Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandigarh Mayor Vote: ચંદીગઢની મેયર ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરીને અધિકારીને લગાવી ફટકાર

Chandigarh Mayor Vote: ફરી એકવાર ચંદીગઢની ચૂંટણી (Chandigarh) વિવાદમાં આવી છે. જેના કારણે આ વખતે સુપ્રિમ કોર્ટ (Supreme Court) અધિકારીને ફટકાર લગાવી છે. SC એ અનિલ મસીહને ફટકાર લગાવી અધિકારી 8 વોટ અમાન્ય ગણાવ્યા હતા BJP એ 12 સામે 16...
chandigarh mayor vote  ચંદીગઢની મેયર ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરીને અધિકારીને લગાવી ફટકાર

Chandigarh Mayor Vote: ફરી એકવાર ચંદીગઢની ચૂંટણી (Chandigarh) વિવાદમાં આવી છે. જેના કારણે આ વખતે સુપ્રિમ કોર્ટ (Supreme Court) અધિકારીને ફટકાર લગાવી છે.

Advertisement

  • SC એ અનિલ મસીહને ફટકાર લગાવી
  • અધિકારી 8 વોટ અમાન્ય ગણાવ્યા હતા
  • BJP એ 12 સામે 16 મત મેળવ્યા હતા
  • AAP એ હરિયાણા કોર્ટ વિરુદ્ધ કેસ દાખલ કર્યો

SC એ અનિલ મસીહને ફટકાર લગાવી

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ચંદીગઢ મેયર (Chandigarh Mayor) ની ચૂંટણી અંગેના વિવાદમાં રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને ફટકારી લગાવી છે. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ (Chief Justice Dy Chandrachud) ની આગેવાની હેઠળની બેંચે ભાજપ (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેના વિવાદમાં હસ્તક્ષેપ કર્યો છે.

અધિકારી 8 વોટ અમાન્ય ગણાવ્યા હતા

Advertisement

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ચંદીગઢ મેયર (Chandigarh Mayor) ની ચૂંટણીમાં જે 8 વોટ અમાન્ય ગણ્યા હતા. તેને માન્ય ગણવા પર નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે હવે, તેના આધારે ચંદીગઢ ચૂંટણી (Chandigarh Mayor) ના પરિણામો જાહેર થશે. તે ઉપરાંત રિટર્નિંગ ઓફિસર મસીહ દ્વારા કેટલાક કારણોસર છોડી દેવામાં આવેલા આઠ મતનો પણ સમાવેશ કરાશે. જેના કારણે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (Congress) ગઠબંધનને મેયરની રેસમાં સીધી જીત મળતી.

BJP એ 12 સામે 16 મત મેળવ્યા હતા

ભાજપ (BJP) એ 30 જાન્યુઆરીએ Congress-AAP સામે ચંદીગઢ મેયર (Chandigarh Mayor) ની ચૂંટણી જીતી હતી. ભાજપ (BJP) ના મનોજ સોનકરે મેયર પદ માટે AAP ના કુલદીપ કુમારને હરાવ્યા હતા. તેમના હરીફના 12 મત સામે 16 મત મેળવ્યા હતા. જેમાં 8 મત અમાન્ય જાહેર થયા હતા. ચૂંટણી અધિકારી અનિલ મસીહ પર આઠ મત અમાન્ય ગણાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Advertisement

AAP એ હરિયાણા કોર્ટ વિરુદ્ધ કેસ દાખલ કર્યો

AAP કાઉન્સિલર કુલદીપ કુમારે પંજાબ (Punjab) અને હરિયાણા હાઈકોર્ટ (Hariyana High Court) ના આદેશને પડકારતી સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. જેણે ચંદીગઢમાં મેયર (Chandigarh Mayor) ની પુનઃ ચૂંટણીની માંગ કરતી પાર્ટીની અરજી પર કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો: Maratha Reservation Bill: મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી મરાઠા આરક્ષણને, હવે… રાજ્યસભાનો નિર્ણય જોવાનો રહ્યો

Tags :
Advertisement

.