Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડિનરમાં બનાવો 'ફ્રૂટ કરી વિથ ચીઝ અંગુરી બોલ્સ'

ફ્રૂટ કરી વિથ ચીઝ અંગુરી બોલ્સસામગ્રી:કોફ્તા બનાવવા માટે:1 નાની સાઇઝ નું બાફેલું બટેટૂ1/2 ક્યૂબ ચીઝ1 ચમચી કોર્ન ફ્લોર1 ચમચી આદું મરચાંની પેસ્ટબ્રેડકૃમ્બ્સ જરૂર મુજબમીઠું સ્વાદ અનુસારતેલ તળવા માટેગ્રેવી બનાવવા માટે2 નંગ જામફળ1 નંગ સફરજન1 નંગ ટામેટું2 ચમચી તેલ1 ચમચી ધાણા1/2 ચમચી જીરું1 ચમચી તલ1 ચમચી મગજતરીના બી4-5 નંગ કાજુ1 નંગ એલચો3-4 નંગ લવિંગ1 તજનો ટુકડો2 નંગ તમાલપત્ર2 ચમચી લાલ મરચું પàª
ડિનરમાં બનાવો  ફ્રૂટ કરી વિથ ચીઝ અંગુરી બોલ્સ
ફ્રૂટ કરી વિથ ચીઝ અંગુરી બોલ્સ

સામગ્રી:
કોફ્તા બનાવવા માટે:
1 નાની સાઇઝ નું બાફેલું બટેટૂ
1/2 ક્યૂબ ચીઝ
1 ચમચી કોર્ન ફ્લોર
1 ચમચી આદું મરચાંની પેસ્ટ
બ્રેડકૃમ્બ્સ જરૂર મુજબ
મીઠું સ્વાદ અનુસાર
તેલ તળવા માટે
ગ્રેવી બનાવવા માટે
2 નંગ જામફળ
1 નંગ સફરજન
1 નંગ ટામેટું
2 ચમચી તેલ
1 ચમચી ધાણા
1/2 ચમચી જીરું
1 ચમચી તલ
1 ચમચી મગજતરીના બી
4-5 નંગ કાજુ
1 નંગ એલચો
3-4 નંગ લવિંગ
1 તજનો ટુકડો
2 નંગ તમાલપત્ર
2 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી આદું મરચાંની પેસ્ટ
મીઠું સ્વાદ અનુસાર
પાણી જરૂર મુજબ
સબ્જી બનાવવા માટે 
1 ચમચો તેલ
2 ચમચી ઘી
1 ચમચી ખાંડ
1/2 ચમચી કિચન કિંગ મસાલા
1/2 ચમચી ગરમ મસાલા
2 ચમચી મલાઈ
1/2 ચમચી કસ્તુરી મેથી
પાણી જરૂર મુજબ

બનાવવાની રીત:
1. બાફેલા બટેટાને જીણું ગ્રેટ કરી લો. ચીઝ પણ ગ્રેટ કરી લો. તેમાં કોર્નફ્લોર એડ કરી લો. 
મીઠું અને આદું મરચાંની પેસ્ટ એડ કરી હાથ વડે મિક્સ કરો.
2. તેલથી ગ્રીસ કરેલા હાથે નાના બોલ્સ વાળો. બ્રેડક્રમ્સમાં રગદોળી ધીમા તાપે તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લો.
3. જામફળ, સફરજન અને ટામેટાંને સમારી લો.
4. પેનમાં તેલ ગરમ થાય એટલે મસાલા ઉમેરી શેકી લો.  
5. મસાલા શેકાઈ જાઈ એટલે તેમાં જામફળ, સફરજન અને ટામેટાં ઉમેરી ફળોને કૂક કરી લો. જરૂર મુજબ 
પાણી એડ કરો. 
6. સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરો.
7. ફળ પાકી જાય એટલે તેને ઠંડુ કરી લો. ફળે ઠંડા થાય એટલે મિક્ષરમાં ક્રશ કરીને ગાળી લો.
8. સબ્જી બનાવવા માટે તેલ અને ઘી ગરમ કરીશું. ગ્રેવી એડ કરીશું. ગ્રેવીમાં ખાંડ, કિચન કિંગ,.મસાલો 
તેમજ ગરમ મસાલો અને ઘરની મલાઈ ઉમેરો.
9. ગ્રેવી બરાબર ઉકળી જાય બાદ કસુરી મેથી એડ કરો.
10. ગ્રેવીને સર્વિંગ બાઉલમાં લઈ, ઉપરથી ચીઝ બોલ્સ એડ કરી ચીઝથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો..
Advertisement
Tags :
Advertisement

.