RG Kar Medical College અને હોસ્પિટલમાં તોડફોડ મામલે પોલીસ એક્શનમાં, 9 લોકોની ધરપકડ
- આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડ
- પોલીસે તોડફોડના સંબંધમાં નવ લોકોની ધરપકડ કરી
- ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ રીતે તોડી નાખવામાં આવ્યો
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ (RG Kar Medical College) અને હોસ્પિટલમાં તોડફોડના સંબંધમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે મેડિકલ કોલેજ (RG Kar Medical College) અને હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઈમરજન્સી વિભાગને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યો હતો. ગત રાત્રે મોંઘા મશીનો, દવાની દુકાનો, ડોકટરોના ચેન્જીંગ રૂમ અને પોલીસ બેરેકમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયું હતું.
9 લોકોની ધરપકડ...
આજે પોલીસે આ મામલે કડકતા દાખવીને લોકોની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી પોલીસ 9 લોકો સુધી પહોંચવામાં સફળ રહી છે, તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે, સેંકડો ભીડ આરજી કર મેડિકલ કોલેજ (RG Kar Medical College) અને હોસ્પિટલમાં ડોકટરોના વિરોધ સ્થળે ઘૂસી ગયા હતા અને હોસ્પિટલ પરિસરમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. ભીડ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત ઈમરજન્સી વોર્ડમાં ઘુસી ગઈ હતી અને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલના ઘણા મોંઘા મશીનો, દવાની દુકાનો, ડોક્ટરોના ચેન્જિંગ રૂમ અને પોલીસ બેરેકમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી.
#WATCH | Aftermath of vandalism by mob in Emergency Department of RG Kar Medical College and Hospital in Kolkata last night pic.twitter.com/d7HI8crQ4l
— ANI (@ANI) August 15, 2024
આ પણ વાંચો : Kolkata: પ્રાઈવેટ પાર્ટમાં 150 મિલીગ્રામ વીર્ય ? ગેંગરેપની આશંકા
હોસ્પિટલ પરિસરમાં તોડફોડ કરવામાં આવી હતી...
લોકોએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે 100 થી 150 લોકો અચાનક મેડિકલ કોલેજ (RG Kar Medical College) હોસ્પિટલમાં ઘૂસી ગયા અને સૌ પ્રથમ સ્ટેજ તોડી નાખ્યું જ્યાં ડોક્ટરો બેઠા હતા અને વિરોધ કરી રહ્યા હતા. જે બાદ પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તે જ સમયે, હોસ્પિટલની ઈમરજન્સીમાં બે વોર્ડ છે, એક પુરુષોની ઈમરજન્સી માટે અને બીજો મહિલા ઈમરજન્સી માટે. ટોળાએ બંને વોર્ડમાં ભારે તોડફોડ કરી હતી. ઈમરજન્સી સીસીયુથી લઈને ઓબ્ઝર્વેશન ડિપાર્ટમેન્ટ સુધી બધું જ તબાહ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે કોલકાતાના ડોકટરો પીજી ટ્રેઇની ડોકટર પર આચરવામાં આવેલા જઘન્ય અપરાધનો વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં થયેલી તોડફોડ કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે. જો કે હવે આ મામલાની તપાસ CBI કરી રહી છે.
આ પણ વાંચો : PM મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, 'Bangladesh માં જે બન્યું તેનાથી ભારત ચિંતિત...