Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Controversy: પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માગ

Controversy : રાજકોટ લોકસભા બેઠક (, Rajkot Lok Sabha Seat) ના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના નિવેદનથી વિવાદ (Controversy) સર્જાયો છે. રુપાલાના વિવાદીત નિવેદનથી રાજપૂત સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી જેમાં અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજ ભવનમાં...
controversy  પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માગ

Controversy : રાજકોટ લોકસભા બેઠક (, Rajkot Lok Sabha Seat) ના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના નિવેદનથી વિવાદ (Controversy) સર્જાયો છે. રુપાલાના વિવાદીત નિવેદનથી રાજપૂત સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી જેમાં અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજ ભવનમાં મળેલી બેઠકમાં રૂપાલાની ઉમેદવારી રદ્દ થાયથી માંડીને આગામી દિવસોમાં પુતળા દહનના કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બીજી તરફ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રાજકોટમાં અનઔપચારીક કહ્યું હતું કે 'એક બે દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે'

Advertisement

પરશોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ સર્જાયો છે. રુપાલાના વિવાદિત નિવેદનથી રાજપૂત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. નિવેદન બાદ રૂપાલાએ માફી માગવા છતાં વિવાદ શમ્યો નથી. આ ઘટના બાદ અમદાવાદના ગોતા ખાતે રાજપૂત સમાજ ભવનમાં બેઠક મળી હતી.

Advertisement

આ મુદ્દે કોઈ માફી નહિ ચાલે

કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્ર સિંહ જાડેજાએ કહ્યું કે અમારો સમાજ સમજદાર છે અને આ મુદ્દે કોઈ માફી નહિ ચાલે. તેમણે કહ્યું કે અમારે ટિકિટથી કોઈ લેવાદેવા નથી. આ અમારી અસ્મિતાનો સવાલ છે. આ મુદ્દો રાજકોટ લોકસભા બેઠક પૂરતો સીમિત છે અને માફી માંગવામાં આવી તે માત્ર હાલ ગરજ છે એટલે માંગવામાં આવી છે.

આ બાબતમાં કોઈ સમાધાન કરવામાં આવશે નહિ

રાજકોટના પ્રમુખ પી.ટી.જાડેજાએ કહ્યું કે આ બાબતમાં કોઈ સમાધાન કરવામાં આવશે નહિ.અમે જઈશું તો સમાધાન કરવામાં આવશે નહિ.22 કરોડ રાજપૂતનો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે અમે ભાજપના વિરોધી નથી.અમારી જોડે છેલ્લા 22 વર્ષ થી અન્યાય થાય છે. કોઈ પણ સમાધાન નહિ જો આખો સમાજ કહેશે તો જ સમાધાન થશે.વિધર્મી સામે લડી રાજપૂત સમાજના લોકો લડ્યા છે.અન્ય સમાજને બચાવા માટે બલિદાન આપેલ છે. તો રાજપૂત સમાજ આવી ટિપ્પણી નહીં ચલાવે. અમને બોલાવશે તો સમાધાન માટે બોલાવે છે નહી જઈએ.બોલીને ફરી જવું એ બાપુ હું નથી.

Advertisement

પરશોત્તમ રૂપાલાનું નામ રદ્દ કરવામાં આવે

ગોહિલવાડ રાજપૂત સમાજના સંયોજક વાસુદેવસિંહ ગોહિલે કહ્યું કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું નામ રદ્દ કરવામાં આવે. રોટી બેટીની જે વાત કરવામાં આવી છે તે સમાજ સાંખી નહિ લે. રાજપૂત સમાજ જિલ્લા તાલુકા મથકે રૂપાલાનું પૂતળાં દહન કરશે. અમારો કોઈ પક્ષ સાથે વિરોધ નથી. અમારો વિરોધ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે. જો ઉમેદવાર નહિ બદલવામાં આવે તો ઉમેદવાર વિરૂધ્ધમાં મતદાન કરશે. ગુજરાતમાં 17% વસ્તી ક્ષત્રિય સમાજની છે. અમે પરિણામ બદલી શકવા સક્ષમ છીએ.

ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરીશું

ક્ષત્રિય મહાસભાના કરણસિંહ ચાવડાએ કહ્યું કે ગુજરાત રાજપૂત સમાજની આજે સંકલન બેઠક મળી હતી. પરશોત્તમ રૂપાલા એ જે વાણી વિલાસ કર્યો તે અમારી અસ્મિતા પર ઘા છે. 2 લાખ લોકોનું વિશાળ રાજકોટમાં મહા અધિવેશન મળશે. આગામી દિવસોમાં અમે ન્યાયિક મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરીશું. આગામી બે દિવસમાં કાર્યક્રમ મુદ્દે નિર્ણય લઈશું. તેમણે કહ્યું કે 16 એપ્રિલ પહેલાં પરશોત્તમ રૂપાલાને બદલો. ગુજરાતમાં 2 જગ્યા એ ઉમેદવાર બદલ્યા, નવું કઈ નથી. લોકશાહીમાં સંવાદ જરૂરી અને અમે સંવાદ કરવા તૈયાર પરંતુ પહેલા પરશોત્તમ રૂપાલા ની ઉમેદવારી રદ્દ થાય પછી સંવાદ.

વિવિધ મહાનુભાવો હાજર

બેઠકમાં ગુજરાત રાજપૂત વિદ્યાસભાના અશ્વિન સિંહ સરવૈયા, ગોહિલવાડ સમાજના વાસુદેવ સિંહ ગોહિલ, ઝાલાવાડ સમાજના ડો રુદ્રસિંહ ઝાલા, રાજકોટ પ્રમુખ પી. ટી જાડેજા, ક્ષત્રિય મહાસભા કરણસિંહ ચાવડા, યુવા પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

એક બે દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ

ક્ષત્રિય સમાજની નારાજગીનો મુદ્દે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે અનઔપચારીક રીતે કહ્યું કે એક બે દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા થઇ રહી છે. તેમણે રાજકોટમાં આગેવાનો સાથે બેઠક યોજી હતી.

આ પણ વાંચો----- Aravalli : સાબરકાંઠા બેઠક BJP માટે બની માથાનો દુ:ખાવો

આ પણ વાંચો---- Gujarat Election Commission : પરશોતમ રુપાલા અને મનસુખ માંડવીયા સામે ચુંટણી પંચમાં ફરીયાદ

Tags :
Advertisement

.