Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP News: રાજ્યમાં ગુમ થયેલા બાળકોના પરિવાજનોનો શિકાર થઈ રહ્યો, અજાણ વ્યક્તિ બાળક બનીને લાખો પડાવે

UP News: ઉત્તર પ્રદેશ (UP) ના અમેઠી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અઠવાડિયા પહેલા એક યુવક જોગીના વેશમાં ગામમાં પહોંચ્યો હતો. તેણે એક પરિવારને જણાવ્યું કે તે તે પુત્ર છે જે અગાઉ 20 વર્ષ પહેલા ગાયબ થઈ ગયો...
up news  રાજ્યમાં  ગુમ થયેલા બાળકોના પરિવાજનોનો શિકાર થઈ રહ્યો  અજાણ વ્યક્તિ બાળક બનીને લાખો પડાવે

UP News: ઉત્તર પ્રદેશ (UP) ના અમેઠી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અઠવાડિયા પહેલા એક યુવક જોગીના વેશમાં ગામમાં પહોંચ્યો હતો. તેણે એક પરિવારને જણાવ્યું કે તે તે પુત્ર છે જે અગાઉ 20 વર્ષ પહેલા ગાયબ થઈ ગયો હતો.

Advertisement

  • પોલીસ અને પરિવાજનો દ્વારા બાજનજર રાખવામાં આવી
  • જોગીની ઓળખ નફીસ તરીકે થઈ હતી
  • ગુમ થયેલા બાળકોના પરિવારોને નિશાન બનાવી રહ્યો હતો

જો કે આ મામલો જૈસ પોલીસ સ્ટેશનના ખરૌલી ગામનો છે. અહીં રહેતો રતિપાલનો પુત્ર લગભગ 20 વર્ષ પહેલા દિલ્હીથી ગુમ થયો હતો. આ પછી અચાનક 2 ફેબ્રુઆરીએ એક જોગી તેમના ઘરે પહોંચી ગયો. તેણે પોતાને ગુમ થયેલ છોકરો કહેવાનું શરૂ કર્યું. આ પછી પરિવારે તેના પર વિશ્વાસ કર્યો હતો.

પોલીસ અને પરિવાજનો દ્વારા બાજનજર રાખવામાં આવી

પરિવાજનો દ્વારા અને આ જોગી દ્વારા ભજનો કરવામાં આવતા હતા. ત્યારે આ જોગીએ પરિવારજનોને ભંડારા પાસેથી પૈસાની માંગણી કરવાનું કહ્યું હતું. જેના કારણે પરિવારજનોને તેની હરકત પર શંકા ગઈ હતી. જ્યારે તેઓએ તેને ફોન કર્યો ત્યારે તેણે જાણ કરી કે તે ઝારખંડમાં છે. આ પછી પોલીસની મદદથી એકવાર પરિવારના સભ્યોએ તેની હરકતો પર બાજ નજર રાખવામાં આવી રહી હતી.

Advertisement

UP News

UP News

જોગીની ઓળખ નફીસ તરીકે થઈ હતી

ત્યારે પોલીસ સાથે પરિવારજનો દ્વારા જોગી ગોંડાની બહાર ગયો હતો, ત્યારે તેની પર નજર રાખવામાં આવી રહી હતી. ત્યારે ગોંડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પોલીસ દ્વારા જોગી અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન આ છેતરપિંડી જોગીની ઓળખ ટીકરિયા ગામમાં નફીસ તરીકે થઈ હતી. આ પહેલા પણ ઘણા રાજ્યોના લોકો આ છેતરપિંડીનો શિકાર બની ચૂક્યા છે.

Advertisement

ગુમ થયેલા બાળકોના પરિવારોને નિશાન બનાવી રહ્યો હતો

આ ઘટનાની ખાસ વાત એ છે કે આ વ્યક્તિ અને તેની ગેંગ દિલ્હીથી ગુમ થયેલા બાળકોના પરિવારજનોને નિશાન બનાવી રહી છે. તેમના ઘરે જઈને તે સતત ઘરે આવવાના બદલામાં મોટી રકમની માંગણી કરી રહ્યા છે. આ મામલામાં પોલીસ અધિકારી અજય કુમાર સિંહે કહ્યું કે ખરૌલીના રહેવાસી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે જોગીના વેશમાં એક વ્યક્તિ આવ્યો અને તેણે પોતાનો પુત્ર તરીકે ઓળખાવ્યો. તે પૈસાની માંગણી કરતો હતો. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

Tags :
Advertisement

.