Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu and Kashmir : માહિતી આપનારને 20 લાખના ઇનામની જાહેરાત

Jammu and Kashmir : જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) પોલીસે મંગળવારે રિયાસી જિલ્લામાં પેસેન્જર બસ પર હુમલામાં સામેલ આતંકવાદીનો સ્કેચ બહાર પાડ્યો હતો અને તેના વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. તાજેતરમાં, રવિવારે પોની વિસ્તારના...
jammu and kashmir   માહિતી આપનારને 20 લાખના ઇનામની જાહેરાત

Jammu and Kashmir : જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) પોલીસે મંગળવારે રિયાસી જિલ્લામાં પેસેન્જર બસ પર હુમલામાં સામેલ આતંકવાદીનો સ્કેચ બહાર પાડ્યો હતો અને તેના વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. તાજેતરમાં, રવિવારે પોની વિસ્તારના તેરાયથ ગામ નજીક શિવ ખોરી મંદિરથી કટરા જતા ભક્તોને લઈ જતી 53 સીટર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બસ ખાઇમાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા.

Advertisement

20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "રિયાસી પોલીસે પોની વિસ્તારમાં પેસેન્જર બસ પર થયેલા તાજેતરના હુમલામાં સામેલ આતંકવાદી વિશેની કોઈપણ મહત્વપૂર્ણ માહિતી માટે 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે." તેમણે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓએ આપેલા વર્ણનના આધારે આતંકવાદીનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે લોકોને માહિતી આપવા અપીલ કરી હતી.

Advertisement

બસ શિવખોરી મંદિરથી કટરાના વૈષ્ણો દેવી મંદિર જઈ રહી હતી

આ ઘટના રવિવારે ત્યારે બની જ્યારે 53 સીટર બસ શિવખોરી મંદિરથી કટરાના વૈષ્ણો દેવી મંદિર જઈ રહી હતી. બસ પર ગોળીબાર પોની વિસ્તારમાં થયો હતો. આ બસ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહી હતી. ઘટના બાદ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ખાડામાં પડી ગઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર, પીડિતોએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ બસ પર 10થી 15 મિનિટો સુધી ગોળીબાર કર્યો હતો.

ટીમો શોધમાં વ્યસ્ત

રિયાસી હુમલામાં સામેલ તમામ આતંકીઓને શોધવા માટે મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યું છે. આમાં સુરક્ષા કર્મચારીઓની 11 ટીમ કામ કરી રહી છે. સોમવારે પણ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ રિયાસી વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલ NIAની ટીમ પુરાવા એકત્ર કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો----- J&K : રિયાસી અને કઠુઆ પછી આર્મી બેઝ પર ત્રીજો આતંકી હુમલો..

આ પણ વાંચો---- રિયાસી બાદ હવે કઠુઆમાં આતંકીઓએ કરી Firing, એક આતંકીવાદી ઠાર

આ પણ વાંચો---- Indian Army Chief: 30 જૂને લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય આર્મીના ચીફ બનશે

Tags :
Advertisement

.