ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Anand Mahindra Video: વરસાદથી બચાવા માટે આનંદ મહિન્દ્રાઓ બતાવ્યો અનોખ ઉપાયો, જુઓ વિડીયો....

Anand Mahindra Video: ચોમાસું આવવાનું છે અને આ દરમિયાન દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ Anand Mahindra એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક Video શેર કરીને મુંબઈના લોકોને વરસાદથી બચવાના શ્રેષ્ઠ ઉપાય વિશે જણાવ્યું છે. Video માં છત્રીનો ઉપયોગ કરવાની નવી રીત...
06:57 PM Jun 23, 2024 IST | Aviraj Bagda
shared the video and told the best idea to escape from Mumbai rain

Anand Mahindra Video: ચોમાસું આવવાનું છે અને આ દરમિયાન દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ Anand Mahindra એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક Video શેર કરીને મુંબઈના લોકોને વરસાદથી બચવાના શ્રેષ્ઠ ઉપાય વિશે જણાવ્યું છે. Video માં છત્રીનો ઉપયોગ કરવાની નવી રીત સમજાવવામાં આવી છે.

Video માં જોઈ શકાય છે કે વરસાદથી બચવા માટે એક વ્યક્તિ હાથમાં છત્રી લઈને ચાલવાને બદલે તેને પીઠ પર એવી રીતે જોડીને રાખે છે કે છત્રીને હાથ પકડવાની જરૂર પણ રહેતી નથી. જોકે આ વ્યક્તિ છત્રીને પીઠ પર અડગ રીતે રાખવા માટે એક યુક્તિનો ઉપયોગ કરે છે. આ યુક્તિમાં વ્યક્તિ છત્રીના હેન્ડલને બંને બાજુથી હેંગર વડે જોડે છે. ત્યારબાદ એ બંને હેંગરમાં હાથ નાખીને તે પહેરી લે છે. જેથી છત્રીની બેગ બની ગઈ હોય તેવું લાગે છે.

વરસાદની સ્થિતિમાં આવી છત્રી વિશે વિચારવું

તો વિડીયો પોસ્ટ કરતા Anand Mahindra એ કેપ્શનમાં લખ્યું- "આખરે, મુંબઈમાં આ ચોમાસામાં સતત વરસાદ થઈ રહ્યો છે. તેને કારણે અનેકવાર આપણને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હયો છે. ત્યારે આપણે તેનાથી સુરક્ષિત રહેવા માટે એક ફૂલપ્રૂફ પ્લાન બનાવીએ. આ વરસાદની સ્થિતિમાં આવી પહેરી શકાય તેવી છત્રી વિશે વિચારવું એક સારો વિચાર હોઈ શકે છે.

Anand Mahindra સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ

મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં અનેક લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. તે ઉપરાંત આ વિડીયોને અત્યાર સુધીમાં 5 લાખ લોકોએ પસંદ કર્યો છે. તો તમને જણાવી દઈએ કે X પર Anand Mahindra ની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. 11 મિલિયનથી વધુ લોકો તેમને ફોલો કરે છે. તે ઘણીવાર તેના X હેન્ડલ પરથી નવીન અને પ્રાયોગિક Video પોસ્ટ કરે છે. Anand Mahindra સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ લોકોમાંથી એક છે.

આ પણ વાંચો: Delhi-NCR Rainfall: આખરે…. કાળઝાળ ગરમીમાંથી દિલ્હીને મળી રાહત, વાદળો વરસ્યાં મન મૂકી

Tags :
anand mahindraAnand Mahindra VideoGujarat FirstmahindraMonsoonMUMBAIMumbai RainRainRainfallumbrellaViralViral Newsviral video
Next Article