PM MODI આજે રાત્રે ગાંધીનગરમાં લેશે ક્લાસ...!
PM MODI In Gujarat : લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI In Gujarat ) આજે બુધવારે અને ગુરુવારે 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. PM MODI રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 2 દિવસમાં ઝંઝાવાતી પ્રચાર કરીને 6 ચૂંટણી સભા યોજશે. આ સભા પૈકી ડીસામાં યોજાયેલી જાહેરસભા પૂર્ણ કરી PM MODI હિંમતનગર તરફ જવા રવાના થઇ ગયા છે. જો કે ગુજરાત ફર્સ્ટને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે હિંમતનગરની સભા પૂર્ણ કર્યા બાદ રાત્રે ગાંધીનગર આવીને વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને ભાજપના સંગઠનના હોદ્દેદારો મહત્વની બેઠક કરશે.
કમલમ ખાતે કરશે બેઠક
મળી રહેલી મહત્વની જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં જાહેરસભા સંબોધ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી તે ગાંધીનગર કમલમ ખાતે જશે. કમલમ ખાતે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા સંગઠનના મહત્વના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક કરશે.
પીએમ કરશે સમિક્ષા
બેઠકમાં પીએમ મોદી ગુજરાતની હાલની રાજકીય સ્થિતિ ઉપરાંત ચાલી રહેલા આંદોલન અને મહત્વની બેઠકો પર હાલની સ્થિતિ વિશે માહિતી મેળવશે અને દરેક બેઠક 5 લાખની થી જીતવાની જે ભાજપની રણનીતિ છે તે સહિતના મુદ્દાની સમિક્ષા કરશે.
વડાપ્રધાનની આ બેઠક ખુબ જ મહત્વની
વડાપ્રધાનની લોકસભા ચૂંટણી પૂર્વે યોજાયેલી આ બેઠક ખુબ જ મહત્વની માનવામાં આવે છે. વડાપ્રધાન તમામ 25 બેઠકની વર્તમાન સ્થિતિની માહિતી મેળવશે અને જરૂરી સૂચનો પણ આપશે. ગુજરાતમાં આ વખતની ચૂંટણી વિવિધ મુદ્દાઓથી ઘેરાયેલી છે ત્યારે વડાપ્રધાનની આ બેઠક ખુબ જ મહત્વની માનવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે ગત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આવેલા વડાપ્રધાન મોદીએ તે વખતે પણ આવી જ બેઠક યોજી હતી.
આ પણ વાંચો------ Delhi: ‘અનુપમા’ ફેમ Rupali Ganguly ની રાજકારણમાં એન્ટ્રી,જોડાયા ભાજપમાં Video
આ પણ વાંચો----- Amit Shah : નરોડામાં અમિત શાહે કહ્યું – આપણા નરેન્દ્રભાઈએ સેન્ચુરી મારવાનું કામ..!
આ પણ વાંચો---- Bihar : BJP સાંસદ રવિશંકર પ્રસાદે કર્યો કટાક્ષ, કહ્યું- કોણ છે આ રાહુલ ગાંધી? Video
આ પણ વાંચો---- Kshatriya Community Protest: પીએમ મોદીની સભાથી દૂર રહેવા ક્ષત્રિયોને સલાહ
આ પણ વાંચો---- PM Modi Write letter: તમારા જેવા ઉર્જાવાન સાથીઓ મને સંસદમાં મજબૂત કરશે