ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Tirupati : ઈસ્કોન મંદિર અને હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

તિરુપતિમાં બોમ્બ ધમકી: ઈસ્કોન મંદિર અને હોટલ્સમાં ખળભળાટ ઈસ્કોન મંદિરના સ્ટાફને મળ્યો બોમ્બ ધમકીનો ઈમેલ ધમકી દરમિયાન તિરુપતિમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાનો નિર્ણય અત્યાર સુધી બોમ્બ ધમકીઓ નકલી સાબિત થઇ Iskcon Temple Bomb Threat : આજકાલ, દેશ બોમ્બ વિસ્ફોટના અનેક...
11:15 AM Oct 28, 2024 IST | Hardik Shah
Iskcon Temple Bomb Threat

Iskcon Temple Bomb Threat : આજકાલ, દેશ બોમ્બ વિસ્ફોટના અનેક ધમકીઓ સામે ઝઝૂમી રહ્યો છે. તાજેતરમાં, દિલ્હી પછી, આંધ્રપ્રદેશના તિરુપતિમાં પણ બોમ્બની ધમકી મળી છે. આ ધમકી માત્ર હોટલોમાં જ મર્યાદિત નથી રહી, પરંતુ તિરુપતિના પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરને પણ બોમ્બ ધમકી મળી છે, જેના કારણે સ્થાનિક પોલીસ અને મંદિરના પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે.

ઈસ્કોન મંદિરને બોમ્બની ધમકી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈસ્કોન મંદિરના સ્ટાફને 27 ઓક્ટોબરે એક ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનની ISI સાથે જોડાયેલા આતંકવાદીઓ મંદિરને ઉડાવી દેશે. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મંદિરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ મંદિર પરિસરમાંથી કોઈ વિસ્ફોટક કે અન્ય કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. આ પછી પોલીસે ધમકીને નકલી ગણાવી હતી. હવે જે ઈમેલ આઈડી પરથી ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો તેને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તિરુપતિની બે મોટી હોટલને પણ બોમ્બની ધમકી

જણાવી દઈએ કે, આ પહેલા 26 ઓક્ટોબરે તિરુપતિની બે મોટી હોટલને પણ બોમ્બની ધમકી મળી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સાથે બંને હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ સર્ચમાં કંઈ ન મળતાં પોલીસે ધમકીને નકલી ગણાવી હતી. આ ધમકી કથિત ડ્રગ હેરફેર નેટવર્ક લીડર જાફર સાદિકનો ઉલ્લેખ કરે છે, જેની તમિલનાડુમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, તિરુપતિની અન્ય ત્રણ હોટલને પણ બોમ્બની ધમકી મળી હતી, જેને સુરક્ષા દળોએ સંપૂર્ણ શોધખોળ બાદ નકલી ધમકી જાહેર કરી હતી.

ફ્લાઇટ્સને સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે

છેલ્લા ઘણા દિવસોથી ભારતીય ફ્લાઈટને બોમ્બની ધમકીઓ મળી રહી છે. તપાસ બાદ તમામ ધમકીઓ નકલી સાબિત થઈ હતી. ગુરુવારે 85 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાંથી 7 ને બોમ્બની ધમકી મળી હતી. આ ફ્લાઈટ્સમાં 20 ઈન્ડિગો, 25 અકાસા અને 20 વિસ્તારાની ફ્લાઈટ્સ સામેલ છે. જે બાદ એરપોર્ટ એડમિનિસ્ટ્રેશને તમામ ફ્લાઈટ્સની કાળજીપૂર્વક શોધખોળ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં. આ વખતે પણ ધમકીઓ નકલી સાબિત થઈ હતી.

 આ પણ વાંચો:  ભારતીય વિમાનોને બોમ્બની ખોટી ધમકીઓ મળતા એરલાઈન્સને થઇ રહ્યું છે આર્થિક નુકસાન

Tags :
Andhra Pradesh PoliceBDSBomb Disposal SquadBomb ThreatBomb Threat Newsbomb threatsCrisis ManagementDog SquadDrug Trafficking NetworkEMAIL THREATFalse AlarmGujarat FirstHardik ShahHotel SecurityISKCON templeIskcon Temple Bomb ThreatIskcon Temple NewsJafer SadikPakistan ISIPolice ResponsePublic SafetyRecent Incidentssearch operationSecurity MeasuresTamil NaduterrorismTirupatiTirupati Iskcon Templevulnerability
Next Article