પૂરથી પીડાઈ રહેલા આસામમાં રાહત કાર્ય યથાવત, 19 લાખ લોકોને અસર
Flood in Assam : દેશભરમાં ચોમાસા (Monsoon) ની શરૂઆત થઇ ગઇ છે. ખાસ કરીને ઉત્તર ભારત (North India) ના ઘણા રાજ્યોમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધુ છે. ભારે વરસાદ (Heavy Rains) વચ્ચે ઘણા રાજ્યો પૂર (Flood) સામે ઝઝૂમી રહ્યા છે. જેમાં આસામ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તરાખંડથી લઈને યુપી સુધીના ઘણા વિસ્તારો સામેલ છે. મંગળવારે જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ, આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તર રાજ્યોમાં આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. પૂર સામે ઝઝૂમી રહેલા ઉત્તર-પૂર્વ ભારત માટે આ ચિંતાનો વિષય છે. જો કે, ગરમીનો સામનો કરી રહેલા દિલ્હી અને યુપી જેવા રાજ્યો માટે વરસાદ ચાલુ રહે તે સારા સમાચાર સમાન છે.
સમય પહેલા ભારતભરમાં ચોમાસું
સામાન્ય રીતે 8 જુલાઈ સુધીમાં, ચોમાસું સમગ્ર દેશમાં ફેલાઈ ગયા પછી, ભારે વરસાદ જોવા મળે છે, જે વરસાદી સ્થિતિનું નિર્માણ કરે છે. જો કે આ વખતે સમય પહેલા આ સ્થિતિ આવી છે. આ વર્ષે ચોમાસું કેરળ અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં સામાન્ય કરતાં 2 અને 6 દિવસ વહેલું 30 મેના રોજ પહોંચ્યું હતું અને 8 જુલાઈ (સામાન્ય તારીખ કરતાં 6 દિવસ વહેલું) ની સરખામણીએ 2 જુલાઈ, 2024ના રોજ સમગ્ર દેશને આવરી લીધું હતું. તેવી જ રીતે, આ વર્ષે તમામ પરિસ્થિતિ સમય કરતાં પહેલા જોવામાં આવી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, બંગાળ, ઝારખંડ અને બિહાર જેવા પૂર્વ રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસમાં સારો વરસાદ થશે. આ પછી વરસાદ ઓછો થશે. જ્યારે પશ્ચિમ ભારતમાં આગામી 5 દિવસ મહારાષ્ટ્ર, ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં સારો વરસાદ પડશે. ગોવામાં ભારે વરસાદની સંભાવના છે. અહીં પહેલેથી જ સતત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે મુંબઈ-ગોવા એક્સપ્રેસ વેને પણ નુકસાન થયું છે. એટલું જ નહીં ઉત્તર પ્રદેશ માટે પણ સારા સમાચાર છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ જારી રહેશે. એટલું જ નહીં મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં પણ વરસાદી માહોલ જારી રહેશે.
આસામમાં 6 લોકોના મૃત્યુ, 27 જિલ્લાઓમાં હાહાકાર
ગઇકાલે સોમવારના રોજ આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. જો કે, વધુ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 27 જિલ્લાઓમાં લગભગ 19 લાખ લોકો અસરગ્રસ્ત છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના દૈનિક પૂર અહેવાલ મુજબ, ધુબરી જિલ્લાના બિલાસીપારા અને અગામોની રેવન્યુ વિભાગોમાં 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. ગુવાહાટીમાં પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) એ જણાવ્યું હતું કે આસામ અને તેના પડોશમાં ચક્રવાતનું પરિભ્રમણ છે, જેના કારણે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે. ઉપરાંત જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં તૂટક તૂટક વરસાદ પડશે, જેને પશ્ચિમ ઉત્તર ભારત કહેવામાં આવે છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ ઉપરાંત રાજસ્થાનમાં પણ સતત 5 દિવસ સુધી વરસાદની આશંકા છે. આ રીતે ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો છે. હાલમાં ચોમાસું તેના શ્રેષ્ઠ તબક્કામાં છે. યુપીની વાત કરીએ તો પશ્ચિમથી અવધ, પૂર્વાંચલ અને બુંદેલખંડમાં સતત વરસાદ ચાલુ છે. જેના કારણે પાકની વાવણી પણ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો - Bihar Flood: નેપાળે 44 વર્ષ બાદ ખોલ્યા કોસી બેરેજના તમામ ગેટ,બિહારમાં પાણી પાણી
આ પણ વાંચો - Mumbai માં નવ કલાકમાં 101.8 mm વરસાદ, IMD એ રેડ એલર્ટ જાહેર કર્યું…