Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election Result 2024 : શું INDIA ગઠબંધન વિપક્ષમાં રહેશે કે સરકાર બનાવશે? જાણો રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ

Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો હવે લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. ભાજપની આગેવાની હેઠળ NDAને સંપૂર્ણ બહુમતી (Majority) મળી છે. NDAને 290 જેટલી સીટો મળી છે. જ્યારે INDIA ગઠબંધન પણ 230નો આંકડો પાર કર્યો છે....
09:04 PM Jun 04, 2024 IST | Hardik Shah
Lok Sabha Election Result 2024

Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો હવે લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. ભાજપની આગેવાની હેઠળ NDAને સંપૂર્ણ બહુમતી (Majority) મળી છે. NDAને 290 જેટલી સીટો મળી છે. જ્યારે INDIA ગઠબંધન પણ 230નો આંકડો પાર કર્યો છે. પરિણામો બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું, "આજે દેશમાં ચૂંટણીના પરિણામો આવ્યા છે. આ જનતાનું પરિણામ છે. આ લડાઈ મોદી વિરુદ્ધ જનતાની છે. અમે જનતાના અભિપ્રાયને નમ્રતાથી સ્વીકારીએ છીએ. આ જનાદેશ મોદીની વિરુદ્ધ છે. કાયદાથી, આ મોદીની નૈતિક હાર છે." આ પ્રેસ કોન્ફરન્સમાં INDIA ગઠબંધન સરકાર બનાવશે કે નહીં તે અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો. જેનો રાહુલ ગાંધીએ શું જવાબ આપ્યો આવો જાણીએ આ આર્ટિકલમાં...

શું INDIA ગઠબંધન સરકાર બનાવશે ?

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ચોંકાવનારા પરિણામમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી પછી તે NDA હોય કે INDIA ગઠબંધન. સામે આવી રહેલા આંકડાઓની વાત કરીએ તો BJP 272 નો જાદુઈ આંકડો ટચ કરી શકી નથી તો બીજી તરફ INDIA ગઠબંધન પણ બહુમતીથી દૂર છે. આ દરમિયાન કોંગ્રેસે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ કરી હતી. જેમા પાર્ટીએ જવાબ આપ્યો કે શું તેઓ વિપક્ષમાં રહેશે કે સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આના પર કહ્યું કે તેઓ INDIA ગઠબંધન સાથે ચર્ચા કર્યા પછી આનો જવાબ આપશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “અમે ગઠબંધનનો ભાગ છીએ. કોંગ્રેસ અને અન્ય પક્ષો છે. તેની સાથે આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. અમે ગઠબંધન પક્ષોને કહ્યું હતું કે ચૂંટણી પછી 5 જૂને બેઠક થશે, જેમાં આ પ્રશ્ન પર ચર્ચા કરવામાં આવશે. આ પ્રશ્નનો જવાબ આવતીકાલે મળશે. આ દરમિયાન કોંગ્રેસના નેતાએ કહ્યું કે અમે માત્ર ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા ન હતા, અમે ભારતની તમામ સંસ્થાઓ સામે ચૂંટણી લડી રહ્યા હતા. મોદી અને શાહે આ તમામ સંસ્થાઓને ધમકી આપી હતી. અમારી લડાઈ બંધારણને બચાવવાની હતી. મારા મગજમાં પહેલેથી જ હતું, જ્યારે તેમણે અમારું બેંક એકાઉન્ટ સીઝ કર્યું. મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, ત્યારે મને લાગ્યું કે ભારતના લોકો તેમની સામે એકસાથે ઊભા રહેશે.

આ ચૂંટણી બંધારણને બચાવવાની લડાઈ : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે તમે દેશના બંધારણને બચાવવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. કોંગ્રેસે દેશને ગરીબ તરફી નવો અભિગમ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે સામાન્ય ચૂંટણી એ બંધારણને બચાવવાની લડાઈ છે. ભારતના સૌથી ગરીબ અને સૌથી પછાત લોકો બંધારણને બચાવવા ઉભા થયા. યુપીમાં કોંગ્રેસ અને INDIAના ગઠબંધનમાં તેની ભાગીદાર સમાજવાદી પાર્ટીના પ્રદર્શનમાં થયેલા સુધારા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે યુપીના લોકોએ અજાયબીઓ કરી બતાવી છે. આ માટે તેમણે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ શ્રેય આપ્યો હતો.

વડાપ્રધાનની રાજકીય અને નૈતિક હાર : ખડગે

આજે સામે આવેલા પરિણામ દરમિયાન જ્યારે કોંગ્રેસ પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, આ લોકસભા ચૂંટણીનું પરિણામ જનતા અને લોકશાહીની જીત છે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય અને નૈતિક હાર છે. "આ જનતાનું પરિણામ છે," ખડગેએ પત્રકારોને કહ્યું. આ જનતાની જીત છે, લોકશાહીની જીત છે. અમે પહેલાથી જ કહી રહ્યા હતા કે આ લડાઈ મોદી વિરુદ્ધ જનતાની છે.'' તેમણે કહ્યું, ''18મી લોકસભાની આ ચૂંટણીમાં અમે જનતાના અભિપ્રાયને નમ્રતાપૂર્વક સ્વીકાર્યો છે. આ વખતે જનતાએ કોઈ એક પક્ષને પૂર્ણ બહુમતી આપી નથી. ખાસ કરીને સત્તાધારી ભાજપે એક વ્યક્તિ અને એક ચહેરાના નામે વોટ માંગ્યા હતા, તેમણે કહ્યું હતું કે, આ વડાપ્રધાનની રાજકીય અને નૈતિક હાર છે. આ તેમના માટે મોટી હાર છે.”

આ પણ વાંચો - Lok Sabha Election Result 2024 : મોદી નહીં પણ નીતિશ કુમાર બનશે PM? જાણો કેમ શરૂ થઇ આ ચર્ચા

આ પણ વાંચો - Lok Sabha Election Result પર કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, BJP પર કર્યા પ્રહાર…

Tags :
BJPCongressElection 2024Election resultElection Result 2024eletionGujarat FirstHardik ShahINDIA allianceLok Sabha Election 2024Lok Sabha Election Result 2024Lok Sabha Eletion ResultLok-Sabha-electionMallikarjun khargeNDAPress Conferencerahul-gandhi
Next Article