BIHAR માં વધુ એક વિકાસનો પૂલ થયો ધરાશાયી, 1.5 કરોડનો ખર્ચ થયો ધૂળ-ધાણી
BIHAR : બિહારમાં (BIHAR) જાણે વરસાદની સીઝન આવતાની સાથે જ હલકી ગુણવત્તા વાળા પુલ તૂટી રહ્યા છે અને ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી રહ્યો છે. હજી તો ગઇકાલે જ બિહારમાંથી પુલ તૂટવાની ઘટના સામે આવી હતી, ત્યારે આજે સતત બીજા દિવસે બીજો એક પુલ તૂટવાની ઘટના સામે આવી છે. આજે સવારે મોતિહારીમાં બની રહેલો પુલ અચાનક ધરાશાયી થયો હતો. લોકોએ આનો વીડિયો બનાવીને પોલીસને મોકલ્યો હતો. અરરિયા અને સિવાન પછી મોતિહારીમાં પુલ તૂટી પડવાની આ ત્રીજી દુર્ઘટના છે અને છેલ્લા 7 દિવસમાં આ ત્રીજી દુર્ઘટના છે. બ્રિજનો લગભગ 40 ટકા ભાગ ધરાશાયી થઈ ગયો છે. બિહારમાં અચાનક આમ એક બાદ એક પુલ તૂટી પડતાં તંત્ર હરકતમાં આવ્યું છે.
BIHAR માં વધુ એક પુલ ધરાશાયી
બિહારના મોતિહારીમાં નિર્માણાધીન પુલ જે ધરાશાયી થયો છે તેના પર લગભગ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ એક જ ઝાટકે 1.5 કરોડ રૂપિયા નષ્ટ થઈ ગયા છે. વારંવાર આ પુલ તૂટવાની ઘટનાથી લોકો રોષે ભરાયા છે. લોકો હવે સરકાર અને વહીવટીતંત્ર પર હલકી ગુણવત્તાવાળા બાંધકામ મટિરિયલનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે અને કાર્યવાહીની માંગ કરી છે.
7 દિવસમાં પૂલ તૂટી પાડવાની આ ત્રીજી ઘટના
ઉલ્લેખનીય છે કે, પહેલા પણ બિહારના અરરિયામાં એક પુલ ધરાશાયી થયો હતો. તે બ્રિજ લગભગ 12 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન થવાનું બાકી હતું, પરંતુ તે પહેલા જ બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. એટલું જ નહીં ગઇકાલે દારુંડા બ્લોકના રામગઢમાં ગંડક નહેર પર બનેલો નાનો પુલ તૂટી ગયો હતો. પાટેઢી બજાર અને દારૃંડા બ્લોકને જોડતો પુલ તૂટવાને કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આમ છેલ્લા 7 દિવસમાં પૂલ તૂટી પાડવાની આ ત્રીજી દુર્ઘટના છે.
આ પણ વાંચો : પોલીસ ઓફિસરને પ્રેમલીલા પડી ભારે, ડેપ્યુટી SP માંથી થવું પડ્યું કૉન્સ્ટેબલ