Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bomb Threats : વધુ એક ફ્લાઈટમાં બોમ્બ! એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિગ...

ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાથી મુસાફરોમાં ગભરાટ મંગળવારે ફરી એક ફ્લાઈટમાં બોમ્બની ધમકીના સમાચાર ઈન્ડિગો એરલાઈન્સના વિમાનમાં બોમ્બ હોવાની માહિતી છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટ્સમાં બોમ્બ (Bomb Threats) હોવાની અફવાઓએ લોકોને પરેશાન કર્યા છે. એક પછી એક ફ્લાઈટમાં બોમ્બ (Bomb) હોવાની...
bomb threats   વધુ એક ફ્લાઈટમાં બોમ્બ  એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિગ
Advertisement
  1. ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાથી મુસાફરોમાં ગભરાટ
  2. મંગળવારે ફરી એક ફ્લાઈટમાં બોમ્બની ધમકીના સમાચાર
  3. ઈન્ડિગો એરલાઈન્સના વિમાનમાં બોમ્બ હોવાની માહિતી

છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટ્સમાં બોમ્બ (Bomb Threats) હોવાની અફવાઓએ લોકોને પરેશાન કર્યા છે. એક પછી એક ફ્લાઈટમાં બોમ્બ (Bomb) હોવાની અફવાથી મુસાફરોમાં ગભરાટનો માહોલ છે. મંગળવારે ફરી એક ફ્લાઈટમાં બોમ્બ (Bomb)ની ધમકીના સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ ઈન્ડિગો એરલાઈન્સના વિમાનમાં બોમ્બ (Bomb) હોવાની માહિતી મળી છે. આ ફ્લાઈટ કોલકાતાથી જયપુર જઈ રહી હતી. ત્યારબાદ બોમ્બની ધમકી (Bomb Threats) મળી હતી. આ પછી તેને જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં કુલ 183 યાત્રીઓ અને 7 ક્રૂ મેમ્બર હાજર છે. આ ફ્લાઇટનો નંબર 6c394 છે.

Advertisement

આ પણ વાંચો : Train Accident : મુસાફરી કરતા પહેલા સાચવજો! વધુ એક ટ્રેન પાટા પરથી ઉતરી...

Advertisement

10 ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી...

આ સાથે ઈન્ડિગો એરલાઈન્સને મંગળવારે એક પછી એક 10 ફ્લાઈટમાં બોમ્બની ધમકી (Bomb Threats)ઓ મળી હતી. જો કે, આમાંની મોટાભાગની ફ્લાઇટ આંતરરાષ્ટ્રીય રૂટની હતી. સોમવારે રાતથી મંગળવાર બપોર સુધી 30 ફ્લાઈટ પર બોમ્બની ધમકી (Bomb Threats)ઓ મળી હતી. ઈન્ડિગોની 10 ફ્લાઈટ્સ ઉપરાંત, તેમાં એર ઈન્ડિયા અને વિસ્તારાની દરેક 10 ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Maharashtra : 'બટેંગે તો કટંગે', CM યોગી આદિત્યનાથના પોસ્ટર વાયરલ... Video

ફ્લાઈટ્સે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું...

મહત્વનું છે કે, આ ધમકીઓને કારણે કેટલીક ફ્લાઈટ્સે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું જ્યારે કેટલીક ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી. મેંગલુરુથી મુંબઈ અને અમદાવાદથી જેદ્દાહ જતી ફ્લાઈટ્સમાં પણ ધમકી બાદ મુસાફરોને સલામત સ્થળે ઉતારીને સુરક્ષાની ચકાસણી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયામાં ભારતીય વિમાનો પર 100 થી વધુ બોમ્બની ધમકી (Bomb Threats)ઓ મળી છે. તાજેતરમાં જ પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી ઉડાન ભરેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી (Bomb Threats)ના સંબંધમાં છત્તીસગઢના એક સગીરની ધરપકડ કરી હતી. જેણે પોતાના મિત્ર પાસેથી બદલો લેવા આ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : PM MODI : ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

Tags :
Advertisement

Trending News

.

×