Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોણ બેસશે રાજગાદીએ અને કોણ જશે વનવાસ, આજે જનતા કરશે નિર્ણય

ભારતમાં 5 રાજ્યની ચૂંટણી ઉત્તર પ્રદેશ, મણિપુર, ગોવા, પંજાબ અને ઉત્તરાખંડ વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને આજે આ 5 રાજ્યના મતદારો કોને રાજગાદી એ બેસાડશે અને કોને વનવાસ મોકલવાનો મૂડ બનાવ્યો છે તે જાહેર થશે.ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશની 18મી વિધાનસભા ચૂંટણીના મતદાનના પરિણામો આજે આવશે. આ માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુરુવારે સવારે 8 વાગ્યાથી રાજ્યમાં
કોણ બેસશે રાજગાદીએ અને કોણ જશે વનવાસ  આજે જનતા કરશે નિર્ણય
ભારતમાં 5 રાજ્યની ચૂંટણી ઉત્તર પ્રદેશ, મણિપુર, ગોવા, પંજાબ અને ઉત્તરાખંડ વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને આજે આ 5 રાજ્યના મતદારો કોને રાજગાદી એ બેસાડશે અને કોને વનવાસ મોકલવાનો મૂડ બનાવ્યો છે તે જાહેર થશે.
ઉત્તર પ્રદેશ 
ઉત્તર પ્રદેશની 18મી વિધાનસભા ચૂંટણીના મતદાનના પરિણામો આજે આવશે. આ માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુરુવારે સવારે 8 વાગ્યાથી રાજ્યમાં મતગણતરી શરૂ થવાની સાથે જ પરિણામો સાથે સંબંધિત ટ્રેન્ડ પણ આવવા માંડશે. આ અંગે ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યભરમાં મત ગણતરી માટે કુલ 84 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આમાં, આગ્રામાં મહત્તમ પાંચ મતગણતરી કેન્દ્રો, અમેઠી, આંબેડકર નગર, દેવરિયા, મેરઠ અને આઝમગઢમાં 2-2 અને બાકીના જિલ્લાઓમાં એક-એક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. મતગણતરી માટે 403 નિરીક્ષકો તૈનાત કરાયા છે.
પંજાબ
આ વખતે પંજાબ રાજ્યનું રાજકીય ચિત્ર બદલાયું છે. પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ બાદ સમગ્ર દેશની નજર પંજાબ પર છે. આ  હરીફાઈમાં AAPના મુખ્યમંત્રી  પદ્દનો  ચહેરો ભગવંત માનનું નસીબ ચમકશે કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની 111 દિવસની મહેનત કામ આવશે. શું ભાજપને કેપ્ટન અમરિન્દર સિંહ સાથે હાથ મિલાવવાનો ફાયદો થશે કે પછી અકાલીઓથી વધેલા અંતરમાં ઘટાડો થશે. મતગણતરી બાદ આ ચિત્ર સ્પષ્ટ થશે.
ઉત્તરાખંડ
આજે વિધાનસભા ચૂંટણીના 23 દિવસ બાદ ઉત્તરાખંડની તમામ 70 વિધાનસભા બેઠકોના પરિણામો જાહેર થશે. આ સાથે એ પણ સ્પષ્ટ થશે કે આ વખતે સત્તાની લગામ કયા પક્ષના હાથમાં આવશે અને કોને ઉત્તરાખંડની જનતા સેવાનો મોકો આપશે. 
 ગોવા
 ગોવામાં 40 અને મણિપુરની 60 સીટો માટે આજે મતગણતરી થવાની છે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થયું હતું, ગોવામાં 40 બેઠકો માટે 301 ઉમેદવારો મેદાનમાં હતા.
 
મણિપુર
મણિપુરમાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે બે તબક્કામાં મતદાન થયું હતું. મણિપુરમાં બંને તબક્કામાં કુલ 265 ઉમેદવારો મેદાનમાં હતા,સાંપ્રદ સમયમાં  મણિપુર વિધાનસભામાં ભાજપ પાસે 28, કોંગ્રેસ 15, NPP ચાર, NPP ચાર, તૃણમૂલ એક અને એક અપક્ષ સભ્ય છે. હજુ પણ સાત વિધાનસભા બેઠકો ખાલી છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 19 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થાય છે. ત્યારે આજે જનતા નક્કી કરશે કે કોને સત્તા સ્થાને બેસાડવા અને કોને રાખવા સત્તાથી દૂર. 
Advertisement
Tags :
Advertisement

.