Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યના 25 હજારથી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

મુખ્ય નિર્વાચન અધિકારી (Chief Electoral Officer) દ્વારા ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ (state level monitoring room) કાર્યરત કરાયો. સવારે 5.30 કલાકથી મતદાન (Election) પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી સતત અવલોકન કરવામાં આવશે. Live webcasting ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી (Lok Sabha general...
08:15 PM May 06, 2024 IST | Hardik Shah
Live webcasting

મુખ્ય નિર્વાચન અધિકારી (Chief Electoral Officer) દ્વારા ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ (state level monitoring room) કાર્યરત કરાયો. સવારે 5.30 કલાકથી મતદાન (Election) પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી સતત અવલોકન કરવામાં આવશે.

Live webcasting

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી (Lok Sabha general elections) તથા વિધાનસભાની પેટાચૂંટણી (assembly by-elections) દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો (polling stations) ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ (Live webcasting) કરાશે. રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાએ મોનિટરીંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત કરાશે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે. જિલ્લા અને રાજ્યકક્ષા ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ વેબ કાસ્ટિંગનું મોનિટરીંગ કરવામાં આવશે.

Live webcasting

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી તમામ 25 હજારથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ મોનિટરિંગ રૂમમાં આશરે 90 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ તા. 7 મે ના રોજ સવારે 5.30 વાગ્યાથી શરૂ કરી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે. સાત જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે.

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - Surat: 13 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબવાથી થયું મોત, પરિવારમાં શોકનો માહોલ

આ પણ વાંચો - BHARUCH : મતદાન કરો અને ફિલ્મ નિહાળો 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે…

Tags :
ElectionElection 2024GujaratGujarat ElectionGujarat FirstGujarat NewsGujarati NewsLive webcastingLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionPolling stations
Next Article