Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Puri : જગન્નાથ મંદિરમાં બની એવી ઘટના કે કલ્પના કરવી પણ મુશ્કેલ, શિખર પર જોવા મળ્યું કંઇક આવું...

ઓડિશાના પુરીનું ભગવાન જગન્નાથ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત અહીં દર વર્ષે લાખો અને કરોડો ભક્તો દર્શનાર્થે આવે છે એક વ્યક્તિ જગન્નાથ મંદિરના શિખર પર ચઢી ગયો હતો ઓડિશાના પુરી (Puri)માં આવેલું ભગવાન જગન્નાથ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં દર વર્ષે...
puri   જગન્નાથ મંદિરમાં બની એવી ઘટના કે કલ્પના કરવી પણ મુશ્કેલ  શિખર પર જોવા મળ્યું કંઇક આવું
  1. ઓડિશાના પુરીનું ભગવાન જગન્નાથ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત
  2. અહીં દર વર્ષે લાખો અને કરોડો ભક્તો દર્શનાર્થે આવે છે
  3. એક વ્યક્તિ જગન્નાથ મંદિરના શિખર પર ચઢી ગયો હતો

ઓડિશાના પુરી (Puri)માં આવેલું ભગવાન જગન્નાથ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં દર વર્ષે લાખો અને કરોડો લોકો આવે છે. આ કારણથી મંદિરમાં સુરક્ષાની મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે બુધવારે જગન્નાથ મંદિરમાં એક એવી ઘટના બની જેની કલ્પના કરવી મુશ્કેલ છે. અહીં એક અજાણ્યો વ્યક્તિ મંદિરની ભારે સુરક્ષાને ચકમો આપીને જગન્નાથ મંદિરના શિખર પર ચઢી ગયો હતો. આ ઘટનાને જોઈને દરેક લોકો ચોંકી ગયા હતા.

Advertisement

શું છે સમગ્ર ઘટના?

બુધવારે મોડી સાંજે, એક અજાણ્યો વ્યક્તિ સુરક્ષા કોર્ડન તોડીને પુરી (Puri)ના શ્રી જગન્નાથ મંદિરના શિખર પર ચઢી ગયો હતો, જેના કારણે સમગ્ર મંદિરમાં ખળભળાટ મચી ગયો હતો. મોડી સાંજે જ્યારે શ્રદ્ધાળુઓ મંદિરની અંદર જવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક એક સનસનીખેજ ઘટના બની હતી. પુરી (Puri)ના શ્રી જગન્નાથ મંદિરના શિખર પર એક વ્યક્તિ અચાનક ચઢી ગયો જેના કારણે સમગ્ર પ્રશાસન ચોંકી ઉઠ્યું.

આ પણ વાંચો : Haryana Election : કોંગ્રેસની ચોથી યાદી જાહેર, અંબાલા કેન્ટથી આ નેતાને મળી ટિકિટ...

Advertisement

પોલીસે વ્યક્તિની અટકાયત કરી હતી...

પુરી (Puri)ના શ્રી મંદિરની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે, પરંતુ વહીવટીતંત્ર હવે તપાસ કરી રહ્યું છે કે આ સુરક્ષા કોર્ડનનો ભંગ કેવી રીતે થયો. આ વ્યક્તિ પોતાને છત્રપુરનો રહેવાસી જણાવે છે. પુરી (Puri)ના શ્રી મંદિરના શિખર પર ચઢ્યા બાદ આ અજાણ્યો વ્યક્તિ લાંબા સમય સુધી શિખર પર સમય વિતાવતો રહ્યો અને લાંબા સમય સુધી ટોચ પર રહ્યા બાદ પ્રશાસને તેને નીચે ઉતાર્યો, ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Video : PM મોદી CJI ચંદ્રચુડના ઘરે ગણેશ પૂજામાં ભાગ લીધો

Advertisement

પૂછપરછ દરમિયાન આ ખુલાસો થયો હતો...

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શિખર પર ચડનાર વ્યક્તિ પોતાને છત્રપુર (ઓરિસ્સા)નો રહેવાસી હોવાનો દાવો કરી રહ્યો છે. વ્યક્તિના કહેવા પ્રમાણે, તે 1988 થી મંદિરમાં આવી રહ્યો છે અને તેની એક ઈચ્છા પૂર્ણ થયા બાદ તે નીલચક્રને સ્પર્શ કરીને પ્રણામ કરવા માંગતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિ પુખ્ત અને નર્વસ હોવાને કારણે હજુ સુધી પૂછપરછ યોગ્ય રીતે પૂર્ણ થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં પૂછપરછ પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો : PM Ayushman Card મેળવવા માટે શું કરવું? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Tags :
Advertisement

.