Kolkata Rape-Murder Case માં આરોપીનો પોલિગ્રાફી ટેસ્ટ કરાશે, CBI ને મળી મંજૂરી
કેસની તપાસ Kolkata CBI ને સોંપવામાં આવી
સમગ્ર પૂછપરછ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી
પોલીગ્રાફ ટેસ્ટને lie detector test પણ કહેવાય છે
Kolkata Rape-Murder Case: Supreme Court એ Kolkata Rape Murder Case માં વધુ એક આદેશ આપ્યો છે. તાજેતરમાં કોકકત્તા સીબીઆઈએ Supreme Court એ મુખ્ય આરોપી માટે પોલીગ્રાફી ટેસ્ટની માગ કરી હતી. ત્યારે Supreme Court એ આ અરજીને મંજૂરી આપી છે. જોકે આ પહેલા પણ Kolkata CBI એ સંજ્ય રોયનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારે હવે, પોલોગ્રાફીની મદદથી જાણી શકાશે કે, આરોપી કેટલું જૂઠું બોલી રહ્યો છે.
કેસની તપાસ Kolkata CBI ને સોંપવામાં આવી
તે ઉપરાંત Kolkata CBI એ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનો પણ પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માંગે છે. આ કેસમાં સંજય રોય મુખ્ય આરોપી છે, જેની પોલીસે ઘટના બાદ તરત જ ધરપકડ કરી લીધી હતી. આ કેસની તપાસ બાદમાં Kolkata CBI ને સોંપવામાં આવી હતી. આ પહેલા આરોપીનો સાયકોલોજિકલ ટેસ્ટમાં આરોપી માનસિક રીતે સ્વસ્થ સાબિત થયો હતો. ત્યારે હવે, પોલીગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવશે તો એ પણ ખબર પડશે કે, આરોપીએ એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો છે... કે પછી અન્ય લોકો પણ સામેલ છે.
The #CBI on was granted the permission to conduct a polygraph test on Sanjay Roy, the prime accused in the brutal rape and murder of the female PGT doctor at #Kolkata's #RGKarMedicalCollegeHospital pic.twitter.com/zZptBlcC1x
— Titas (@Teetash_12) August 19, 2024
આ પણ વાંચો: CBI સાથે NCL માં તપાસ કરનાર DSP પાસેથી જ કરોડોની રોકડ મળી
સમગ્ર પૂછપરછ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી
જોકે સંદીપ ઘોષના નિવેદનમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી છે. પીડિતાના પરિવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનો અને RG Kar Hospital ના પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નિવેદનો અલગ છે. સંદીપ ઘોષની ફરી પૂછપરછ કર્યા બાદ Kolkata CBI એ તેમના અનેક નિવેદનો નોંધ્યા છે. Kolkata CBI ની ટીમ તમામ નિવેદનો રેકોર્ડ કરવા માટે સોદેપુરમાં પીડિતાના ઘરે ગઈ હતી. સમગ્ર પૂછપરછ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી છે.
પોલીગ્રાફ ટેસ્ટને lie detector test પણ કહેવાય છે
આગામી કેસમાં સંદીપ ઘોષનું નિવેદન નોંધવામાં આવશે અને પીડિત પરિવારના નિવેદનના આધારે ઉલટતપાસ કરવામાં આવશે. તો પોલીગ્રાફ ટેસ્ટને સામાન્ય રીતે lie detector test પણ કહેવાય છે. આ તપાસમાં આરોપીના હૃદયના ધબકારા, બ્લડપ્રેશર, શ્વાસોશ્વાસ, ચામડીની વાહકતા વગેરેની ચકાસણી કરવામાં આવે છે અને આરોપી કોઈ પણ બાબતમાં કેટલું સત્ય અને કેટલું જુઠું બોલે છે તે જાણી શકાય છે.
આ પણ વાંચો: ખાનગી હોસ્પિટલમાં નર્સ પર તબીબે દુષ્કર્મ આચર્યું, સ્ટાફે તબીબની કરી મદદ