ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election 3rd Phase : નડિયાદમાં શખ્સે પગથી કર્યું મતદાન

Lok Sabha Election 3rd Phase : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ના ત્રીજા તબક્કા (Third Phase) માટે આજે મતદાન (Voting) ચાલી રહ્યું છે. ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉચો હોવા છતા ધીમે ધીમે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે અને મતદાન...
03:32 PM May 07, 2024 IST | Hardik Shah
Lok Sabha Election 3rd Phase

Lok Sabha Election 3rd Phase : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ના ત્રીજા તબક્કા (Third Phase) માટે આજે મતદાન (Voting) ચાલી રહ્યું છે. ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉચો હોવા છતા ધીમે ધીમે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે અને મતદાન (Voting) કરી રહ્યા છે. લોકો ઉત્સાહભેર મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. પોતાની ફરજ સમજીને ગુજરાતના નડિયાદ (Nadiad) માં એક મતદારે પગ વડે મતદાન કર્યું છે. મતદારનું નામ અંકિત સોની (Ankit Soni) છે.

પગ વડે કર્યું મતદાન

ગુજરાતમાં 25 બેઠકો પર લોકસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે નડિયાદ ખાતે આવેલા એક મતદાન મથક પર અંકિત સોની મતદાન કરવા માટે આવ્યો હતો જેના હાથ નહોતા અને તેણે પગ વડે પોતાનો મત આપ્યો હતો. દરમિયાન તેણે કહ્યું, '20 વર્ષ પહેલા ઇલેક્ટ્રિક શોકને કારણે મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા. મારા શિક્ષકો અને માર્ગદર્શકના આશીર્વાદથી મેં મારું ગ્રેજ્યુએશન સી.એસ. કર્યું. હું લોકોને અપીલ કરું છું કે બહાર આવો અને મતદાન કરો. ઘણા કિસ્સાઓ એવા છે કે, પોતે ચાલી શકતા પણ ન હોય તેમ છતા તે મતદાન મથકે પહોંચી મતદાન કરે છે. શારીરિક ખોડ ખાંપણ હોય તેવા લોકો પણ મતદાન કરવા માટે મથકે પહોંચી રહ્યા છે. ત્યારે આ લોકો જનતાને સંદેશો આપી રહ્યા છે કે, લોકશાહીના આ પર્વમાં આપણે મતદાન કરી પોતાની ફરજ બજાવવી જોઇએ. આજે ગીરના જંગલની મધ્યમાં આવેલા બાણેજ બુથમાં એક મત નાંખતાની સાથે જ 100 ટકા મતદાન થઇ ગયું હતું. અહીં માત્ર એક જ મતદાર છે અને તેમણે પણ પોતાની ફરજ સમજી મતદાન કર્યું અને લોકશાહીના આ મહાપર્વના સાક્ષી બન્યા.

PM મોદીએ જનતાને કરી અપીલ

નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, 2024 મંગળવારના રોજ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે આ તબક્કામાં દેશના વિવિધ રાજ્યોમાં કુલ 93 સીટો પર મતદાન થઈ રહ્યું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 લોકસભા સીટો પર પણ ચૂંટણી યોજાઈ રહી છે. ખાસ વાત એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતના અમદાવાદ શહેરમાં મતદાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ ત્રીજા તબક્કાની ચૂંટણીને લઈને પણ લોકોને ખાસ અપીલ પણ કરી હતી. તેમણે ત્રીજા તબક્કાની ચૂંટણીને લઈને જનતાને જોરદાર અપીલ કરતા કહ્યું કે, હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ સૌની સક્રિય ભાગીદારી લોકશાહીના આ પર્વની સુંદરતામાં વધુ વધારો કરશે.

આ પણ વાંચો - LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, ગુજરાતમાં 1 વાગ્યા સુધીમાં 37.83 ટકા મતદાન

આ પણ વાંચો - Lok Sabha elections : લોકશાહીના પર્વમાં મહિલાનો સિંહફાળો, રાજ્યની મહિલા અગ્રણીઓએ કર્યું મતદાન

Tags :
2024 Lok Sabha Election2024 Lok Sabha ElectionsElection 2024GujaratGujarat FirstGujarat NewsGujarati NewsLok Sabha Election 2024Lok Sabha Election 2024 LiveLok Sabha Election 2024 NewsLok Sabha Election 2024 Phase 3lok sabha election 2024 phase 3 livelok sabha election 2024 phase 3 live updatesLok Sabha ElectionsLok Sabha elections 2024lok sabha elections 2024 updatelok sabha phase 3 votingLok-Sabha-electionphase 3 lok sabha election votingphase 3 of lok sabha elections
Next Article