Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'તાજ હોટલ અને એરપોર્ટ પર બોમ્બની ધમકી', Mumbai Police આવ્યો ધમકીભર્યો કોલ...

Mumbai નું શાન ગણાતી 'તાજ હોટલ' અને એરપોર્ટ પર બોમ્બ હોવાનો મુંબઈ પોલીસ (Mumbai Police)ને કોલ આવ્યો હતો. કોલ આવતાની સાથે જ પોલીસ તપાસમાં લાગી ગઈ છે. વાસ્તવમાં સોમવારે સાંજે મુંબઈ પોલીસ (Mumbai Police)ના કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો કોલ આવ્યો...
 તાજ હોટલ અને એરપોર્ટ પર બોમ્બની ધમકી   mumbai police આવ્યો ધમકીભર્યો કોલ
Advertisement

Mumbai નું શાન ગણાતી 'તાજ હોટલ' અને એરપોર્ટ પર બોમ્બ હોવાનો મુંબઈ પોલીસ (Mumbai Police)ને કોલ આવ્યો હતો. કોલ આવતાની સાથે જ પોલીસ તપાસમાં લાગી ગઈ છે. વાસ્તવમાં સોમવારે સાંજે મુંબઈ પોલીસ (Mumbai Police)ના કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો કોલ આવ્યો હતો. જેમાં ગોન કરનારે તાજ હોટલ અને મુંબઈ એરપોર્ટ પર બોમ્બ રાખવાની વાત કરી હતી અને ફોન કટ કરી દીધો હતો. ધમકીભર્યા કોલ મળ્યા બાદ પોલીસે બંને સ્થળોએ તપાસ અભિયાન શરુ કર્યું હતું પરંતુ કંઈપણ શંકાસ્પદ માન્યું નહતું.

મુંબઈ પોલીસ (Mumbai Police)ના જણાવ્યા અનુસાર આ ધમકીભર્યો કોલ ઉત્તર પ્રદેશથી આવ્યો હતો. પોલીસ ટીમ ફોન કરનારને શોધવાનો પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, પોલીસે ફોન કરનારને સવાલ પૂછતા જ ફોન કરનારે તરત જ ફોન ડિસકનેક્ટ કરી દીધો અને સ્વીચ ઓફ કરી દીધો.

Advertisement

Advertisement

મેઈલ મોકલનારએ 10 લાખ US ડોલરની માગ કરી હતી...

આ પહેલીવાર નથી જ્યારે મુંબઈમાં ધમકીભર્યો કોલ કે ઈમેઈલ આવ્યો હોય. ગયા વર્ષે એટલે કે નવેમ્બર 2023 માં મુંબઈ પોલીસ (Mumbai Police)ને એક ઈમેઈલ આવ્યો હતો. આ મેઈલમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેઈલ મોકલનાર વ્યક્તિએ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-2 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે પોલીસ તેને એરપોર્ટ પર વિસ્ફોટ રોકવા માટે 48 કલાકની અંદર બિટકોઈનમાં 10 લાખ US ડોલર ($1 મિલિયન) આપે.

થોડા દિવસો પહેલા દિલ્હી-NCR ની શાળાઓને ધમકીઓ મળી હતી...

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ દિલ્હી-NCR ની ઘણી શાળાઓને બોમ્બની ધમકી મળી હતી અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે. રાજધાની દિલ્હીથી લખનૌ-કાનપુર સુધીની શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઈલ મળ્યા છે. આટલું જ નહીં દેશના ઘણા મોટા એરપોર્ટને પણ બોમ્બની ધમકી મળી છે. દેશભરમાં અચાનક ધમકીભર્યા કોલ અને ઈમેઈલ પાછળ કોણ છે? આ અંગે સતત તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : IMD એ આપ્યા સારા સમાચાર, ભારે વરસાદ માટે તૈયાર રહો, જાણો ક્યારે મળશે હીટવેવથી રાહત?

આ પણ વાંચો : Swati Maliwal Case : બિભવ કુમારને કોર્ટે આપ્યો ઝટકો, જામીન અરજી ફગાવી…

આ પણ વાંચો : Rahul Gandhi બન્યા અકસ્માતનો શિકાર, સોશિયલ મીડિયા પર ચૂંટણી રેલીનો Video Viral…

Tags :
Advertisement

Trending News

.

×