Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેજરીવાલની રિહાઈ કોને ભારે પડશે? Congress આવશે ટેન્શનમાં કે પછી BJP ને થશે નુકસાન!

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળી રિહાઈ એક્સાઈઝ પોલિસી કૌભાંડના સંબંધમાં CBI દ્વારા નોંધાયેલા ભષ્ટાચારના કેસમાં જામીન હરિયાણા ચૂંટણીમાં કેજરીવાલની રિહાઈનો જોવા મળી શકે છે પ્રભાવ Arvind Kejriwal got bail : આજે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને દિલ્હીના...
કેજરીવાલની રિહાઈ કોને ભારે પડશે  congress આવશે ટેન્શનમાં કે પછી bjp ને થશે નુકસાન
  • અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળી રિહાઈ
  • એક્સાઈઝ પોલિસી કૌભાંડના સંબંધમાં CBI દ્વારા નોંધાયેલા ભષ્ટાચારના કેસમાં જામીન
  • હરિયાણા ચૂંટણીમાં કેજરીવાલની રિહાઈનો જોવા મળી શકે છે પ્રભાવ

Arvind Kejriwal got bail : આજે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માંથી સારા સમાચાર સામે આવ્યા છે. આજે કેજરીવાલ (Kejriwal) ને એક્સાઈઝ પોલિસી કૌભાંડના સંબંધમાં CBI દ્વારા નોંધાયેલા ભષ્ટાચારના કેસમાં જામીન (Bail) આપ્યા છે. તેમના જામીનના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી (Haryana Assembly Election) ને હવે ગણતરીનો સમય બાકી છે. વળી આ વખતે આમ આદમી પાર્ટી (AAP) હરિયાણા વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની છે. જ્યા તે પૂરી 90 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની છે. કોંગ્રેસ સાથે ગઠબંધનની ઘણીવાર ચર્ચાઓ થઇ પણ અંતે નિર્ણય એકલા હાથે જ લડવાનો લેવાયો હતો.

Advertisement

AAP ભાજપને સત્તા પરથી હટાવવાનો કરશે પ્રયત્ન

દિલ્હીના મુખ્યમંત્રીને જામીન (bail) મળ્યા બાદ તુરંત જ આમ આદમી પાર્ટીના હરિયાણા એકમના વડા સુશીલ ગુપ્તા (Sushil Gupta) એ શુક્રવારે કહ્યું હતું કે, પાર્ટીના વડા રાજ્યમાં પ્રચાર કરશે જ્યા લોકો પરિવર્તનની આશા રાખે છે. જણાવી દઇએ કે, સુશીલ ગુપ્તા (Sushil Gupta) ના નિવેદન પરથી સમજી શકાય છે કે હવે AAP હરિયાણામાં પહેલા કરતા વધુ મજબૂતીથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. જો આપણે ઈતિહાસ પર નજર કરીએ તો કોંગ્રેસ એવા રાજ્યોમાં હારી રહી છે જ્યાં AAP એ જોરદાર લડત આપી છે અને આ દેશની સૌથી જૂની પાર્ટીને મુશ્કેલીમાં મૂકી શકે છે. ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રીને જામીન (bail) આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે, 'અમે હવે બમણી તાકાતથી ચૂંટણી લડીશું. કેજરીવાલજી ટૂંક સમયમાં હરિયાણામાં તેમનો પ્રચાર શરૂ કરશે.' હરિયાણામાં 5 ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં AAP એકલા હાથે લડી રહી છે. ગુપ્તાએ કહ્યું કે લોકો ભાજપને સત્તા પરથી હટાવવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, 'ભાજપના શાસનકાળમાં વિકાસ થંભી ગયો છે. તેમને સત્તા પરથી હટાવવા માટે લોકો 5 ઓક્ટોબરની રાહ જોઈ રહ્યા છે. લોકો પરિવર્તન ઈચ્છે છે, તેઓ ઈમાનદાર સરકારને ચૂંટવા ઈચ્છે છે.

Advertisement

હરિયાણામાં ત્રિકોણીય હરીફાઈની કેટલી શક્યતાઓ છે?

રાજકીય નિષ્ણાતોના મતે હરિયાણામાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભલે AAP નો ખાસ રેકોર્ડ ન હતો, પરંતુ આ વખતે તે પોતાનો વોટ બેઝ વધારી શકે છે. તેમની તરફેણમાં પડેલો દરેક મત પરિણામોને ખરાબ રીતે અસર કરી શકે છે. જોકે, હરિયાણામાં મોટાભાગની બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો થવાની સંભાવના છે. આ સિવાય દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી જેવા નાના પક્ષોનો પણ થોડો પ્રભાવ છે પરંતુ તેઓ પણ મુખ્ય લડાઈમાં ભાગ્યે જ જોવા મળે છે. આ રીતે, AAP હરિયાણામાં એક મહત્વપૂર્ણ પરિબળ છે, પરંતુ તેની તાકાત હરીફાઈને ત્રિકોણીય બનાવવાની હદે દેખાતી નથી.

કોંગ્રેસને નુકસાન, ભાજપને ફાયદો!

હરિયાણા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સંપૂર્ણ તાકાતથી કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. પાડોશી રાજ્ય પંજાબમાં સરકાર બનાવ્યા બાદ AAP નું મનોબળ ઊંચુ છે અને તેના નેતા અરવિંદ કેજરીવાલને જેલમાંથી મુક્ત કર્યા બાદ તેના કાર્યકરો વધુ ઉત્સાહી જોવા મળી રહ્યા છે. દિલ્હીના CM ની પત્ની સુનીતા કેજરીવાલની સાથે પાર્ટીના અન્ય નેતાઓ પણ પ્રચારમાં કોઈ કસર છોડી રહ્યા નથી. રાજકીય પંડિતો માને છે કે AAP ની ઝુંબેશને જેટલી વધુ વેગ મળશે, તેટલા વધુ ભાજપ વિરોધી મતોનું વિભાજન થશે, જેના કારણે કોંગ્રેસને નુકસાન થશે અને ભગવા પક્ષને ફાયદો થશે.

Advertisement

આ પણ વાંચો:  Kejriwalને જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ, આ શરતોએ મળ્યા જામીન...

Tags :
Advertisement

.