ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વંદે ભારત ટ્રેન પર એકવાર ફરી પથ્થરમારો, યાત્રીઓમાં ફેલાયો ડરનો માહોલ

વંદે ભારત ટ્રેન પર હુમલો વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો પથ્થરમારામાં કોચનો કાચ તૂટી ગયો વંદે ભારત ટ્રેન (Vande Bharat train) પર પથ્થરમારવાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં, કાનપુર (Kanpur) માં બીજી વાર આવી જ એક...
11:57 PM Oct 03, 2024 IST | Hardik Shah
Vande Bharat train

વંદે ભારત ટ્રેન (Vande Bharat train) પર પથ્થરમારવાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં, કાનપુર (Kanpur) માં બીજી વાર આવી જ એક ઘટના સામે આવી છે. આ વખતે, વારાણસીથી દિલ્હી (Varanasi-Delhi) જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) ને ટાર્ગેટ બનાવવામાં આવી છે. વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 22435)ના એસી ચેરકાર કોચમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કાનપુરના પનકી સ્ટેશન નજીક આ ઘટના બની હતી. પથ્થરમારો કરનારે કોચના કાચને તોડી પાડ્યો હતો, જેના કારણે મુસાફરો ડરી ગયા હતા. આ ઘટના બાદ, વંદે ભારત ટ્રેનના ડ્રાઈવરે તરત જ કંટ્રોલ રૂમને માહિતી આપી હતી. જેના પરિણામે, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.

વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો

GRP, RPFની સંયુક્ત ટીમે પનકીથી ભાઈપુર સુધી પેટ્રોલિંગ કર્યું છે. રેલવે તરફથી મળેલી માહિતી અનુસાર વારાણસીથી દિલ્હી જતી 20 કોચવાળી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. બુધવારે વંદે ભારત કાનપુર સેન્ટ્રલથી થોડી મોડી નીકળી હતી. ટ્રેન સાંજે 7.05 વાગ્યે પનકી સ્ટેશનના આઉટર સિગ્નલમાં પ્રવેશી રહી હતી. આ દરમિયાન C-7 કોચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. C-7 કોચના કાચ પર પથ્થર વાગતાં કાચ તૂટી ગયો હતો. જેના કારણે કોચના મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પથ્થરોના ડરથી ઘણા મુસાફરો સીટ નીચે છુપાઈ ગયા હતા.

અગાઉ પણ પથ્થરમારાની ઘટના બની

જણાવી દઈએ કે કાનપુરના આ જ સ્થળે છેલ્લા એક વર્ષમાં વંદે ભારત ટ્રેન પર 7થી વધુ વખત પથ્થરમારો કરવામાં આવ્યો છે. દિલ્હી રૂટ પર પનકીથી ભાઈપુર સ્ટેશનો અને હાવડા રૂટ પર ચકેરીથી પ્રેમપુર સ્ટેશનો વચ્ચે પથ્થરમારાની ઘટનાઓ જોવા મળી છે. આ સ્થળે પથ્થરબાજોએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને સૌથી વધુ નિશાન બનાવી છે. બીજી તરફ મધ્યપ્રદેશના રતલામ પાસે દિલ્હી-મુંબઈ રૂટ પર પણ ટ્રેન દુર્ઘટના જોવા મળી હતી. અહીં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. આ મામલે હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

પનકી અને પ્રેમપુર વિસ્તાર સંવેદનશીલ

દિલ્હી રૂટ પર પનકીથી ભાઈપુર સ્ટેશનો અને હાવડા રૂટ પર ચકેરીથી પ્રેમપુર સ્ટેશનો વચ્ચે પથ્થરમારાની ઘટનાઓ બને છે. પથ્થરબાજો મોટે ભાગે વંદે ભારત એક્સપ્રેસને નિશાન બનાવે છે. માત્ર એક વર્ષમાં વંદે ભારત એક્સપ્રેસ પર આ બે સ્થળોએ 7 વખત પથ્થરમારો કરવામાં આવ્યો છે. જે ખૂબ જ ચિંતાની વાત છે.

આ પણ વાંચો:  રેલવે કર્મચારીઓને કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, 11.72 લાખ કર્મીઓને મળશે આટલા દિવસનું બોનસ

Tags :
AC chair coachGujarat FirstHardik ShahIncident reportKanpurPassenger safetyPatrollingPublic transport safetyRailway incidentsRailway Protection ForceRPFSecurity MeasuresSensational areasstone peltingTrain AccidentsTrain damageVande Bharat TrainVande Bharat train NewsVaranasi-Delhi route
Next Article