Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Exit Poll 2024 : ખડગે કહ્યું- I.N.D.I. ગઠબંધન 295 સીટ જીતશે, BJP ના JP નડ્ડાએ પણ કર્યો આ મોટો દાવો

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) છેલ્લા તબક્કા માટે આજે મતદાન થયું છે. દરમિયાન, વિપક્ષ I.N.D.I. ગઠબંધનની બેઠક દિલ્હીમાં યોજાઈ હતી. કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના (Mallikarjun Kharge) નેતૃત્વમાં તેમના ઘરે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના...
06:18 PM Jun 01, 2024 IST | Vipul Sen

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) છેલ્લા તબક્કા માટે આજે મતદાન થયું છે. દરમિયાન, વિપક્ષ I.N.D.I. ગઠબંધનની બેઠક દિલ્હીમાં યોજાઈ હતી. કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના (Mallikarjun Kharge) નેતૃત્વમાં તેમના ઘરે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત NCP (શરદ જૂથ) ના નેતા શરદ પવાર (Sharad Pawar), CPI ના ડી. રાજા સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઝારખંડના સીએમ ચંપાઈ સોરેન (Champai Soren) પણ હાજર છે. જો કે, પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ (Mamata Banerjee) આ મીટિંગથી દૂરી બનાવી હતી. આ બેઠક બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મીડિયા સાથે વાત કરી હતી.

I.N.D.I. ગઠબંધન 295 સીટ જીતશે :

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું હતું કે, આ લોકસભાની ચૂંટણીમાં I.N.D.I. ગઠબંધન 295 સીટ જીતશે. જનતાના સરવેમાં 295 થી વધુ સીટ I.N.D.I. ગઠબંધનના પક્ષમાં છે. જ્યારે કોંગ્રેસ નેતા પવન ખેડાએ (Pawan Kheda) કહ્યું કે, I.N.D.I. ગઠબંધનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, એક્ઝિટ પોલ (Exit Poll 2024) સંબંધિત ભાજપ (BJP) અને તેના તંત્રનો પર્દાફાશ કરવો જરૂરી છે. એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ લેવા સહિત તમામ પાસાઓની ચર્ચા કર્યા પછી, સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે I.N.D.I. ગઠબંધનના તમામ સભ્ય પક્ષો એક્ઝિટ પોલની (Exit Poll 2024) ચર્ચામાં ભાગ લેશે. શુક્રવારે કોંગ્રેસ (Congress) પાર્ટીએ કહ્યું હતું કે, તે ટીઆરપીની (TRP) રમતની લડાઈ અને અટકળોમાં પડવા માંગતી નથી.

BJP 370 થી વધુ બેઠકો જીતી સૌથી મોટી પાર્ટી બનશે : જે.પી. નડ્ડા

બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ (JP Nadda) પણ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દાવો કરતા કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ 370 થી વધુ બેઠકો જીતી સૌથી મોટી પાર્ટી બનશે. ભાજપની આગેવાનીમાં NDA 400 થી વધુ બેઠકો જીતશે. જે.પી. નડ્ડાએ કહ્યું કે, PM મોદીની (PM Narendra Modi) આગેવાનીમાં NDA ત્રીજી વખત સરકાર બનાવી રહ્યું છે.

 

આ પણ વાંચો - ‘Exit Poll 2024’ પહેલા પ્રશાંત કિશોરની મોટી ભવિષ્યવાણી, BJP ને લઈ કહી આ વાત

આ પણ વાંચો - Exit Poll 2024 Live: વાંચો…એક્ઝિટ પોલને લગતી પળેપળની માહિતી

આ પણ વાંચો - Exit Polls: એકબાજું 400 પારનો નારો તો સામે I.N.D.I.A ને ગઢબંધનનો સહારો, જાણો કોનું શું દાવ પર લાગ્યું?

Tags :
Bharatiya Janata PartyBJPCongress National PresidentExit Poll 2024Gujarat FirstGujarati NewsI.N.D.I allianceJharkhand CM Champai SorenJP NaddaLok Sabha ElectionsMallikarjun khargeMamata BanerjeeNCPPawan Khedapm narendra modirahul-gandhiSharad PawarSonia Gandhi
Next Article