Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED એ ફરી એકવાર મુશ્કેલી વધારી

ED એ ત્રીજી વાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED એ 22 ડિસેમ્બરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી સમન્સ પાઠવ્યા છે. ED એ કેજરીવાલને મોકલેલા ત્રીજા સમન્સમાં પ્રશ્નોના જવાબ આપવા માટે 3 જાન્યુઆરીએ બોલાવ્યા...
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ed એ ફરી એકવાર મુશ્કેલી વધારી

ED એ ત્રીજી વાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા

Advertisement

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED એ 22 ડિસેમ્બરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી સમન્સ પાઠવ્યા છે. ED એ કેજરીવાલને મોકલેલા ત્રીજા સમન્સમાં પ્રશ્નોના જવાબ આપવા માટે 3 જાન્યુઆરીએ બોલાવ્યા છે. આ પણ  AAP ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને બે વાર એટલે કે 2 નવેમ્બર અને 18 ડિસેમ્બરે સમન્સ પાઠવ્યું હતું.

અરવિંદ કેજરીવાલે ED ને પત્ર લખ્યો

Advertisement

18 ડિસેમ્બરે મળેલા સમન્સ પર અરવિંદ કેજરીવાલે એક પત્ર લખીને કહ્યું હતું કે આ સમન્સ રાજકીય શાસકના કહેવા પર જારી કરવામાં આવ્યા છે, જેઓ વિરોધનો અવાજ દબાવવા માંગે છે. અરવિંદ કેજરીવાલે 20 ડિસેમ્બરેના રોજ ED ને પત્ર લખ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, સમન્સમાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે શું તેમને કેસમાં સાક્ષી, શંકાસ્પદ વ્યક્તિ કે પછી દિલ્હીના મુખ્ય મંત્રી અથવા AAP ના રાષ્ટ્રીય કન્વીનર તરીકે બોલાવવામાં આવ્યા છે. તમારા સમન્સ મને એ વાત પર વિશ્વાસ કરવા પર મજબૂર કરે છે કે આ સમન્સ સાશક પક્ષના કહેવા પ્રમાણે પાઠવવામાં આવ્યાં છે. તે ઉપરાંત આ સમન્સમાં મને કોઈ યોગ્ય ઉદ્દેશ કે માપદંડ દેખાઈ રહ્યો નથી.

ED દ્વારા AAP નેતાઓ પર લગાવવામાં આવેલ આરોપો

Advertisement

ED એ દાવો કર્યો છે કે AAP નેતા મનિષ સિસોદિયા અને સંજય સિંહ સહિત ઘણા નેતાઓની લિકર પોલિસી બનાવવામાં મહત્વની ભૂમિકા હતી. આ પોલિસી દ્વારા દારૂના વેપારીઓને આર્થિક લાભ આપવામાં આવતો હતો. આ આરોપોને ફગાવી દેતા AAP કહી રહી છે કે ભાજપ આ બધું રાજકીય બદલાની ભાવનાથી કરી રહ્યું છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં ભારે વરસાદને કારણે 31ના મોત,કેન્દ્રએ જાહેર કરી સહાય

Tags :
Advertisement

.