Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pulwama Encounter: જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરનાં (Jammu and Kashmir) પુલવામામાં આજે સવારથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યાના (Pulwama encounter) સમાચાર છે. ગુરુવારે સવારથી આર્શીપોરા (Arshipora) વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે....
pulwama encounter  જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળો આતંકવાદીઓ વચ્ચે અથડામણ  એક આતંકી ઠાર
Advertisement

જમ્મુ-કાશ્મીરનાં (Jammu and Kashmir) પુલવામામાં આજે સવારથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યાના (Pulwama encounter) સમાચાર છે. ગુરુવારે સવારથી આર્શીપોરા (Arshipora) વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. અહેવાલ અનુસાર, ત્યાં અન્ય એક આતંકવાદી પણ છે, જેને સુરક્ષાદળોએ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર

પ્રાપ્ત માહિતી અનુસાર, પુલવામા જિલ્લાનાં (Pulwama encounter) આર્શીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન, આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને બીજાને સુરક્ષાદળોએ ઘેરી લીધો છે.

Advertisement

Advertisement

સુરક્ષાદળોની આતંકીઓ પર ચાંપતી નજર

જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ પર ભારતીય સુરક્ષાદળો (Indian security forces) ચાંપતી નજર રાખી રહ્યા છે. દરરોજ આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે, પરંતુ સુરક્ષાદળો તેને નિષ્ફળ બનાવી દે છે. તાજેતરમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે રાજૌરી (Rajouri) અને પૂંછના સરહદી જિલ્લાઓમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ મોડ્યુલના 7 લોકોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 3 ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે, શુક્રવારે (5 એપ્રિલ) ઉરી (URI) સેક્ટરમાં નિયંત્રણ રેખા પર, સુરક્ષાદળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

આ પણ વાંચો  -Terrorist Attack: શ્રીનગરમાં થયો આતંકવાદી હુમલો, ભારતીય સુરક્ષા દળોએ કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો  - Earthquake In Ladakh : જમ્મુ-કશ્મીર બાદ લદાખમાં પણ ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા…

આ પણ વાંચો  - Kashmir: કાશ્મીરની દશા અને દિશા બદલાઈ, આ પ્રસિદ્ધ મંદિરના દરવાજા 35 વર્ષે ખુલ્યા

Tags :
Advertisement

.

×