Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Karnataka : FSSAI નો મોટો ઘટસ્ફોટ,હવે પાણીપુરી ખાવાથી પણ થઈ શકે છે કેન્સર !

Pani Puri : દેશભરમાં પ્રખ્યાત પાણીપુરીને લઇને કર્ણાટકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીના સેંપલ એકઠા કર્યા હતા જેમાંથી કેન્સર થાય તેવા કેમિકલ મળી આવ્યા છે. જ્યારે 22 ટકા સેંપલ ફૂડ સેફ્ટીના ધારાધોરણોમાં નિષ્ફળ નિવડયા છે.   પાણીપૂરીમાં...
karnataka   fssai નો મોટો ઘટસ્ફોટ હવે પાણીપુરી ખાવાથી પણ થઈ શકે છે કેન્સર

Pani Puri : દેશભરમાં પ્રખ્યાત પાણીપુરીને લઇને કર્ણાટકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીના સેંપલ એકઠા કર્યા હતા જેમાંથી કેન્સર થાય તેવા કેમિકલ મળી આવ્યા છે. જ્યારે 22 ટકા સેંપલ ફૂડ સેફ્ટીના ધારાધોરણોમાં નિષ્ફળ નિવડયા છે.

Advertisement

પાણીપૂરીમાં ચોંકાવનારો રિપોર્ટ  સામે  આવ્યો

બજારમાં મળતી પાણીપુરીના કુલ 260 સેંપલ એકઠા કરવામાં આવ્યા હતા, જેમાં 41 સેમ્પલમાં બનાવટી કલર અને કાર્સિનોજેનિક એજેન્ટ્સ મળી આવ્યા હતા, જ્યારે 18 સેમ્પલ માનવ શરીરે માટે હાનિકારક નિકળ્યા હતા. ફૂડ એન્ડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસન કે.એ જણાવ્યું હતું કે, અમને પાણીપુરીને લઈને અનેક ફરિયાદો મળી હતી, જે બાદ અમે સેમ્પલ એકઠા કાત્યા હતા. સમગ્ર રાજ્યમાંથી રોડ પર તેમજ રેસ્ટોરન્ટમાં મળતી પાણીપુરીના આ સેમ્પલની બાદમાં લેબમાં તપાસ કરવામાં આવી હતી.

Advertisement

ફૂડ સેફ્ટી વિષે કમિશનરે શું કહ્યું?

ફૂડ સેફ્ટીને લઈને કમિશનરે કહ્યું ,કે FSSAI તરફથી ઘણી ફરિયાદો મળ્યા બાદ પાણીપુરીની ગુણવત્તાની ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રીનિવાસે કહ્યું કે પાણીપુરી એક લોકપ્રિય ચાટ હોવાથી તેને તેની ગુણવત્તા અંગે ઘણી ફરિયાદો મળી હતી. સમગ્ર કર્ણાટકના તમામ પ્રકારના આઉટલેટ્સમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, રસ્તાની બાજુના ખાણીપીણીથી લઈને પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સ સુધી.

સેમ્પલના પરિણા

સેમ્પલના પરિણામો દર્શાવે છે કે મોટી સંખ્યામાં નમૂનાઓ વપરાશ ભેળસેળ હોવાનું  સામે  આવ્યું છે.  ફૂડ સેફ્ટી કમિશનરે એમ પણ કહ્યું કે અધિકારીઓ હાલમાં આ રસાયણોની અસરને વધુ સારી રીતે સમજવા માટે પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યા છે. તેમણે એ પણ ખાતરી આપી કે FSSAI નાની ખાણીપીણીની દુકાનો પર સલામતી ધોરણો લાગુ કરશે અને ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેશે.

Advertisement

આ પણ  વાંચો - Assam માં Flood ને કારણે પરિસ્થિતિ વણસી, 6 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત, ભારે વરસાદની ચેતવણી…

આ પણ  વાંચો - PM MODI : ” રાહુલ ગાંધી જેવું વર્તન ના કરતા….”

આ પણ  વાંચો - Salman Khan ને મુસેવાલાની જેમ જ મારવાનો……

Tags :
Advertisement

.