Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી પહોંચતા જ ભારત જોડો યાત્રા લેશે 9 દિવસનો વિરામ, કાર્યકરો તેમના પરિવારોને મળશે

24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 100 દિવસ પૂર્ણ કર્યા બાદ 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે. જે બાદ નવ દિવસનો વિરામ રહેશે. ત્યારબાદ 3 જાન્યુઆરી 2023ના રોજ ફરી ભારત જોડો યાત્રા શરૂ થશે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. જયરામ રમેશે ટ્વીટ કર્યું કે 'ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરની સાંજે દિલ્હી પહોંચશે. ત્à
દિલ્હી પહોંચતા જ ભારત જોડો યાત્રા લેશે 9 દિવસનો વિરામ  કાર્યકરો તેમના પરિવારોને મળશે
24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે ભારત જોડો યાત્રા 
રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 100 દિવસ પૂર્ણ કર્યા બાદ 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે. જે બાદ નવ દિવસનો વિરામ રહેશે. ત્યારબાદ 3 જાન્યુઆરી 2023ના રોજ ફરી ભારત જોડો યાત્રા શરૂ થશે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. જયરામ રમેશે ટ્વીટ કર્યું કે 'ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરની સાંજે દિલ્હી પહોંચશે. ત્યાર બાદ નવ દિવસનો વિરામ રહેશે. જેથી કન્ટેનરનું સમારકામ કરી શકાય અને શિયાળા માટે કન્ટેનર તૈયાર કરી શકાય. આ વિરામથી ઘણા ભારતીય પ્રવાસીઓ લગભગ ચાર મહિના પછી તેમના પરિવારોને મળી શકશે અને તેમની સાથે સમય પસાર કરી શકશે. 

બ્રેક બાદ 3 જાન્યુઆરી 2023થી ફરી શરૂ થશે યાત્રા
રાહુલ ગાંધીની યાત્રા 3 જાન્યુઆરી 2023થી ફરી શરૂ થશે. દરમિયાન, પાર્ટીનું હરિયાણા એકમ મેગા વોકથોન માટે તૈયારી કરી રહ્યું છે કારણ કે યાત્રાનો પ્રથમ તબક્કો રાજ્યમાં બુધવારથી શુક્રવાર સુધી ચાલશે. ફિરોઝપુર ઝિરકાથી ફરીદાબાદ સુધીના આ તબક્કામાં પાર્ટીના સેંકડો કાર્યકરો અને સામાન્ય લોકો ભાગ લેશે. આ પછી, 6 જાન્યુઆરી, 2023 ના રોજ, પાણીપત બોર્ડર પર સનૌલી ખુર્દથી યાત્રા શરૂ થશે. આ પ્રસંગે બીજા દિવસે પાણીપતમાં એક વિશાળ રેલીનું પણ આયોજન પણ કરવામાં આવશે.
રાજસ્થાનમાં છેલ્લા દિવસે રાહુલ સાથે 23 કિલોમીટર ચાલશે યાત્રીઓ 
રાજસ્થાનમાં ભારત જોડો યાત્રાનો મંગળવારે છેલ્લો દિવસ છે. મંગળવારે સવારે લગભગ 6.30 કલાકે ભારત જોડો યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા અલવર શહેરમાંથી પસાર થશે. આ પછી, સવારે 10 વાગ્યે રામગઢ વિસ્તારમાં લોહિયાના તિબારામાં લંચ બ્રેક થશે. બપોરે 3:30 કલાકે બગડ ચાર રસ્તા પહોંચશેયાત્રા . યાત્રાનો રાત્રી વિશ્રામ રામગઢના બીજવા ગામે રાખવામાં આવ્યો છે. રાહુલ ગાંધીના રાજસ્થાન પ્રવાસનો આ 16મો અને છેલ્લો દિવસ છે. યાત્રીઓ આજે રાહુલ સાથે 23 કિમી ચાલશે. 
4 ડિસેમ્બરે યાત્રા રાજસ્થાનમાં પ્રવેશી હતી 
જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા 4 ડિસેમ્બરે ઝાલાવાડથી રાજસ્થાનમાં પ્રવેશી હતી. રાજસ્થાનમાં 16 દિવસમાં 526 કિમીની મુસાફરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસ શાસિત રાજ્ય હોવાને કારણે રાહુલની મુલાકાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેમની સાથે રાહુલે વાતચીત કરી હતી. રાજ્ય છોડવાના એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ મંત્રીઓ અને ધારાસભ્યોને ટાસ્ક સોંપી દીધા છે. રાહુલે કહ્યું કે મંત્રીઓ અને ધારાસભ્યોએ દર મહિને 15 કિમી ચાલવું જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.