Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AAP : એકવાર ફરી દિલ્હીના CM કેજરીવાલના ઘરે પહોંચી ક્રાઇમ બ્રાન્ચ, જાણો સમગ્ર મામલો

દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓ સતત વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પર આમ આદમી પાર્ટી (AAP) એ તેમના ધારાસભ્યોને ખરીદવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાંચની ટીમ કેજરીવાલને નોટિસ પાઠવવા માટે તેમના ઘરે...
aap   એકવાર ફરી દિલ્હીના cm કેજરીવાલના ઘરે પહોંચી ક્રાઇમ બ્રાન્ચ  જાણો સમગ્ર મામલો
Advertisement

દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓ સતત વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પર આમ આદમી પાર્ટી (AAP) એ તેમના ધારાસભ્યોને ખરીદવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાંચની ટીમ કેજરીવાલને નોટિસ પાઠવવા માટે તેમના ઘરે પહોંચી છે.

જણાવી દઈએ કે, ભાજપ પર AAP પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાના આરોપ હેઠળ શુક્રવારે સાંજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને શિક્ષણમંત્રી આતિષીના (Education Minister Atishi) સત્તાવાર નિવાસસ્થાને નોટિસ આપવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. જો કે, આવાસ પર હાજર અધિકારીઓ નોટિસ લેવા તૈયાર હતા, પરંતુ પોલીસે માત્ર મુખ્યમંત્રીને જ નોટિસ આપવાનું કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ પણ કેજરીવાલ નોટિસ લેવા આવ્યા ન હતા, જેના કારણે પોલીસે કોઇપણ જાતની સૂચના આપ્યા વિના પરત ફરવું પડ્યું હતું. બીજી તરફ, આતિશી ચંદીગઢમાં હોવાને કારણે પોલીસ તેમને પણ નોટિસ આપી શકી ન હતી.

Advertisement

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ, અરવિંદ કેજરીવાલે બીજેપી (BJP) પર આરોપ લગાવ્યો હતો કે ભાજપ પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહી છે. કેજરીવાલનું કહેવું છે કે તેમના 21 ધારાસભ્યોને તોડવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ માટે તેમના 7 જેટલા ધારાસભ્યો સાથે સંપર્ક પણ કરવામાં આવ્યો છે. આ સાથે કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, ભાજપે તેમના ધારાસભ્યોને રૂ. 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી છે અને તેમને પાર્ટી ટિકિટ આપવા માટે પણ લાલચ આપી છે.

આ પણ વાંચો - Double Decker Bus : અમદાવાદીઓ આનંદો, આજથી આ રૂટ પર દોડશે પહેલી આધુનિક ડબલ ડેકર બસ

Tags :
Advertisement

.

×