Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એકવાર ફરી ગુજરાત કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, દેવભૂમિ દ્વારકામાં આ નેતાએ પાર્ટીને કહ્યું રામ રામ

Abhabhai Karmur : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પૂર્વે કોંગ્રેસ (Congress) સાથે જોડાયેલા લોકો એક પછી એક પક્ષનો સાથ છોડી રહ્યા છે. જેમા હવે વધુ એક નામ દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના કોંગ્રેસના મહામંત્રીનું જોડાઇ ગયું છે. જીહા, કોંગ્રેસના મહામંત્રી...
10:49 AM Mar 22, 2024 IST | Hardik Shah
Abhabhai Karmur

Abhabhai Karmur : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પૂર્વે કોંગ્રેસ (Congress) સાથે જોડાયેલા લોકો એક પછી એક પક્ષનો સાથ છોડી રહ્યા છે. જેમા હવે વધુ એક નામ દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાના કોંગ્રેસના મહામંત્રીનું જોડાઇ ગયું છે. જીહા, કોંગ્રેસના મહામંત્રી એભાભાઈ કરમુરે (Abhabhai Karmur) પાર્ટીને રામ રામ કહ્યા છે.

એભાભાઇ કરમુર કોંગ્રેસને કહ્યા રામ રામ

કોંગ્રેસની આજે સ્થિતિ એવી છે કે એક સાંધે અને તેર તૂટે છે. જીહા, ગુજરાતમાં કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા ખૂબ જ નબળી પડી ગઇ છે. પાર્ટીનું સંગઠન જાણે ખોરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. દર બે કે ત્રણ દિવસે સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના નેતા કે કાર્યકર્તાઓ કે મંત્રીએ રાજીનામું આપ્યું. હવે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી એભાભાઈ કરમુર (Abhabhai Karmur) એ પાર્ટીમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે. જણાવી દઇએ કે, એભાભાઈ ખંભાળિયા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. આ પહેલા 2012 માં તેઓ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી પૂનમબેન માડમ સામે લડ્યા હતા. જણાવી દઇએ કે, સતત ચાર ટર્મ થી તેઓ અને તેમના પરિવારના સભ્યો બજાણા સીટ પરથી જિલ્લા પંચાયત બેઠક જીતતા આવ્યા છે. તેટલું જ નહીં એભાભાઈ છેલ્લા 5 ટર્મથી ખંભાળિયા APMC માં ડિરેક્ટર પદે ચૂંટાઈ આવે છે.

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક ઝટકો

વિક્રમ માડમના ખૂબ નજીકના નેતા ગણાતા એભાભાઈ કરમુર (Abhabhai Karmur) ના રાજીનામાંથી કોંગ્રેસનો ગઢ ધરાસાઇ થશે. વળી સુત્રોની માનીએ તો એભાભાઈ કરમુર અગામી સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના જ સમયે એક પછી એક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા પાર્ટીના દિગ્ગજ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું આપી ચુક્યા છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીએ જાણવું રહ્યું કે એવું શું થઇ રહ્યું છે કે તેના એક પછી એક નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે.

આ પણ વાંચો - Congress : વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

આ પણ વાંચો - ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR Patil એ રાજપીપળામાં કર્યું કમલમનું ઉદ્ઘાટન, સમારોહમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા

આ પણ વાંચો - મને ખૂબ દુઃખ થયું પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો : Rohan Gupta

Tags :
Abhabhai KarmurBJPCongressDevbhumi DwarkaDwarkaGujaratGujarat FirstGujarat NewsGujarati NewsLok Sabha Election 2024Lok-Sabha-election
Next Article