Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમે તેને બુમો પાડીને પુલને હલાવવાની ના પાડી, પણ તે ના માન્યા અને....

7 શ્રમિકો જીવની પરવા કર્યાં વિના વ્હારે આવ્યાએક માસૂમનો જીવ નહી બચાવી શકવાનો અફસોસ વ્યક્ત કર્યોઆ રિયલ હિરોઝને ગુજરાત ફર્સ્ટના સો-સો સલામમોરબી હોનારત વખતે બાજુના BAPS મંદિરનું કામ કરતા શ્રમિકોએ પોતાનું કામ પતાવી બસ હજુ થાક ઉતારી રહ્યાં હતા ત્યાં ધડામ અને ચીસાચીસ સાથે બચાવો... બચાવો... ની ચિચિયારી ઉઠી અને આ દ્રશ્ય જોઈને તેઓએ પોતાના જીવની પરવા કર્યાં વિના લોકોની વ્હારે આવ્યા. આ બધા શ્àª
અમે તેને બુમો પાડીને પુલને હલાવવાની ના પાડી  પણ તે ના માન્યા અને
  • 7 શ્રમિકો જીવની પરવા કર્યાં વિના વ્હારે આવ્યા
  • એક માસૂમનો જીવ નહી બચાવી શકવાનો અફસોસ વ્યક્ત કર્યો
  • આ રિયલ હિરોઝને ગુજરાત ફર્સ્ટના સો-સો સલામ
મોરબી હોનારત વખતે બાજુના BAPS મંદિરનું કામ કરતા શ્રમિકોએ પોતાનું કામ પતાવી બસ હજુ થાક ઉતારી રહ્યાં હતા ત્યાં ધડામ અને ચીસાચીસ સાથે બચાવો... બચાવો... ની ચિચિયારી ઉઠી અને આ દ્રશ્ય જોઈને તેઓએ પોતાના જીવની પરવા કર્યાં વિના લોકોની વ્હારે આવ્યા. આ બધા શ્રમિકો અન્ય રાજ્યના હતા. પાણીમાં ડુબનારા કોઈ તેમના સગા નહોતા પણ શ્રમિકો જાણતા હતા માનવ ધર્મ, અને તેના નાતે કોઈ સેવકે પાણીમાં, તો કોઈ સેવકોએ તુટેલા પુલમાંથી લોકોને બચાવવા લાગ્યા. આ છે રિયલ હિરોઝ અને ગુજરાત ફર્સ્ટ આવા રિયલ હિરોઝને સો-સો સલામ કરે છે.
કોઈ નહોતું આવ્યું ત્યાં સુધીમાં અમે 8-9 લોકોને બહાર કાઢ્યા હતા
સેવકે જણાવ્યું કે, મંદિરનું કામ પૂર્ણ કરી સાંજે અમે બેસ્યા હતા ત્યારે બધા નક્કી કરતા હતા કે ચાલો ઝુલતા પુલ પર જઈએ પણ બધાએ નક્કી કર્યું કે આજે નહી કાલે જશું અને થોડીવાર બાદ મોટા ધડાકાનો અવાજ આવ્યો અમે ઉપર જોયું પણ ત્યાં કંઈ નહોતું જે બાદ પુલ તરફ જોયું તો ત્યાં પુલ તુટી ગયો હતો. અમે દોડીને ગયા અને પળની ચિંતા કર્યાં વિના અમે પાણીમાં કુદી ગયા. પાણીમાં નાના-નાના બાળકો ડૂબી રહ્યાં હતા. અમે બધાને બહાર લાવી રહ્યા હતા. જ્યારે કોઈ નહોતું આવ્યું તે પહેલા અમે 8 થી 9 લોકોને બહાર કાઢી દીધાં હતા. 
વિડીયો બનાવવા કરતા અમે બચાવવાને પ્રાથમિકતા આપી
રાહુલભાઈ નામના સેવકે જણાવ્યું કે, 6.30 વાગ્યે પુલ તુટ્યો, પુલ તુટ્યા બાદ અમે ત્યાં પુલની પાસે અમારી ઝુંપડીમાં બેસ્યા હતા. પુલ તુટ્યા બાદ લોકો ચીસાચીસ કરી રહ્યાં હતા. બાળકો તડપી રહ્યાં હતા. હું  અને મારો ભાઈ અમે વિડીયો બનાવવા નહોતા માંગતા. અમે પુલ પર ગયા પુલનો ઉપરનો ભાગ તુટીને પાણીમાં લટક્યો હતો તેના પર હું અને મારો ભાઈ ગયા ત્યાથી લોકોને બહાર કાઢવાનું અમે શરૂ કર્યું 30 થી 35 લોકોને બહાર કાઢ્યા તેમાંથી એક બાળક મૃત્યુ પણ પામ્યો હતો.
બુમો મારીને તે લોકોને પુલ હલાવવાની ના પાડી પણ....
બીજા એક સેવકે જણાવ્યું કે, અમે ઝુંપડી પાસે બેઠા હતા. પેલા લોકો પુલ હલાવી રહ્યાં હતા ત્યારે અમે લોકોએ તેમને પુલ હલાવવાની ના પાડી, તુટી શકે છે, અમે ખુબ બુમો મારી પણ તે લોકો સમજ્યા નહી. બે મિનિટ બાદ પુલ તુટ્યો અમે જોયું બચાવો... બચાવો... ની ચીસાચીસ થઈ પડી અને હું અને રાહુલભાઈ ગયા અને લોકોને બહાર કાઢ્યા.
અન્ય એક સેવકે જણાવ્યું કે, અમે ચાર લોકો ગયા પાણીમાં જઈને નાના બાળકોને બહાર લાવ્યા.
Advertisement
Tags :
Advertisement

.