Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વાયનાડની વેદના જોઈ PM મોદી પહોંચ્યા મુલાકાતે, રાહત અને પુનર્વસનના આપ્યા આદેશ

PM મોદીએ વાયનાડની લીધી મુલાકાત ભૂસ્ખલનની ઘટના અને ચાલુ રાહત પ્રયાસો અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી મોરબીની યાદ સાથે વાયનાડ પહોંચ્યા PM મોદી દેશમાં અત્યારે ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઘણા રાજ્યોમાં સામાન્ય તો ઘણા રાજ્યોમાં ભારેથી અતિ...
07:50 PM Aug 10, 2024 IST | Hardik Shah
PM Modi Visit Wayanad

દેશમાં અત્યારે ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઘણા રાજ્યોમાં સામાન્ય તો ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનાએ સ્થાનિકોને પરેશાન કરી દીધા છે. આ ઘટના બાદ રાહુલ ગાંધીએ તે વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પણ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા હતી.

વાયનાડની મુલાકાત બાદ PM મોદીએ શું કહ્યું?

વડાપ્રધાન મોદીએ વાયનાડ ભૂસ્ખલનની ઘટના અને ચાલુ રાહત પ્રયાસો અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન કેરળના મુખ્યમંત્રી પિન્નરાઈ વિજયન પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, "જ્યારથી મેં આ દુર્ઘટના વિશે સાંભળ્યું છે, ત્યારથી હું અહીં સંપર્કમાં છું અને ક્ષણ-ક્ષણની માહિતી લેતો રહ્યો છું. કેન્દ્ર સરકારના તમામ અંગો જે આ સ્થિતિમાં ઉપયોગી થઈ શકે છે, તેમને તાત્કાલિક મૂકવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાએ સેંકડો પરિવારોના સપના બરબાદ કર્યા છે અને હું તે તમામ દર્દીઓને મળ્યો છું જેઓ વિવિધ પ્રકારની ઇજાઓને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

તેમણે આગળ કહ્યું કે, આ આપત્તિ આવી કટોકટીમાં, જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ, ત્યારે આપણને શ્રેષ્ઠ પરિણામો મળે છે." તેમણે આગળ કહ્યું, "ભારત સરકાર અને દેશ આ સંકટમાં પીડિતોની સાથે છે. હું તમામ પીડિતો અને તેમના પરિવારોને ખાતરી આપું છું કે અમે આ સંકટમાં તેમની સાથે છીએ. સરકારના નીતિ નિયમો હેઠળ સહાયની રકમ આપવામાં આવી છે. અને અમે કેરળ સરકારને ખૂબ જ ઉદારતાથી ભંડોળ પૂરું પાડવાના પ્રયાસો પણ કરીશું અને જે બાળકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના માટે લાંબા ગાળાની યોજના બનાવવાનું નક્કી કર્યું છે.

PM મોદીએ કહ્યું- હું આવી દુર્ઘટનાને સારી રીતે જાણું છું

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 1979માં જ્યારે ગુજરાતના મોરબીમાં વરસાદ બાદ ડેમ ધ્વસ્ત થઈ ગયો હતો અને તેનું તમામ પાણી શહેરમાં પ્રવેશ્યું ત્યારે 2500થી વધુ લોકોને અસર થઈ હતી. મેં તે સમયે સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું અને હું આવી દુર્ઘટનાના સંજોગોને સારી રીતે જાણું છું. કેન્દ્ર સરકાર કોઈ કસર છોડશે નહીં. અમારી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે." જણાવી દઈએ કે PM મોદીએ આજે ​​વાયનાડના આપત્તિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. હવાઈ સર્વેક્ષણ દરમિયાન PM મોદીએ ઈરુવાઝિંજી પુઝા નદીના ઉદ્ગમ સ્થાને ભૂસ્ખલન સ્થળ પણ જોયું હતું. આ દુર્ઘટનામાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો:  M મોદીએ વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો, પીડિતોને મળશે

Tags :
Affected FamiliesClimate ChangefloodsGujarat FirstHardik ShahHumanitarian crisisKeralalandslideMorbi dam tragedyNarendra ModiNatural Disasterpm modiPM Modi Visit Wayanadpm narendra modirelief workRescue OperationssolidaritysupportWayanadwayanad landslidewayanad news
Next Article