Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar : ત્રીજી વખત પુલ ધરાશાયી, ગુણવત્તાહીન બાંધકામ કે પછી..?

ગુણવત્તાહીન બાંધકામ અને ભ્રષ્ટાચારના કારણે ભાગલપુરનો પુલ ફરી તૂટ્યો પૂરની આડમાં છુપાયેલી સરકારની બેદરકારી, ગંગા પુલ ધરાશાયી ભાગલપુરનો પુલ, લોકોની સલામતી સાથે ચેડા કરવાનું કૌભાંડ Bihar : ભાગલપુરમાં ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલનો એક ભાગ ત્રીજી વખત ધરાશાયી...
bihar   ત્રીજી વખત પુલ ધરાશાયી  ગુણવત્તાહીન બાંધકામ કે પછી
  • ગુણવત્તાહીન બાંધકામ અને ભ્રષ્ટાચારના કારણે ભાગલપુરનો પુલ ફરી તૂટ્યો
  • પૂરની આડમાં છુપાયેલી સરકારની બેદરકારી, ગંગા પુલ ધરાશાયી
  • ભાગલપુરનો પુલ, લોકોની સલામતી સાથે ચેડા કરવાનું કૌભાંડ

Bihar : ભાગલપુરમાં ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલનો એક ભાગ ત્રીજી વખત ધરાશાયી થવાની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. સુલતાનગંજ-અગુવાની રૂટ પર આવેલો આ પુલ ખગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો હતો. એસપી સિંગલા કંપની દ્વારા બનાવવામાં આવી રહેલો આ પુલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં છે. પુલના નિર્માણમાં ગુણવત્તાહીન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સતત ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે, ભ્રષ્ટાચારના કારણે જ આ પુલ વારંવાર ધરાશાયી થઈ રહ્યો છે.

Advertisement

શું છે સમગ્ર ઘટના?

પુલનો આ ભાગ પૂરના કારણે ધરાશાયી થયો હોવાનું કહેવાય છે. પૂરના પાણીના પ્રવાહને કારણે પુલના થાંભલા નબળા પડી ગયા હતા અને પરિણામે પુલનો એક ભાગ તૂટીને નદીમાં પડી ગયો હતો. સુલતાનગંજથી અગુવાની ઘાટ સુધીના પિલર 9 અને 10ની વચ્ચેનો ભાગ ગંગા નદીમાં ડૂબી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પુલનો એક ભાગ તૂટીને નદીમાં પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ પુલ અગાઉ પણ બે વખત તૂટી ચૂક્યો છે. પહેલી વખત 30 એપ્રિલ 2022ના રોજ અને બીજી વખત 4 જૂન 2023ના રોજ આ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. દર વખતે પુલ તૂટવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Advertisement

સ્થાનિકોની માંગ

સ્થાનિકોની માંગ છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે. તેમનું માનવું છે કે જો આવી રીતે ગુણવત્તાહીન કામગીરી ચાલુ રહી તો ભવિષ્યમાં વધુ ગંભીર પરિણામો આવી શકે છે. આ ઘટના સરકારની બેદરકારી તરફ ઇશારો કરે છે. સરકારે આ મામલે ગંભીરતાથી નોંધ લઈને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભાગલપુરનો ફોર-લેન પુલ વારંવાર ધરાશાયી થવાની ઘટનાઓ સરકારની બેદરકારી અને ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે. આવી ઘટનાઓથી ન માત્ર જાનમાલનું નુકસાન થાય છે પરંતુ વિકાસ કાર્યોમાં પણ અવરોધ ઊભો થાય છે. સરકારે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરીને લોકોને ન્યાય અપાવવો જોઈએ.

આ પણ વાંચો:  Bihar માં એક પછી એક બ્રિજ ધરાશાયી થવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં, ઑડિટની કરી માંગ...

Advertisement

Tags :
Advertisement

.