Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : વિવાદ વચ્ચે પરશોત્તમ રુપાલાએ યોજી ટિફિન બેઠક, જાણો શું થયું

Rajkot : વિવાદ વચ્ચે ઘેરાયેલા રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) આજે સ્વાવલંબી આત્મનિર્ભર મહિલાઓના સંમેલનમાં પહોંચ્યા હતા અને ત્યાં ભાજપના આગેવાનો અને કાર્યકરો તથા સ્વાવલંબી મહિલાઓ સાથે ટિફિન બેઠક કરીને ભોજન લીધુ હતું. વિવાદ વચ્ચે...
12:42 PM Apr 05, 2024 IST | Vipul Pandya
PARSHOTTAM RUPALA

Rajkot : વિવાદ વચ્ચે ઘેરાયેલા રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) આજે સ્વાવલંબી આત્મનિર્ભર મહિલાઓના સંમેલનમાં પહોંચ્યા હતા અને ત્યાં ભાજપના આગેવાનો અને કાર્યકરો તથા સ્વાવલંબી મહિલાઓ સાથે ટિફિન બેઠક કરીને ભોજન લીધુ હતું. વિવાદ વચ્ચે પણ પરશોત્તમ રુપાલા એક પછી એક કાર્યક્રમો યોજી રહ્યા છે.

ક્ષત્રિય સમાજનો રોષ યથાવત

પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રોષ જોવા મળી રહ્યો છે અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ તો રુપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેવી જાહેરાત પણ કરી દીધી છે.

આશાપુરા માતાજીના મંદિરે પહોંચીને માતાજીના દર્શન કર્યા

દરમિયાન પરશોત્તમ રુપાલાએ આજે સવારે આશાપુરા માતાજીના મંદિરે પહોંચીને માતાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ ચૂંટણી પ્રચાર શરુ કર્યો હતો. ક્ષત્રિય સમાજના વિરોધની કોઇ અસર ના પડી હોય તે રીતે રુપાલાએ પ્રચાર શરુ કરી દીધો છે.

વિવાદ વચ્ચે ઘેરાયેલા રુપાલાએ ટિફિન બેઠક યોજીને આપ્યો સંકેત

રુપાલા ત્યારબાદ સ્વાવલંબી મહિલાઓના સંમેલનમાં પહોંચ્યા હતા અને ત્યાં મહિલાઓને સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેમણે ભાજપના આગેવાનો અને સ્થાનિક કાર્યકરો તથા સ્વાવલંબી મહિલાઓ સાથે ટિફિન બેઠક યોજી હતી. ભાજપમાં ટિફિન બેઠકની પરંપરા ઘણી જૂની છે અને આગેવાનો અને કાર્યકરો અવર નવાર ટિફિન બેઠક યોજે છે પણ વિવાદ વચ્ચે ઘેરાયેલા રુપાલાએ ટિફિન બેઠક યોજીને સંકેત આપી દીધો છે.

ટિફિન બેઠક મારી કાર્ય પ્રણાલી

ટિફિન બેઠક બાદ મીડિયાને પરશોત્તમ રુપાલાએ કહ્યું કે ભાવનાબેન દ્વારા સ્વાવલંબી બહેનોનું સંમેલન યોજાયું હતું અને ટિફિન બેઠકની મારી કાર્ય પ્રણાલી છે. હું ધારાસભ્ય હતો ત્યારે મે ટિફિન બેઠક શરું કરી હતી જેથી મારી ઇચ્છા હતી. એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જાહેર વ્યવસ્થાનો ભાગ હતો અને તે પ્રકારે ટિફિન બેઠકનું મે આજથી મંગલાચરણ કર્યું છે. એ જ પ્રકારે આગામી બેઠકો પણ યોજાશે.

આ પણ વાંચો----- Parshottam Rupala Vivad : આવતીકાલે ક્ષત્રિય સમાજ કોર કમિટીની બેઠક, PT જાડેજાએ કરી આ અપીલ

આ પણ વાંચો---- Parshottam Rupala Vivad: વિવાદો વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના દર્શન કરી શરૂ કર્યા પ્રચાર

આ પણ વાંચો---- Parshottam Rupala Vivad : રાજકોટમાં PAAS સંગઠન આવ્યું રૂપાલાનાં સમર્થનમાં! પ્રચાર પણ યથાવત્

 

Tags :
BJPelection campaignGujaratGujarat FirstKSHATRIYA SAMAJLok Sabha Election 2024Parshottam RupalaRAJKOTRajkot Lok Sabha seattiffin meeting
Next Article