Twist : રુપાલાના સમર્થનમાં આવ્યા કડવા પાટીદાર, સોશિયલ મીડિયામાં સમર્થન
Twist : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) એ કરેલા નિવેદન બાદ સર્જાયેલા વિવાદના નિરાકરણ અને સમાધાન માટે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજ ( Kshatriya Samaj)ની સંકલન સમિતિના આગેવાનો વચ્ચેની બેઠકમાં સમાધાન થયું નથી અને ક્ષત્રિય સમાજ રુપાલાની ટિકિટ રદ થાય તેવી માગ પર અડગ રહ્યો છે. હવે પરશોત્તમ રુપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતરતાં ઘટનાક્રમમાં નવો વળાંક (Twist ) આવ્યો છે.
બેઠકમાં ક્ષત્રિય સમાજ રુપાલાની ટિકિટ રદ કરવાની પોતાની માગ પર અડગ
આજે અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ સર્જાયેલા વિવાદના નિરાકરણ અને સમાધાન માટે ભાજપના આગેવાનો અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં સમાધાન થયું ન હતું. બેઠકમાં ક્ષત્રિય સમાજ રુપાલાની ટિકિટ રદ કરવાની પોતાની માગ પર અડગ રહ્યો હતો. સમાધાનની ભાજપની ફોર્મ્યુલા ક્ષત્રિયોએ ફગાવી દીધી હતી.
બે-બે વાર માફી માગ્યા પછી પણ આટલો ઈસ્યૂ કરે તે વ્યાજબી ના કહેવાય
હવે આ ઘટનાક્રમમાં વળાંક આવ્યો છે. પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતર્યો છે. કડવા પાટીદારોએ સોશિયલ મીડિયામાં મેસેજ શરૂ કર્યા છે. કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ ફેસબૂક પર પોસ્ટ કરી છે તેમાં જણાવ્યું કે બે-બે વાર માફી માગ્યા પછી પણ આટલો ઈસ્યૂ કરે તે વ્યાજબી ના કહેવાય. પોસ્ટમાં લખાયુ છે કે ચાલો મારા ભાઇઓ અને બહેનો જાગો અને રુપાલાને સાથ આપો.
અન્ય પાટીદાર યુવકોએ પણ રૂપાલાના સમર્થનમાં કોમેન્ટ કરી
આ સાથે અન્ય પાટીદાર યુવકોએ પણ રૂપાલાના સમર્થનમાં કોમેન્ટ કરી છે. લોકોએ કોમેન્ટ કરી છે કે રુપાલા સાહેબ સાથે આખુ ગુજરાત છે. એક યુઝરે લખ્યું છે કે ખોટો ડર ઉભો કરાયો છે, બાકી કોઇ તકલીફ નથી. સોશિયલ મીડિયામાં કડવા પાટીદારોએ મેસેજ શરુ કરતાં વાતાવરણ ગરમાયું છે.
ક્ષત્રિય આગેવાનોનું એલાન
ઉલ્લેખનિય છે કે ક્ષત્રિય આગેવાનોએ બુધવારની બેઠક બાદ એલાન કર્યું હતું કે પરશોત્તમ રૂપાલા મુદ્દે આ અમારી અંતિમ બેઠક હતી અને હવે કોઇ બેઠક નહીં થાય. 8 એપ્રિલ સુધી રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે નહિ તો આજે બેઠકમાં બહેનો એ કહ્યું કે કમલમમાં જોહાર કરીશું. પણ અમે વિનંતી કરી છે કે આવું કરવાની જરૂર નથી.
આ પણ વાંચો---- Rajkot Seat : રૂપાલાની ટિકિટ રદ થવાના સંકેત વચ્ચે કોંગ્રેસના મોટા નેતા થઇ શકે છે સક્રિય, વાંચો
આ પણ વાંચો---- Kshatriya Samaj : 8 તારીખ સુધી રુપાલાની ટિકિટ રદ કરો, નહિંતર….!