Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Budget 2024 : નાણામંત્રીની ભેટ, મોબાઈલ ફોન અને સોના-ચાંદી ખરીદવું સસ્તું બનશે

Budget 2024 : મોદી સરકાર 3.0 એ તેનું પ્રથમ બજેટ (First Budget) આજે એટલે કે 23 જુલાઈએ રજૂ કર્યું હતું. આ બજેટમાં અન્ય ક્ષેત્રોની સાથે ટેક સેક્ટર (Tech Sector) પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટમાં નિર્મલા સીતારમણે...
budget 2024   નાણામંત્રીની ભેટ  મોબાઈલ ફોન અને સોના ચાંદી ખરીદવું સસ્તું બનશે

Budget 2024 : મોદી સરકાર 3.0 એ તેનું પ્રથમ બજેટ (First Budget) આજે એટલે કે 23 જુલાઈએ રજૂ કર્યું હતું. આ બજેટમાં અન્ય ક્ષેત્રોની સાથે ટેક સેક્ટર (Tech Sector) પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટમાં નિર્મલા સીતારમણે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણા ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી (Custom Duty) ઘટાડવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, દવાઓ અને તબીબી ઉપકરણો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે. તેમણે કહ્યું કે, આનાથી કેન્સરની દવાઓ સસ્તી થશે. ઉપરાંત મોબાઈલ ફોન અને મોબાઈલ ચાર્જર પર ટેક્સ ઘટાડવાની પણ જાહેરાત કરી છે.

Advertisement

મોબાઈલ ફોન સસ્તા થશે

મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી અંગે નાણામંત્રીએ કહ્યું કે, 'હું મોબાઈલ ફોન, મોબાઈલ PCBS અને મોબાઈલ ચાર્જર પર BCD 15 ટકા ઘટાડવાનો પ્રસ્તાવ મૂકું છું. ઉપરાંત સરકારની આવકમાં પણ વધારો થયો છે.

સોના-ચાંદીની ખરીદી સસ્તી થશે

નાણામંત્રીએ સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી 6 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ સ્ટીલ અને કોપર પર ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે પગલાં લીધાં છે. ફેરો નિકલ અને ઈલેક્ટ્રોનિક્સ પર BCD ઘટશે. ઓક્સિજન ફ્રી કોપર પર BCD દૂર કરવામાં આવશે.

Advertisement

ટેક સેક્ટર બજેટ 2024

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ટેક સેક્ટરને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે BCD એટલે કે મોબાઈલ ફોન, મોબાઈલ PCBS અને મોબાઈલ ચાર્જર પરની બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15% કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમને સસ્તા ભાવે મોબાઈલ ફોન અને ચાર્જર મળશે.

આ પણ વાંચો: Budget 2024: મોદી સરકાર 3.0 ની આ 9 પ્રાથમિકતાઓ પર થશે વિકાસ, નાણાંમંત્રીએ કરી જાહેરાત

Advertisement

Tags :
Advertisement

.