Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BUDGET 2024 : શું લોકોને મળશે રાહત? બજેટમાં સોનું થશે સસ્તું!

હવે થોડાક જ સમયમાં બજેટ રજૂ કરવામાં આવી શકે છે ત્યારે સૌ દેશવાસીઓની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના પહેલા કેન્દ્રીય બજેટ પર છે. સામાન્ય લોકોથી માંડીને મોટા ઉધ્યોગપતિઓ સુધી સૌની નજર હાલ BUDGET ઉપર જ છે. દરેકને બજેટ વિશે...
budget 2024   શું લોકોને મળશે રાહત  બજેટમાં સોનું થશે સસ્તું

હવે થોડાક જ સમયમાં બજેટ રજૂ કરવામાં આવી શકે છે ત્યારે સૌ દેશવાસીઓની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના પહેલા કેન્દ્રીય બજેટ પર છે. સામાન્ય લોકોથી માંડીને મોટા ઉધ્યોગપતિઓ સુધી સૌની નજર હાલ BUDGET ઉપર જ છે. દરેકને બજેટ વિશે જાણવાની જિજ્ઞાસા છે કે તે સામાન્ય બજેટ લોકો માટે કેવી રીતે ફાયદાકારક રહેશે? દરેકને જાણવાની ઉત્સુકતા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય BUDGET 2024 રજૂ કરવા માટે તૈયાર છે. બજેટ રજૂ થયા બાદ સોનાના ભાવમાં ફેરફાર થવાની ધારણા છે. ચાલો આ અહેવાલમાં જાણીએ કે કેવી રીતે સોનાની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

Advertisement

BUDGET 2024  માં સોનું થશે સસ્તું?

હવે આજરોજ રજૂ થનારા બજેટમાં સોનાની કિંમતમાં ઘટાડો થવા પાછળનું મુખ્ય કારણ ડૉલરની મજબૂતાઈ માનવામાં આવે છે આવી સ્થિતિમાં સોના પરની ડ્યૂટીમાં ઘટાડો થવાની આશા છે. તેની સાથે જ કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. એક્સપર્ટસનું માનવામાં આવે તો બજેટ 2024માં સોના પરની ડ્યુટી ઘટાડવામાં આવે તો સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ અહી બાબત એમ છે કે, જો સોનાની ડ્યૂટિમાં ઘટાડો ન કરવામાં આવે તો સોનાની કિંમતમાં વધારો થવાની પણ સંભાવના છે. અહી ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આગામી દિવસોમાં સોનાની કિંમતમાં વધારો થઈ શકે છે અને તેની સાથે સોનું મોંઘુ પણ થઈ શકે છે. હવે સૌની નજર હાલ બજેટ ઉપર છે કે હવે કેવી સંભાવનાઓ છે, અને બજેટથી સામાન્ય લોકોને કોઈ રાહત મળશે કે નહીં તે પણ ખ્યાલ ટૂંક સમયમાં આવી જશે.

આ પણ વાંચો : Share Market : બજેટ પહેલા શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 236 પોઈન્ટ ઉછળ્યો

Advertisement

Tags :
Advertisement

.