Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આત્મસમ્માન માટે કોંગ્રેસ છોડી, દુઃખ છે પણ હવે નવી ઇનિંગ... : Rohan Gupta

Rohan Gupta join BJP : લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પૂર્વે ભાજપમાં વધુ એક પૂર્વ કોંગ્રેસી નેતા (former Congress leader) ની એન્ટ્રી થઇ છે. જીહા, આજે કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તા (Rohan Gupta) એ ભાજપનો ખેસ પહેરી સત્તાવાર રીતે પાર્ટીને...
આત્મસમ્માન માટે કોંગ્રેસ છોડી  દુઃખ છે પણ હવે નવી ઇનિંગ      rohan gupta

Rohan Gupta join BJP : લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પૂર્વે ભાજપમાં વધુ એક પૂર્વ કોંગ્રેસી નેતા (former Congress leader) ની એન્ટ્રી થઇ છે. જીહા, આજે કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તા (Rohan Gupta) એ ભાજપનો ખેસ પહેરી સત્તાવાર રીતે પાર્ટીને જોઇન કરી લીધી છે. લગભગ 25 દિવસ પહેલા તેમણે પિતાની માંદગીના કારણે કોંગ્રેસ પાર્ટીને છોડી હોવાનું જણાવ્યું હતું. જોકે, અંતે તેમણે કેસરીયા કરી લીધા છે. ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા બાદ રોહન ગુપ્તાએ ગુજરાત ફર્સ્ટ સાથે Exclusive વાતચીત કરી હતી. જેમા તેમણે કોંગ્રેસ છોડવી પડી તે અંગે દુઃખ હોવાનું પણ સ્વીકાર્યું હતું.

Advertisement

કોંગ્રેસ પાર્ટી છોડી અને ભાજપમાં જોડાયો તે વાતની મિક્સ ફિલિંગ છે : રોહન ગુપ્તા

રોહન ગુપ્તા કે જેમને કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ આપી હતી, જેનો તેમણે સ્વીકાર કરી પ્રચાર પણ શરૂ કર્યો. થોડા દિવસો બાદ અચાનક જ તેમણે ચૂંટણી લડવાનો જ ઇનકાર કર્યો હતો. જોકે, તે પછીથી જ તેમની કોંગ્રેસ પાર્ટી છોડવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ અંગે તેમણે મીડિયા સમક્ષ પોતાની વાતને પણ રજૂ કરી હતી અને પિતાની તબિયત ખરાબ હોવાનું કહી પાર્ટી હવે તે છોડે છે તે જણાવ્યું હતું. પાર્ટી છોડી અને આજે જ્યારે તે વાતને 25 દિવસ થયા ત્યારે તેમણે ભાજપમાં જોડાવવાનું સમજી કેસરીયા કરી લીધા છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કહ્યું કે, જે ઘરમાં તમે સેવા આપી હોય અને તે ઘરમાંથી 15 વર્ષે દુઃખી મને નીકળવું પડે તો અને નવા ઘરમાં જાઓ ત્યારે આશાઓ પણ છે અને દિલમાં દુઃખ પણ છે. આ દરમિયાન તેમણે મિક્સ ફિલિંગ હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે આગળ કહ્યું કે, મિક્સ ફિલિંગ એટલે કે જ્યારે તમે 15 વર્ષ સુધી કોઇ પાર્ટી માટે કામ કર્યું હોય અને એકદમથી તમારે નીકળવું પડે તો દુઃખ થાય તે સ્વાભાવિક છે.

આત્મસમ્માન માટે કડક નિર્ણયો લેવા પડે : રોહન ગુપ્તા

રોહિન ગુપ્તાએ કહ્યું કે, જ્યારે આત્મસમ્માનની વાત આવે ત્યારે તમારે કડક નિર્ણયો લેવા પડે છે. પણ હા હવે નવી ઇનિંગની શરૂઆત કરી છે અને મને 2047 ના વિઝન મુજબ જે પણ કામ આપવામા આવશે તે હું કરીશ. મારે દેશ માટે કઇંક કરવું છે ત્યારે મને જે પણ તક મળશે તે હું ચોક્કસ પ્રામાણિકતાથી કરીશ. તેમણે આગળ કહ્યું કે, મને કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ આપી હતી, જેને મે સ્વીકારી અને તે પછી તેને લઇને તૈયારીઓ પણ શરૂ કરી. પણ મારા પિતાની ઇચ્છા નહોતી કે હું આ વખતે ચૂંટણી લડું, અને દરમિયાન તેમની તબિયત ખરીબ થઇ તે પછી મારા નિર્ણય લેવો પડ્યો કે હું આ ચૂંટણી હવે નહીં લડી શકુું. તે પછી પાર્ટીના જ એક નેતા કે જેમના નામમાં રામ છે તેમણે મારા વિરુદ્ધ ષડયંત્ર શરૂ કર્યું  કે, ગુપ્તાએ આ જાણી જોઇને કર્યું છે. તેમના દ્વારા જે રીતે મારા વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવ્યું અને પાર્ટીમાંથી કોઇ પણ નેતાનો કોઇ જ ફોન ન આવ્યો તે પછી મને ઘણુ દુઃખ થયું, મે આ પાર્ટીને 15 વર્ષ સુધી સેવા આપી છે તેમ છતા મારી સાથે આવું કેમ. તે વ્યક્તિએ વિધાનસભા ચૂંટણીમાં પણ મારી સાથે અન્યાય કર્યો જેને મે સહન કર્યું. પણ ત્યારે મારા માટે સ્વાભિમાનના ભોગે રાજનીતિ કરવી શક્ય નહોતી અને એટલે જ મે 21 તારીખે રાત્રે નિર્ણય લીધો કે હું પાર્ટીને હવે છોડું છું.

Advertisement

વધુ જાણકારી માટે જુઓ Video

Advertisement

આ પણ વાંચો - BJP : કોંગ્રેસના પૂર્વ નેતા ભાજપમાં જોડાયા

આ પણ વાંચો - Lok Sabha elections : આવતીકાલથી વધશે રાજકીય ગરમાવો! ઉમેદવારી ફોર્મ ભરવાની થશે શરૂઆત

Tags :
Advertisement

.