Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

3 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના, શાળા-કોલેજો બંધ; આ રાજ્યમાં Red Alert

તમિલનાડુમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ખરાબ શાળા-કોલેજો બંધ કરવાની જાહેરાત IT કંપનીઓને ઘરેથી કામ કરવા સૂચના Red Alert in Tamil Nadu : તમિલનાડુમાં સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી અહીં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે....
3 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના  શાળા કોલેજો બંધ  આ રાજ્યમાં red alert
  • તમિલનાડુમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ખરાબ
  • શાળા-કોલેજો બંધ કરવાની જાહેરાત
  • IT કંપનીઓને ઘરેથી કામ કરવા સૂચના

Red Alert in Tamil Nadu : તમિલનાડુમાં સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી અહીં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. જેના કારણે અલગ-અલગ જગ્યાએ પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. આ સાથે ટ્રાફિક જામની સમસ્યનો પણ સ્થાનિક લોકો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગની માનીએ તો અહીં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. તેટલું જ નહીં તોફાની પવનો અને દરિયાઈ મોજાઓ કિનારે આવવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

Advertisement

તમિલનાડુની હાલત ખરાબ

ચોમાસું પાછું ખેંચાયા પછી પણ દેશના ઘણા ભાગોમાં વરસાદની પ્રક્રિયા અટકી નથી. તમિલનાડુ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે તમિલનાડુની હાલત ખરાબ છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે. આ સિવાય પ્રશાસને લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે. IT કંપનીઓને આગામી 18 ઓક્ટોબર સુધી ઘરેથી કામ લાગુ કરવા સૂચના આપવામાં આવી છે. લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. માછીમારોને દરિયાકિનારાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. પાણી ભરાવાને કારણે તમને પરિવહનમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ભારે વરસાદને કારણે સંભવિત પૂર અને અન્ય પડકારોનો સામનો કરવા સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. NDRF હાઈ એલર્ટ પર છે.

Advertisement

લોકોએ ફ્લાયઓવર પર પોતાના વાહનો પાર્ક કરી દીધા

રાજ્ય સરકારે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં રજાનો આદેશ આપ્યો છે. પૂર્વોત્તર ચોમાસાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જણાવી દઇએ કે, તિરુવલ્લુરમાં 14 ઓક્ટોબરની રાત્રે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાને કારણે રેલ અને રોડ ટ્રાફિકને માઠી અસર થઈ હતી. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ચેન્નાઈ અને તિરુવલ્લુર જિલ્લાની મુલાકાત લીધી હતી. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચેન્નાઈમાં સ્થિતિ એવી છે કે વાહનો ડૂબી જવાના ડરથી ઘણા લોકોએ ફ્લાયઓવર પર પોતાના વાહનો પાર્ક કરી દીધા છે.

તમિલનાડુમાં કેમ પડી રહ્યો છે ભારે વરસાદ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે સવારે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું હતું. આગામી દિવસોમાં તે વધુ તીવ્ર બને અને ઉત્તર-પશ્ચિમ દિશામાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધવાની ધારણા છે. હવામાન વિભાગની આ આગાહીને કારણે મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સોમવારે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠક બોલાવી હતી. બેઠકમાં ચેન્નઈ કોર્પોરેશનના કમિશનરે જાહેર કર્યું હતું કે 990 પંપ અને પંપ સેટ સાથેના 57 ટ્રેક્ટર પાણી ભરાઈને મેનેજ કરવા માટે તૈયાર છે. સાથે 36 મોટર બોટ, 46 મેટ્રિક ટન બ્લીચ પાવડર અને 25 મેટ્રિક ટન ચૂનો પાવડર, ફિનાઇલ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો:  chhattisgarh : 'ગુંડાઓ બેફામ', પોલીસ કોન્સ્ટેબલની કરી હત્યા!, જાણો શું છે સમગ્ર મામલો...

Tags :
Advertisement

.