Panipuri : પાણીપુરીના શોખીન છો તો આ Video અચુક જોજો
Panipuri : દેશમાં પાણીપુરાના ખાનારા લોકોની સંખ્યા તમને સૌથી વધુ જોવા મળી જશે. ખાસ કરીને મહિલાઓને પાણીપુરી જોયા બાદ મોંઢામાં પાણી આવી જતું હોય છે. તાજેતરમાં એક ઘટના સામે આવી છે જે જાણ્યા બાદ તમને પાણીપુરી જોવી પણ ન ગમે તો નવાઈ નથી. જીહા, મધ્યપ્રદેશના ગુનામાં એક પ્રખ્યાત ગોલગપ્પા વિક્રેતાની પાણીપુરીમાંથી એક હાડકું મળી આવ્યું છે.
પાણીપુરીમાંથી નીકળ્યા હાડકાના ટુકડા
મધ્યપ્રદેશના ફેમસ પાણીપુરીવાળાની પાણીપુરીમાંથી હાડકું નીકળતા સૌ કોઇ ચોંકી ગયા છે. આ વ્યક્તિ ખૂબ જ પ્રખ્યાત છે અને છેલ્લા 25 વર્ષથી તે પાણીપુરી વેચે છે. ગુનાની મોટી હસ્તીઓ આ સ્થાન પર ગોલગપ્પા ખાવા આવે છે. શુક્રવારે એક યુવક પાણીપુરી ખાઇ રહ્યો હતો ત્યારે તેને હાડકું મળી આવ્યું હતું. જે બાદ યુવકે અન્ન અને પુરવઠા વિભાગને જાણ કરી હતી. અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને સેમ્પલ લેવામાં આવ્યા. બાકીની વસ્તુઓનો પણ સત્તાવાળાઓ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
જાઓ હજી ખાઓ વધારે!
પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું#panipuri #News pic.twitter.com/ydTqEc0lIE— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) July 12, 2024
આ પહેલા પણ આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે
થોડા દિવસો પહેલા ગુરુગ્રામમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એક યુઝરે ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યો હતો. ગુરુગ્રામની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી ભોજન મોકલવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે યુવકે પેકેટ ખોલ્યું તો તેમાં એક મૃત વંદો મળી આવ્યો હતો. જે બાદ યુવકે આનો વીડિયો બનાવ્યો અને ફૂડ સર્વિસ કમિશનમાં ફરિયાદ કરી હતી. આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ખાદ્યપદાર્થોમાં જીવજંતુઓ મળી આવતા હોવાની ફરિયાદો સામે આવી છે. આ વર્ષે ભારતીય રેલ્વેની પ્રીમિયમ ટ્રેન કહેવાતી 'વંદે ભારત' એક્સપ્રેસમાં ખોરાકમાં વંદા જોવા મળ્યા હતા. જે મુસાફરના ફૂડમાં વંદો મળ્યો હતો તે ભોપાલથી જબલપુર જઈ રહ્યો હતો. જે પછી તેણે X (અગાઉ ટ્વિટર) પર તેના વિશે ઉલ્લેખ કર્યો હતો. આ પોસ્ટ બાદ રેલવેમાં પણ ખળભળાટ મચી ગયો હતો. તપાસ બાદ IRCTCએ કેટરિંગ કંપની પર 45 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો - Brain Eating Amoeba : દુનિયા ઉપર ફરી મહામારીનો ખતરો! મગજ ખાઈ જનાર અમીબાનો કેરળમાં આતંક શરૂ
આ પણ વાંચો - HYDERABAD : હવે ચટણીમાં તરતો દેખાયો જીવતો ઉંદર, SOCIAL MEDIA ઉપર VIDEO થયો વાયરલ