Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar : મહેશ કસવાળા સામે ક્ષત્રિય યુવાનોના જય ભવાનીના નારા

Bhavnagar : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ઉભો થયેલો રોષ યથાવત રહ્યો છે. ભાવનગર (Bhavnagar) ના જેસર તાલુકામાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા આજે પ્રચાર કરવા પહોંચ્યા ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનોએ મહેશ કસવાળાનો વિરોધ કર્યો હતો....
bhavnagar   મહેશ કસવાળા સામે ક્ષત્રિય યુવાનોના જય ભવાનીના નારા

Bhavnagar : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ઉભો થયેલો રોષ યથાવત રહ્યો છે. ભાવનગર (Bhavnagar) ના જેસર તાલુકામાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા આજે પ્રચાર કરવા પહોંચ્યા ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનોએ મહેશ કસવાળાનો વિરોધ કર્યો હતો. ક્ષત્રિય યુવાનોએ મહેશ કસવાળાને સભા પણ કરવા દીધી ન હતી. ધારાસભ્ય મહેશ કસવાલાને કાત્રોડી ગામમાં પ્રવેશ જ અપાયો ન હતો.

Advertisement

મહેશ કસવાલા સામે નારેબાજી

રૂપાલા વિવાદમાં હજું પણ વિરોધનો વંટોળ ભાજપનો પીછો છોડતો નથી. ભાવનગરના જેસર તાલુકામાં ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા સામે નારેબાજી જોવા મળી હતી. જેસરના જડકલા, કાત્રોડી, હિપાવડલીના ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને જય ભવાનીના નારા લગાવ્યા હતા. ક્ષત્રિય યુવાનોએ રૂપાલા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો.

Advertisement

ક્ષત્રિય યુવાનોએ જડકલા, કાંત્રોડી ગામમાં કસવાળાને સભા કરવા દીધી ન હતી

જેસર તાલુકાના ગામડાઓમાં ભાજપ સામે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા આજે પ્રચાર કરવા પહોંચ્યા ત્યારે જેસરના જડકલા, કાંત્રોડી, હિપાવડલી ગામમાં ક્ષત્રિય યુવાનોએ વિરોધ કર્યો હતો.
ક્ષત્રિય યુવાનોએ જડકલા, કાંત્રોડી ગામમાં કસવાળાને સભા કરવા દીધી ન હતી.

Advertisement

ગામમાં જ પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો

ઉપરાંત હિપાવાડલી ગામમાં પણ સભા કરવા પહોંચેલા કસવાળા સામે ક્ષત્રિય યુવાનોએ નારા લગાવ્યા હતા અને ક્ષત્રિય યુવાનોએ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચાર કર્યો હતો. ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાને જડકલા અને કાત્રોડી ગામમાં પ્રચાર કરવાનું તો દૂર ગામમાં જ પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો. કાત્રોડી ગામના યુવાનો તેમજ જેસર પંથકના આજુબાજુ ના યુવાનો એક થઈ વિરોધ પ્રદર્શન કરતાં તેમને પાછું જવું પડ્યું હતું.

આ પણ વાંચો----- પરશોત્તમ રૂપાલા માટે સૌથી મોટી રાહતના સમાચાર, 108 આગેવાનોનું જાહેર સમર્થન

આ પણ વાંચો----- Rajkot : ક્ષત્રિય સમાજની યોજાઇ પ્રેસ કોન્ફરન્સ, આગામી કાર્યકમોને લઈને આપી માહિતી

આ પણ વાંચો---- Kshatriya Andolan : ક્ષત્રિયોને મનાવવા કવાયત! બનાસકાંઠા, સાબરકાંઠા બાદ આ જિલ્લામાં હર્ષ સંઘવીની બેઠક

Tags :
Advertisement

.