂચનાઓ, જાણો વિગતે

દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીને (GeneralElections2024) લઈ આજે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. આ વખતે 543 બેઠકો માટે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જ્યારે મત ગણતરી 4 જૂન થશે. પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન...
08:43 PM Mar 16, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીને (GeneralElections2024) લઈ આજે ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. આ વખતે 543 બેઠકો માટે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જ્યારે મત ગણતરી 4 જૂન થશે. પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલ, ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, ચોથા તબક્કા માટે 13 મે, 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન, છઠ્ઠા તબક્કાની ચૂંટણી 25 મે અને સાતમા તબક્કાની (અંતિમ તબક્કો) ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે. ચૂંટણી તારીખોની જાહેરાત કરતા સમયે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે (Rajeev Kumar) કેટલીક મહત્ત્વની માહિતી અને સૂચનાઓ પણ આપી હતી.

24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત થશે

ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ચૂંટણીનાં આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ વખતે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાગળનો ઉપયોગ લઘુત્તમ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, દરેક બુથ પર પીવાનું પાણી, ટોયલેટની વ્યવસ્થા પણ કરાશે. સાથે જ દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલરૂમ (Control room) કાર્યરત થશે. સરહદ પર ડ્રોન (drone) મારફતે દેખરેખ રાખવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા માટે 1.5 કરોડ અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ તૈનાત રહેશે.

97 કરોડ મતદાતા 10.5 લાખ મથકો પર મતદાન કરશે

ચૂંટણી પંચે માહિતી આપી કે, લોકસભા ચૂંટણી 2024 માં (GeneralElections2024) 1.82 કરોડ ફર્સ્ટ ટાઈમ વોટર (First time Voter) છે. જ્યારે દેશમાં કુલ 96.8 કરોડ મતદારો છે, જેમાં 49.7 કરોડ પુરુષ અને 47 કરોડ મહિલાઓ છે. 18-29 વર્ષની વયનાં 19.74 કરોડ મતદાર, 88.4 લાખ લોકો દિવ્યાંગ અને 82 લાખ લોકો 85 વર્ષથી વધુના મતદારો છે. 2.18 લાખ 100 વર્ષથી વધુ ઉંમરના છે. 48 હજાર ટ્રાન્સજેન્ડર (Transgender) મતદાતાઓ છે. 12 રાજ્યોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે. ચૂંટણી પંચે જણાવ્યુ કે, 97 કરોડ મતદારો 10.5 લાખ મતદાન મથકો પર મતદાન કરશે. 55 લાખ ઈવીએમનો (EVM) ઉપયોગ કરવામાં આવશે. 85 અને વિકલાંગ લોકો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા રહેશે. આ સંદર્ભે અને સિસ્ટમ સમગ્ર દેશમાં એક સાથે લાગુ કરવામાં આવશે.

ફેક ન્યૂઝ, નફરતી ભાષણ, જાતિ અને ધર્મ આધારિત પ્રચાર પર પ્રતિબંધ

ચૂંટણી પંચે રાજકીય પાર્ટીઓ માટે ગાઈડલાઈન પણ જાહેર કરી છે. જે મુજબ, રાજકીય પાર્ટીઓને (Political parties) મુદ્દાઓ આધારિત પ્રચાર કરવા સૂચના અપાઈ છે. નફરતી ભાષણ, અમર્યાદિત ભાષાનો પ્રયોગ, જાતિ અને ધર્મ આધારિત પ્રચાર અને ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધિત છે. જે પણ આવું કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ચૂંટણી પંચે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવશે અને ફેક ન્યૂઝ, ભ્રામક માહિતી, નફરતી ભાષણ ફેલાવનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આલોચના યોગ્ય ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયામાં હરીફનું અપમાન ચલાવી લેવાશે નહીં.

ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ પર સખ્તી

પંચે જણાવ્યું કે, ક્રિમિનલ રેકોર્ડ (Criminal record) ધરાવતા ઉમેદવારોએ પર સખ્તી કરાશે. અખબારોમાં આવા ઉમેદવારોની વિગતો પ્રકાશિત કરાવવી પડશે. ચૂંટણી પ્રક્રિયામાં બળપ્રયોગ અને ગુંડાગર્દી ચલાવી લેવાશે નહીં. રાજકીય પક્ષો પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરી શકે. આ સાથે પંચે પ્રચાર દરમિયાન બાળકોને ખોળામાં કે વાહનોમાં બેસાડવા કે રેલીમાં સામેલ ન કરવા અપીલ કરી છે. બાળકો પાસે પોસ્ટર, પેમ્ફલેટનું વિતરણ કે સૂત્રોચ્ચાર ના કરાવવા નિર્દેશ અપાયા છે. અન્ય કોઈપણ રીતે બાળકોના ઉપયોગ પર પણ પ્રતિબંધ લાગૂ પડશે. રાજકારણીના નજીક હોય તેવા મામલે માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ગણાશે નહીં. પંચે કહ્યું કે, હેલિકોપ્ટર, ચાર્ટર્ડ પ્લેનના વપરાશ અંગે પણ નજર રહેશે. સાથે જ ચૂંટણીમાં રેવડી કલ્ચર (Revedy culture) પર રોક લગાવાશે. ચૂંટણીમાં કાળાનાણાંના વપરાશ સામે સકંજો કસાશે. મસલ્સ, મની, મિસઈન્ફોર્મેશનનો પડકાર છે.

 

આ પણ વાંચો - Lok Sabha Election Guidelines : રાજકીય પક્ષો માટે માર્ગદર્શિકા જાહેર, ચૂંટણી પંચે આપી આ કડક સૂચના!

આ પણ વાંચો - Gujarat lok Sabha Eleciton : જાણો ગુજરાતમાં ક્યારે અને કયાં તબક્કામાં થશે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણી

આ પણ વાંચો - Election Commission: વાંચો… ગુજરાતમાં લોકસભા ચૂંટણીની કેવી રીતે તૈયારી કરાશે અને શું હશે વિશેષતા?

 

Tags :
175 MLA and 25 MP7 phasesAmit Shahcode of conductControl roomelection campaignElection Commission of indiaElection resultelectiondateElectionScheduleFirst time VoterGeneralElections2024Gujarat Assembly ElecitonGujarat FirstGujarat lok Sabha ElecitonGujarati NewsLok Sabha Election 2024Lok Sabha Election Guidelinesmodel code of conductmosqueNational Election CommissionPrime Minister Narendra Modirahul-gandhiRajeev Kumartemple
Next Article