રોબર્ટ વાડ્રાની પૂછપરછ બાદ ED મોટી કાર્યવાહીના મૂડમાં! ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરશે
- વાડ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગના 3 કેસમાં ચાર્જશીટ
- EDએ બીજા દિવસે પણ રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી
- વાડ્રાએ કોઈપણ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો
Money Laundering Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ટૂંક સમયમાં રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ત્રણ અલગ-અલગ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. 2008ના હરિયાણા જમીન સોદા સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં EDએ બુધવારે સતત બીજા દિવસે રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી. આ કેસ હરિયાણાના શિકોપુર (ગુરુગ્રામ) માં એક પ્લોટના સોદામાં કથિત નાણાકીય અનિયમિતતાઓ સાથે સંબંધિત છે. તાજેતરમાં, ED એ તેમની બે અન્ય મની લોન્ડરિંગ કેસમાં પણ પૂછપરછ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું કે એજન્સી ટૂંક સમયમાં વાડ્રા વિરુદ્ધ ત્રણેય કેસોમાં સંબંધિત સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. ચાર્જશીટ દાખલ થયા પછી, એજન્સી કોર્ટને ફરિયાદ પક્ષની ફરિયાદોને ધ્યાનમાં લેવા અને ટ્રાયલ શરૂ કરવા વિનંતી કરશે.
વાડ્રાએ કોઈપણ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો
સૂત્રોએ જણાવ્યું કે આ ચાર્જશીટમાં કેટલીક કંપનીઓ અને વ્યક્તિઓના આરોપી અને સાક્ષી તરીકે પણ નામ આપવામાં આવી શકે છે. રોબર્ટ વાડ્રાએ કોઈપણ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો છે. આમાંથી એક કેસ યુકે સ્થિત શસ્ત્ર સલાહકાર સંજય ભંડારી સામે મની લોન્ડરિંગ તપાસ અને વાડ્રા સાથેના તેમના કથિત સંબંધો સાથે સંબંધિત છે. 2016માં આવકવેરા વિભાગે દિલ્હીમાં દરોડા પાડ્યા બાદ 63 વર્ષીય ભંડારી લંડન ભાગી ગયો હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : Waqf Act પર પ્રતિબંધ લાગી શકે છે! કેન્દ્ર સરકાર બેકફૂટ પર, સુપ્રીમ કોર્ટ પાસે માંગ્યો સમય
વાડ્રાએ આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યું
ED એ 2023 માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભંડારીએ 2009 માં લંડનમાં 12-બ્રાયન્સ્ટન સ્ક્વેર ખાતેનું ઘર હસ્તગત કર્યું હતું અને રોબર્ટ વાડ્રાના નિર્દેશો અનુસાર તેનું નવીનીકરણ કરાવ્યું હતું અને નવીનીકરણ માટે ભંડોળ રોબર્ટ વાડ્રા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. વાડ્રાએ લંડનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ મિલકત હોવાનો ઇનકાર કર્યો છે. આ આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવતા, તેમણે દાવો કર્યો છે કે રાજકીય ઉદ્દેશ્યો પૂરા કરવા માટે તેમને પરેશાન કરવામાં આવી રહ્યો છે.
સતત બીજા દિવસે વાડ્રાની પુછપરછ
ત્રીજો મની લોન્ડરિંગ કેસ જેમાં વાડ્રાની તપાસ ચાલી રહી છે તે બિકાનેરમાં જમીન સોદા સાથે સંબંધિત છે. આ કેસમાં ED દ્વારા અગાઉ તેની અને તેની માતા મૌરીનની પૂછપરછ કરવામાં આવી હતી. હરિયાણાના શિકોહપુરમાં 2008માં થયેલા જમીન સોદામાં કથિત ગેરરીતિઓના કેસમાં વાડ્રા બુધવારે સતત બીજા દિવસે દિલ્હીમાં એજન્સી સમક્ષ હાજર થયા હતા. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ કેસ તેમના અને તેમના પરિવાર સામે રાજકીય બદલાથી પ્રેરિત હતો. તેમણે દાવો કર્યો હતો કે દેશના લોકો તપાસ એજન્સીઓ પર વિશ્વાસ કરતા નથી. વાડ્રાએ કહ્યું કે તેમણે હંમેશા તપાસ એજન્સીઓને સહકાર આપ્યો છે.
આ પણ વાંચો : UP Politics : રાજ્યપાલ આનંદીબેન પટેલે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત