દાદાના અવસાન પર રીલ બનાવી, અંતિમ સંસ્કારમાં જતા પહેલા કર્યો મેકઅપ, જુઓ Video
- દાદાના અવસાન પર રીલ બનાવી
- દાદાના મૃત્યુ પર મેકઅપ કરી રહી છે છોકરી
- અંતિમ સંસ્કાર પહેલા કર્યો મેકઅપ
સોશિયલ મીડિયા (Social Media)પર આજે લોકોએ રીલ (Reel) બનાવવાની એટલી વધારે આદત લગાવી છે કે જયાં તેઓ રીલ બનાવવાની કોઈ તક ચૂકવા માંગતા નથી. દરેક પ્રસંગે અને દરેક સ્થિતિમાં લોકો રીલ બનાવવા લાગ્યા છે. ખુશીની ઘડી હોય ત્યારે ઠીક છે પણ હવે તો લોકો દુઃખનો સમય ત્યારે પણ રીલ (Reel) બનાવવા લાગ્યા છે. તાજેતરમાં, આ પ્રકારની એક ઘટના સોશિયલ મીડિયા (Social Media) પર જોવા મળી હતી, જેમાં એક છોકરીએ તેના દાદાના મૃત્યુ બાદ મેકઅપ કરતી વખતે રીલ (Reel) બનાવવાનું શરૂ કર્યું હતું. આ રીતે તે તેમના અવસાન વિશે વાત કરી રહી હતી, જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તેના દાદાનું મૃત્યુ થયું હશે.
દાદાના અવસાનનો આનંદ કે દુઃખ?
વીડિયોમાં, છોકરી મેકઅપ કરતી દેખાઈ રહી છે અને કહી રહી છે, "આજે હું સ્મશાન પર જઈ રહી છું, તમારા લોકોનો આભાર, જેમણે મારા દાદા માટે પ્રાર્થના કરી. હવે, હું ખરેખર ખુશ છું કે તેઓ શાંતિથી મૃત્યું પામ્યા છે. જો તેઓ જીવી રહ્યાં હોત, તો તેમને વધુ દુખ ભોગવવું પડતું. અંતિમ સંસ્કાર માટે હું ઓછું મેકઅપ કરીશ અને હળવા પોશાકમાં જાઉં છું. મને વધુ પડતો મેક-અપ પસંદ નથી અને મારે ડીજેમાં પણ ડાન્સ કરવો છે, તેથી જો હું વધારે સજાવટ કરીશ તો હું ડાન્સ કરી શકીશ નહીં. મારા દાદાને ગજરા ખૂબ જ પસંદ હતા, તેથી મેં વિચાર્યું કે શા માટે તેમના અંતિમ સંસ્કારમાં જ ગજરા લગાડવામાં ન આવે. મેં પહેલીવાર ગજરા પહેર્યા છે, હું કેવી દેખાઉં છું? કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો અને તમે બધા કૃપા કરીને પ્રાર્થના કરો કે મારા દાદાની આત્માને શાંતિ મળે અને તેઓ જ્યાં પણ હોય, ભલે તેઓ નરકમાં હોય, તેઓ ખુશ રહે અને હંમેશા અમારાથી દૂર રહે. ઓકે મિત્રો, હવે હું ડીજેમાં ડાન્સ કરવા જઈ રહી છું. તમે લોકો સબ્સ્ક્રાઇબ કરો, આવજો મિત્રો, રાધે-રાધે."
Narak mai bhi jagah nahi milegi isko pic.twitter.com/PAErSsOsOr
— Muskan (@Muskan_nnn) August 18, 2024
વીડિયો પર જાહેર થયેલી પ્રતિક્રિયાઓ
યુવતીએ એવી રીતે વીડિયો બનાવ્યો છે જે જોઈને લાગે છે કે તેના દાદાનો અવસાન થયું નથી પણ તે કોઇ લગ્ન પ્રસંગમાં જઇ રહી છે. જયાં લોકો પરિવારનો કોઇ સદસ્ય મૃત્યુ પામે છે તો શોકનો માહોલ જોવા મળી જાય છે અને ઘરમાં બધા રડતા જોવા મળી જાય છે, પણ અહીં છોકરી મેકઅપ કરતી વખતે ખુશીથી DJ પર નૃત્ય કરવાની વાત કરી રહી છે. આ રીતે, જોઇને એવો અંદાજો લગાવવો મુશ્કિલ નથી કે આ વીડિયો સબસ્ક્રિપ્શન અને લાઈક્સ માટે બનાવવામાં આવ્યો છે. લોકો રીલ અને સોશિયલ મીડિયાની ખરાબ અસરને કારણે માનસિક સંતુલન ગુમાવી દેતા હોય છે. જો કે, વીડીયો જોયા પછી એક બીજી વાત સમજાઈ રહી છે કે કદાચ આ વીડીયો સ્ક્રિપ્ટેડ છે અને તે માત્ર વ્યુઝ અને લાઈક્સ માટે જ બનાવવામાં આવ્યો છે.
યુવતીના વીડિયો પર લોકોએ આવી પ્રતિક્રિયા આપી
યુવતીના આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- દાદા પણ નરકમાં ખુશ થશે કે તેમણે આવી પૌત્રીથી છુટકારો મેળવ્યો. બીજાએ લખ્યું- લાગે છે કે દાદાએ પ્રોપર્ટીમાં કંઈ આપ્યું નથી. ત્રીજાએ લખ્યું - મને ખબર નથી કે લોકો કેવી રીતે આવા બની રહ્યા છે, હું આ પહેલીવાર જોઈ રહ્યો છું. ચોથાએ લખ્યું- આટલું બધું તમારે શું જોવાનું છે? બાય ધ વે, આ વીડિયો પર તમારી પ્રતિક્રિયા શું હતી, કમેન્ટ કરીને અમને જણાવો.
આ પણ વાંચો: માતાનું દિલ આવ્યું પુત્રની Gilfriend પર, પછી કર્યું કંઈક આવું...