Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election Guidelines : રાજકીય પક્ષો માટે માર્ગદર્શિકા જાહેર, ચૂંટણી પંચે આપી આ કડક સૂચના!

ભારતમાં લોકસભાની ચૂંટણી (Gujarat lok Sabha Eleciton) આવે ત્યારે તહેવાર જેવો માહોલ સર્જાય છે. ત્યારે આજે એટલે કે શનિવાર 16મી માર્ચે રાષ્ટ્રીય ચૂંટણી પંચે (Election Commission of India) લોકસભા ચૂંટણી 2024 ની માટે તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત...
06:51 PM Mar 16, 2024 IST | Vipul Sen

ભારતમાં લોકસભાની ચૂંટણી (Gujarat lok Sabha Eleciton) આવે ત્યારે તહેવાર જેવો માહોલ સર્જાય છે. ત્યારે આજે એટલે કે શનિવાર 16મી માર્ચે રાષ્ટ્રીય ચૂંટણી પંચે (Election Commission of India) લોકસભા ચૂંટણી 2024 ની માટે તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા માટે ચૂંટણી પંચે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પંચે માહિતી આપી હતી કે, આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. ચૂંટણી તારીખોની જાહેરાત સાથે પંચે કેટલીક ગાઈડલાઇન (Lok Sabha Election Guidelines) પણ જાહેર કરી છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે અને ચૂંટણી પરિણામ 4 જૂને આવશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આચારસંહિતા (Code of Conduct) પણ લાગૂ થઈ ગઈ છે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે બનાવેલા નિયમોને 'આચારસંહિતા' કહેવામાં આવે છે. આચારસંહિતા લાગૂ થતાંની સાથે જ રાજકીય પક્ષો માટે માર્ગદર્શિકા (Lok Sabha Election Guidelines) પણ જારી કરવામાં આવે છે. જે આ મુજબ છે.

રાજકીય પક્ષો માટે માર્ગદર્શિકા:

ચૂંટણી પંચે જણાવ્યું કે, રાજનૈતિક પાર્ટીઓ ચૂંટણી પ્રચાર માટે મંદિર (temple), મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળનો ઉપયોગ કરી શકશે નહીં. દરેક પક્ષ કે ઉમેદવારે રેલી કે સરઘસ કે ચૂંટણી સભા યોજતા પહેલા પોલીસની પરવાનગી લેવી પડશે. પંચની માર્ગદર્શિકા મુજબ, જો પાર્ટીઓએ રેલી કરવી હોય તો પણ તેઓ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડીજેનો ઉપયોગ કરી શકશે નહીં. ચૂંટણી પંચના મતે, વિશ્રામગૃહો, ડાક બંગલા અને અન્ય સરકારી આવાસ પર શાસક પક્ષ કે તેના ઉમેદવારોનો એકાધિકાર ન હોવો જોઈએ. ચૂંટણી પ્રચાર (election campaign) માટે અથવા જાહેર સભાઓ યોજવા માટે કોઈપણ પક્ષ દ્વારા પ્રચાર કાર્યાલય તરીકે તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.

ઉપરાંત, ચૂંટણી પ્રચાર દરમિયાન, કોઈ પણ પક્ષ કે ઉમેદવાર પરસ્પર દ્વેષ પેદા કરે અથવા જાતિ અને સમુદાયો વચ્ચે તણાવ પેદા કરે તેવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થઈ શકશે નહીં. રેલી દરમિયાન કોઈપણ પક્ષ અન્ય પક્ષોને મુશ્કેલી ન પહોંચાડે. એક પક્ષના પોસ્ટર બીજા પક્ષ દ્વારા હટાવી શકાય નહીં. પંચની માર્ગદર્શિકા મુજબ, પક્ષો અથવા તેમના કાર્યકરો પરવાનગી વિના કોઈના ઘર, જમીન અને જગ્યાની દિવાલો પર ઝંડા અને બેનરો લગાવી શકતા નથી. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કરી શકતા નથી. ચૂંટણી પંચે પક્ષોને ચૂંટણી પ્રચારમાં દિવ્યાંગો માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવા સૂચના આપી છે. પંચની માર્ગદર્શિકા મુજબ, પક્ષોએ મુદ્દાઓને આધારે પ્રચાર કરવો, દરેક સ્ટાર પ્રચારકે માર્ગદર્શિકા જાણવી, ચૂંટણી પ્રચારમાં (election campaign) સીમા રેખા ન ઓળંગી, જાતિ અને ધર્મના આધારે અપીલ કરવી નહીં. રાજકીય પક્ષોએ વ્યક્તિગત હુમલાથી બચવું.

'બાહુબલી નેતાઓનો પાવર કામ લાગશે નહીં'

મુખ્ય ચૂંટણી કમિશનરે રાજીવ કુમાર (Chief Election Commissioner) કહ્યું કે, ચૂંટણીમાં હિંસાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. આ વખતે એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અમારે જે પણ કડકાઈથી કરવું પડશે, અમે કરીશું. દરેક જિલ્લામાં એક કંટ્રોલ રૂમ (Control room) બનાવાશે. ટીવી, સોશિયલ મીડિયા, વેબ કાસ્ટિંગ, 1950 હેલ્પલાઇન અને ફરિયાદ પોર્ટલ પણ હશે. તેના પર દેખરેખ રાખવા માટે દરેક જિલ્લાના આવા કંટ્રોલ રૂમમાં એક અધિકારીની નિમણૂક કરાશે. જ્યાં પણ ફરિયાદ આવશે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમની સામે બિનજામીનપાત્ર વોરંટ છે અને જેઓ હિસ્ટ્રીશીટર છે તેમની સામે દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. દારૂ, રોકડ, કુકર, સાડી વગેરેનું વિતરણ બંધ કરવા કડક સૂચના અપાઈ છે. બેંકો એ પણ જોશે કે રોકડની માગમાં અચાનક વધારો થાય છે કે કેમ ? દરેક બંદરો, એરપોર્ટ (Airport), રેલવે સ્ટેશન (Railway Station), રોડવેઝ પર કડક દેખરેખ રાખવામાં આવશે, જ્યાં હેલિકોપ્ટર અથવા ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ઊતરે છે ત્યાં સામાનની તપાસ કરાશે.

'ઝૂઠ કે બજાર મેં રોનક બહોત હોતી હૈ'

રાજીવ કુમારે (Rajeev Kumar) કહ્યું કે, ચૂંટણી પંચ સહિત કોઈપણની ટીકા કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ બોગસ સમાચાર અને અફવાઓ ફેલાવવાની કોઈને સ્વતંત્રતા નથી. દરેક રાજ્યના અધિકારીઓને સત્તા આપવામાં આવી છે કે તેઓ વાંધાજનક નિવેદનો ધરાવતી પોસ્ટ દૂર કરે. જો કોઈ ખોટા સમાચાર (Fake News) કે માહિતી ફેલાવે છે, તો અમે તેની સામે કડક કાર્યવાહી કરીશું. ચૂંટણી પંચની વેબસાઈટ પર 'Lies vs Reality' નામની શ્રેણી શરૂ કરવામાં આવશે. મતદારોને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ સોશિયલ મીડિયા પર જે પણ આવે છે તેને ચકાસણી કર્યા વગર ફોલો ન કરે. જૂઠ કે બજાર મેં રોનક બહોત હોતી હૈ...

નોંધનીય છે કે વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે. લોકસભામાં કુલ 543 બેઠકો છે, જેના માટે દર પાંચ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાય છે.

આ પણ વાંચો - ELECTIONS: EVM પર ઉઠી રહેલા સવાલો પર CECનો ટોણો

આ પણ વાંચો - LOKSABHA 2024 : ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારે ત્રણ વખત જાહેરાત આપવી પડશે

આ પણ વાંચો - Gujarat lok Sabha Eleciton : જાણો ગુજરાતમાં ક્યારે અને કયાં તબક્કામાં થશે લોકસભા-વિધાનસભાની પેટાચૂંટણી

Tags :
175 MLA and 25 MP7 phasesAmit Shahcode of conductControl roomelection campaignElection Commission of indiaElection resultelectiondateElectionScheduleGeneralElections2024Gujarat Assembly ElecitonGujarat FirstGujarat lok Sabha ElecitonGujarati NewsLok Sabha Election 2024Lok Sabha Election Guidelinesmodel code of conductmosqueNational Election CommissionPrime Minister Narendra Modirahul-gandhiRajeev Kumartemple
Next Article