Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખૂબ ચાલે છે આ નકલી કેરીનો આ કાળો કારોબાર, જાણો કેવી રીતે તૈયાર કરાય છે નકલી કેરી

ઉનાળાનો સમય આવતાની સાથે જ દરેક લોકો કેરી ખાવા માટે તલ પાપડ થતા હોય છે. કેરીની સીઝન આવતાની સાથે જ કેરી ઠેર ઠેર બજારમાં વેચાતી થઈ જતી હોય છે. આ કેરીઓ દેખાવમાં ખૂબ જ સુંદર અને રસીલી લાગતી હોય છે....
ખૂબ ચાલે છે આ નકલી કેરીનો આ કાળો કારોબાર  જાણો કેવી રીતે તૈયાર કરાય છે નકલી કેરી

ઉનાળાનો સમય આવતાની સાથે જ દરેક લોકો કેરી ખાવા માટે તલ પાપડ થતા હોય છે. કેરીની સીઝન આવતાની સાથે જ કેરી ઠેર ઠેર બજારમાં વેચાતી થઈ જતી હોય છે. આ કેરીઓ દેખાવમાં ખૂબ જ સુંદર અને રસીલી લાગતી હોય છે. પરંતુ આ દેખાવ ઉપર કદી ન જવું જોઇએ, કારણ કે ઘણી વાર બજારમાં નકલી કેરીનું પણ વેચાણ કરવામાં આવતું હોય છે. હવે નકલી કેરી પકડાઈ જવાનો કિસ્સો સામે આવ્યો છે. મિલનાડુમાં ફૂડ સેફ્ટી વિભાગે એક વેરહાઉસમાંથી લગભગ 7.5 ટન નકલી કેરી જપ્ત કરી છે. હવે અહી એ જાણવું જરૂરી છે કે આ નકલી કેરી કેવી રીતે બનાવવામાં આવે છે અને તેના શું શું ગેરફાયદા આપણા સ્વાસ્થ્ય ઉપર થતા હોય છે. ચાલો આ અહેવાલમાં સમગ્ર બાબત વિશે જાણીએ

Advertisement

કેરીની સીઝન આવતાની સાથે જ શરૂ થઈ જાય છે નકલી કેરીનો ધંધો

નકલી કેરીનો કારોબાર કેરીની સીઝન આવતાની સાથે જ શરૂ થઈ જાય છે. આ નકલી કેરીનો અર્થ એમ નથી કે આ કેરીને ફેકટરીમાં બનાવાય છે. આ નકલી કેરી એટલે કે એટલે કે એવી કેરી જેને કૃત્રિમ રીતે પકવવામાં આવે છે. આ નકલી કેરીને પકવવા માટે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે, તેના કારણથી સ્વાસ્થ્ય ઉપર ઘણી ખરાબ અસર થતી આપણને જોવા મળે છે.

કેલ્શિયમ કાર્બાઈડથી પક્વાય છે આ કેરી

આ નકલી કેરી કેવી રીતે પકવવામાં આવે છે તે વિશે વાત કરવામાં આવે તો, કેલ્શિયમ કાર્બાઈડ કે જેનો ઉપયોગ આ નકલી કેરી પકવવા માટે થાય છે, તે કોઈ પણ હાર્ડવેરની દુકાન ઉપર સરળતાથી મળી રહે છે. કેલ્શિયમ કાર્બાઈડ વડે કેરીને પકવવા માટે કાચી કેરીની વચ્ચે કાર્બાઈડનું બંડલ બનાવવામાં આવે છે અને તેને કપડામાં લપેટીને રાખવામાં આવે છે. કેલ્શિયમ કાર્બાઈડને લાઈમસ્ટોન પણ કહે છે.

Advertisement

આ રીતે બનાવાય છે નકલી કેરી

આમ આપણે જોયું કે કેરીને પકવવા માટે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. કેલ્શિયમ કાર્બાઈડથી કેરીને પાકી બનાવવા માટે કાચી કેરીની વચ્ચે કાર્બાઈડનું બંડલ બનાવવામાં આવે છે અને તેને કપડામાં લપેટીને મૂકવામાં આવે છે. બાદમાં તેને એક ટોપલીમાં મૂકી દેવામાં આવે છે. કેરીની ટોપલી ઉપર એક બોરીથી બંધ કરી સારી રીતે પેક કરવામાં આવે છે. આ પછી, કેરીને 3-4 દિવસ માટે પવન વિનાની જગ્યાએ રાખવામાં આવે છે અને પછી જ્યારે ખોલવામાં આવે છે, ત્યારે બધી કેરી પાકી જાય છે. ઘણા લોકો ફટાફટ કેરીને વેચવા લાયક બનાવવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે.

સ્વાસ્થ્ય માટે છે ખૂબ હાનિકારક

આવી નકલી કેરી ખાવાથી પેટમાં દુખાવો, ઝાડા, ઉલટીની ફરિયાદ થઈ શકે છે. કેલ્શિયમ કાર્બાઈડથી ચક્કર આવવા, માથાનો દુખાવો, મૂડ ડિસ્ટર્બ જેવી સમસ્યાઓ થાય છે. માટે બજારમાં મળતી આ નકલી કેરીથી દરેક કેરીના ચાહકોએ દૂર રહેવું જોઈએ.

Advertisement

આ પણ વાંચો : નીતિશ કુમારને લાગ્યો મોટો ઝટકો, હાઈકોર્ટે બિહારમાં 65 ટકા અનામતનો કાયદો કર્યો રદ

Tags :
Advertisement

.