Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોલકતા કેસમાં વકીલ પર ભડક્યા CJI, કહ્યું - સોશિયલ મીડિયામાંથી જ્ઞાન લઇને અહીં ન સંભળાવશો

CJIએ કહ્યું - સોશિયલ મીડિયાના આધારે દલીલો ન કરો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વિવાદ: CJIએ વકીલને ઠપકો આપ્યો કપિલ સિબ્બલ અને CJI વચ્ચે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ચર્ચા Kolkata Doctor Murder Case : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (RG Kar...
કોલકતા કેસમાં વકીલ પર ભડક્યા cji  કહ્યું   સોશિયલ મીડિયામાંથી જ્ઞાન લઇને અહીં ન સંભળાવશો
  • CJIએ કહ્યું - સોશિયલ મીડિયાના આધારે દલીલો ન કરો
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ વિવાદ: CJIએ વકીલને ઠપકો આપ્યો
  • કપિલ સિબ્બલ અને CJI વચ્ચે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ચર્ચા

Kolkata Doctor Murder Case : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (RG Kar Medical College and Hospital in Kolkata) માં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા (Rape and Murder) ના કેસની ત્રણ જજોની બેન્ચે આજે સુનાવણી કરી હતી. દરમિયાન ત્રણ જજોની આ બેન્ચે અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં કોલકાતા પોલીસના વિલંબને અત્યંત ચિંતાનો વિષય ગણાવ્યો હતો. સુનાવણી દરમિયાન, CJI ચંદ્રચુડે આ ઘટનાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ડોકટરોને તેમની ફરજ પર પાછા ફરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ખાતરી આપેલી કે તેઓ ફરજ પર પાછા જોડાયા પછી તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં.

Advertisement

સુપ્રીમ કોર્ટે પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દેશને હચમચાવી દેનારી એક જઘન્ય ઘટનામાં પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે પોલીસ દ્વારા અનુસરવામાં આવતી કાયદાકીય પ્રક્રિયાઓ પર નજર કરતાં કેટલાક ગંભીર અનિયમિતતાઓ શોધી કાઢી છે. આ કેસમાં, મૃતક પીડિતાનું પોસ્ટમોર્ટમ અકુદરતી મૃત્યુની માહિતી પોલીસ સ્ટેશનમાં નોંધાયા પહેલા જ કરવામાં આવ્યું હતું. ખંડપીઠે આને અત્યંત આશ્ચર્યજનક ગણાવ્યું હતું. અકુદરતી મૃત્યુનો કેસ 9 ઓગસ્ટના રોજ સાંજે 6:10 થી 7:10 વચ્ચે નોંધવામાં આવ્યો હતો, જ્યારે પોસ્ટમોર્ટમ સાંજે 6.10 વાગ્યે જ કરવામાં આવ્યું હતું. વધુમાં, અકુદરતી મૃત્યુની માહિતી પોલીસ સ્ટેશનને 9 ઓગસ્ટના રોજ રાત્રે 11.30 વાગ્યે જ મોકલવામાં આવી હતી. આ બાબત ખંડપીઠને ખૂબ પરેશાન કરનારી હતી.

સુપ્રીમ કોર્ટે પોલીસ અધિકારીને હાજર થવા આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે આ ઘટનાની પ્રથમ એન્ટ્રી નોંધનાર કોલકાતા પોલીસ અધિકારીને આગામી સુનાવણીમાં હાજર થવા આદેશ આપ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં કયા સમયે એન્ટ્રી નોંધવામાં આવી હતી તે જણાવવા જણાવ્યું હતું. CBI તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે મૃતક પીડિતાના અંતિમ સંસ્કાર બાદ સવારે 12.45 વાગ્યે FIR નોંધવામાં આવી હતી. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને સત્ય શોધવા માટે સક્રિય પગલાં ભરવાના આદેશ આપ્યા છે. સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, રાજ્ય પોલીસે પીડિતાની માતા-પિતાને આ મામલો આત્મહત્યાનો હોવાનું જણાવ્યું હતું, પછી તે હત્યાના કેસમાં ફેરફાર કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, પીડિતાના મિત્રને શંકા છે કે આ કેસમાં કંઈક છુપાવવામાં આવી રહ્યું છે અને તે વીડિયોગ્રાફીનો આગ્રહ કર્યો તે દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ શંકાને માન્ય ઠરાવતા જણાવ્યું કે, "હા, મિલોર્ડ, શંકા સાચી છે."

Advertisement

સોશિયલ મીડિયાના આધારે દલીલો ન કરો : CJI ચંદ્રચુડ

આ સમયે, CJI અને કપિલ સિબ્બલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને CBI રિપોર્ટ અંગે ચર્ચા શરૂ કરી. જ્યારે એક વકીલે આ મુદ્દે દખલ કરી અને દાવો કર્યો કે પોસ્ટમોર્ટમમાં 150 ગ્રામ વીર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે CJI ડીવાય ચંદ્રચુડ ગુસ્સે થયા અને જણાવ્યું કે, "અહીં ચર્ચામાં સોશિયલ મીડિયા પર મળેલી માહિતીનો ઉપયોગ ન કરવો કારણ કે અમને ખબર છે સાચું શું છે અને અમારી પાસે મૌલિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ છે અને તેમાં 150 ગ્રામનો ઉલ્લેખ કઇ ચીજ માટે કરવામાં આવ્યો છે, અમને ખબર છે.. કૃપા કરીને અહીં સોશિયલ મીડિયાના જ્ઞાનનો ઉપયોગ ન કરો." ઉલ્લેખનીય છે કે, 13 ઓગસ્ટે, કોલકાતા હાઈકોર્ટે આ કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી CBI ને સોંપવાનો આદેશ આપ્યો હતો. CBI એ 14 ઓગસ્ટથી તપાસ શરૂ કરી હતી અને તાજેતરમાં જણાવ્યું કે આ કેસમાં કોઈ સામૂહિક દુષ્કર્મના પુરાવા મળ્યા નથી.

આ પણ વાંચો:  કોલકતા કેસમાં જજે કહ્યું - 30 વર્ષમાં આવું ક્યારેય જોયું નથી

Advertisement

Tags :
Advertisement

.