BUDGET 2024 : નાણામંત્રી દ્વારા TAX SLAB માં કરાયા ફેરફાર, જાણે તમને કેવી રીતે થશે ફાયદો!
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, તેઓ આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. નોંધનીય છે કે, બજેટમાં કૃષિથી લઈને સંશોધન અને વિકાસ સુધી બધા જ વિષય ઉપર વાત કરવામાં આવી છે. ત્યારે બજેટમાં આવકવેરાદાતાઓ માટે બે મોટી જાહેરાતો કરાઈ છે. પ્રથમ જાહેરાતના અનુસાર, નવા ટેક્સ શાસનમાં પ્રમાણભૂત કપાતમાં વધારો કરાયો છે. આગળ વાત કરવામાં આવે તો નાણામંત્રીએ ફેમિલી પેન્શન પરની કપાતમાં પણ વધારો કર્યો છે. તેને 15 હજાર રૂપિયાથી વધારીને 25 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે તેનાથી 4 કરોડ પગારદાર કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.
આવકવેરા સંબંધિત બીજી જાહેરાતમાં, નાણામંત્રીએ નવા ટેક્સ શાસનના સ્લેબમાં ફેરફાર કર્યો છે. નવા ટેક્સ સ્લેબ આ મુજબ છે:
0-3 લાખ - કોઈ ટેક્સ નહીં
3-7 લાખ - 5%
7-10 લાખ - 10%
10-12 લાખ - 15%
12-15 લાખ - 20%
15 લાખથી વધુ - 30%
પગારદાર કર્મચારીઓને થશે લાભ
નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ સ્લેબમાં આ ફેરફારથી પગારદાર કર્મચારીઓને 17,500 રૂપિયાનો લાભ મળશે. એનપીએસમાં એમ્પ્લોયર દ્વારા કરાયેલા યોગદાનને કર્મચારીના પગારના 10 ટકાથી વધારીને 14 ટકા કરવાનો પ્રસ્તાવ પણ છે.
કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો
નાણામંત્રીએ કોર્પોરેટ ટેક્સ રેટ 40 ટકાથી ઘટાડીને 35 ટકા કરવાનો પણ પ્રસ્તાવ મુકાયો છે.
આ પણ વાંચો : Health Budget 2024 માં કેન્સરના દર્દીઓ માટે ખાસ જોગવાઈ, નાણાંમંત્રીએ કરી મોટી જાહેરાત