ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લો બોલો! ફેમસ બિસ્કીટ બ્રાન્ડમાં પણ મળ્યો જીવતો કીડો, જુઓ Video

નોઈડાની એક યુવતીએ સોશિયલ મીડિયા પર Unibic બિસ્કીટમાં કીડો મળવાનો એક વીડિયો શેર કર્યો, જેનાથી ખાણી-પીણીની સલામતી પર સવાલો ઉઠાવ્યા છે. યુવતીએ બિસ્કીટ ખરીદ્યા પછી પેકેટ ખોલતાં તેને તેમાં કીડો જોવા મળ્યા. આ ઘટનાએ લોકોમાં ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા અને સલામતી અંગે ચિંતા વધારી છે. લોકો ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને આવા કિસ્સાઓ સામે કડક પગલાં લેવા માટે વિનંતી કરી રહ્યા છે.
06:21 PM Nov 11, 2024 IST | Hardik Shah
Live worm found in famous Unibic biscuit brand

Viral Video : ખાણી-પીણીની આઇટમોમાં જીવ-જંતુઓનું મળવું આજકાલ સામાન્ય વાત બની ગઇ છે. ક્યારેક આઈસ્ક્રીમમાં આંગળી કપાઈ જવાની ઘટના હોય, તો કોઈ સમયે બર્ગરમાં જીવંતુ કીડો જોવા મળે છે. આવા કેસો અનેક વખત સોશલ મીડિયા પર વાયરલ થતા હોય છે, જેને કારણે ખોરાકની ગુણવત્તા અને સલામતીને લઈને અનેક પ્રશ્નો ઊભા થાય છે. લોકોનો આક્ષેપ છે કે ખાણી-પીણી બનાવતી કંપનીઓ દ્વારા ચોક્કસ સલામતીના માપદંડોનું પાલન થતું નથી. તાજેતરમાં, નોઈડાની એક યુવતી દ્વારા એક પ્રસિદ્ધ બ્રાન્ડના બિસ્કીટમાં કીડા જોવા મળવાના કિસ્સાએ ફરીથી આ મુદ્દા પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરાવ્યું છે.

નોઈડાની યુવતી દ્વારા સોશલ મીડિયામાં વાયરલ કરાયેલ વીડિયો

ઈશિકા જૈન નામની નોઈડાની યુવતીએ સોશલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે બતાવ્યું કે, Unibic બિસ્કીટના પેકેટમાં કીડા ફરતા દેખાય છે. યુવતીએ જણાવ્યું કે જ્યારે તેણે બિસ્કીટનું પેકેટ ખોલ્યું ત્યારે તેને તેમાં કીડો જોવા મળ્યો. તેણે તરત જ બિસ્કીટને પાછું પેકેટમાં મૂકી, તેનો વીડિયો બનાવ્યો, અને આ ઘટનાની વિગતો સોશિયલ મીડિયા પર શેર કરી. ઈશિકા દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બિસ્કીટમાં કીડો છે, અને હવે આ દ્રશ્યોએ ઇન્ટરનેટ પર ચર્ચાનો માહોલ બાંધ્યો છે. ઈશિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ સાથે લખ્યું કે, “Unibic બિસ્કીટનો સ્વાદ જેટલો સારો હોય છે તેટલી બેદરકારી પણ છે.” તેણે આક્ષેપ કર્યો કે આટલી મોટી બ્રાન્ડની કૂકીઝમાં કીડા મળી રહ્યા છે તો અન્ય પ્રોડક્ટ્સ વિશે શું વિચારવું? જો તેણીએ યોગ્ય રીતે ધ્યાન ન આપ્યું હોત તો તે બિસ્કીટ ખાઈ લેતી અને તેના ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોત. આ પોસ્ટ બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને વધુને વધુ લોકોને ખોરાકની ગુણવત્તા અંગેની ચિંતા થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયાઓ

આ ઘટનાના વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. અનેક યુઝર્સે કંપની પ્રત્યે વાંધો વ્યક્ત કર્યો છે અને કંપની પર સવાલો ઉઠાવ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, હવે આ બિસ્કીટ કંપનીવાળા તેવું ન કહી દે કે આ માત્ર લકી કસ્ટમરને જ મળે છે. અન્ય એકે લખ્યું છે કે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને આની સામે કડક પગલાં લેવા અને કંપની સામે પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. એકે લખ્યું કે હવે જ્યારે પિઝા, બર્ગર અને આઈસ્ક્રીમમાં કંઈ પણ ઉપલબ્ધ છે તો બિસ્કિટમાં કીડો મળવો તે મોટી વાત થોડી છે.

ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને કડક પગલાં લેવા વિનંતી

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ પર લોકોની આશા છે કે તે આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેશે. અનેક સોશિયલ મીડિયા યુઝર્સે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને કડક પગલાં લેવા માટે વિનંતી કરી છે, જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટીઝને આ બાબતોમાં વધુ કડક નીતિ બનાવવાની જરૂર છે, જેથી ખાદ્ય ઉત્પાદનોમાં આ પ્રકારના કિસ્સાઓને રોકી શકાય.

આ પણ વાંચો:  રેલવે ફૂડની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ, દાળમાંથી નીકળ્યો વંદો

Tags :
Accountability in food productionBiscuit insect contaminationConsumer complaints food safetyConsumer rights in food safetyFamous brand negligenceFood contamination incidentsFOOD SAFETYFood safety concernsFood safety department actionFood safety standardsGujarat FirstHardik ShahhealthInsects in food productsNoidaOnline viral videos food safetyQuality control in food industrySocial MediaSocial media backlash food brandsUnibic biscuit controversyVideo ViralViral food safety videosviral video
Next Article