Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બનાસકાંઠામાં શરૂ થઇ 'ઘૂંઘટ'વાળી રાજનીતિ, રેખાબેને કર્યા ગેનીબેન પર શાબ્દિક પ્રહાર

Goonghat Politics : લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પાર્ટીના ઉમેદવારો પોતાના મતવિસ્તારો (Constituencies) માં જનતાને પોતાની તરફ ખેંચવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં બનાાસકાંઠા (Banaskantha) જિલ્લાની બેઠક માટે કોંગ્રેસ (Congress)...
11:30 AM Mar 23, 2024 IST | Hardik Shah
rekhaben chaudhary

Goonghat Politics : લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પાર્ટીના ઉમેદવારો પોતાના મતવિસ્તારો (Constituencies) માં જનતાને પોતાની તરફ ખેંચવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં બનાાસકાંઠા (Banaskantha) જિલ્લાની બેઠક માટે કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) ના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ત્યારે ચૂંટણી પ્રચાર (Election Campaign) ની સાથે સાથે નેતાઓના આક્ષેપ -પ્રતિ આક્ષેપોનો દોર પણ શરૂ થઈ ગયો છે.

બનાસકાંઠામાં ઘૂંઘટ શબ્દથી રાજનીતિ શરૂ

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નવા નવા શબ્દો પ્રચારમાં સામે આવી રહ્યા છે. બનાસકાંઠા બેઠક પર મામેરા બાદ હવે ઘૂંઘટ શબ્દને લઇને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી (Rekhaben Chaudhary) એ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Geniben Thakor) પર ઘૂંઘટ (Ghoonghat) ને લઇને શાબ્દિક પ્રહાર કર્યા છે. જણાવી દઇએ કે, લોકસભાની બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બન્નેએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, બન્ને મહિલાઓ પ્રચાર દરમિયાન ઘૂંઘટ તાણીને વિસ્તારોમાં ફરી રહ્યાં છે. ત્યારે આજે રેખાબેન ચૌધરીએ ગેનીબેન ઠાકોર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે ગેનીબેન પર કટાક્ષ કરતા કહ્યું કે, હું એક દિવસ માટે માથે નથી ઓઢતી. હું રોજ માથે ઓઢું છું. રેખાબેન ચૌધરીનું આ નિવેદન ગેનીબેનના ઘૂંઘટ (Ghoonghat) કાઢીને ચૂંટણી પ્રચાર કર્યો તેને અનુલક્ષીને કરવામાં આવ્યો છે.

ઘૂંઘટમાં ગેનીબેન ઠાકોરે કર્યો હતો પ્રચાર

થોડા દિવસો પહેલા ગેનીબેન ઠાકોરે કોતરવાડામાં સભા સંબોધી હતી. જે દરમિયાન તેમણે ઘૂંઘટમાં રહીને જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે જુવારરૂપી એક મત આપવા મતદારોને આહ્વાન કર્યું હતું. સાથે કોંગ્રેસને (Congress) જંગી બહુમતીથી વિજયી બનાવવા મતદારોને અપીલ કરી હતી. આ સભામાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહે (Gulab Singh) કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે, ગેનીબેનને નોટ પણ આપીશું અને વોટ પણ આપીશું. ઘર દીઠ લોકો ગેનીબેનને 11-11 રૂપિયા આપવા ગુલાબસિંહે અપીલ કરી હતી.

7 તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણી

ઉલ્લેખનીય છે કે, લોકસભા-2024 ચૂંટણીની (Gujarat LokSabha Election 2024) તારીખોની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. દેશભરની કુલ 543 બેઠકો માટે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જ્યારે મત ગણતરી 4 જૂન થશે. ગુજરાતની ચૂંટણીની વાત કરીએ તો તમામ 26 લોકસભા બેઠકો (Gujarat lok Sabha Eleciton) માટે એક જ દિવસે મતદાન યોજાશે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. જયારે પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી તારીખો સામે આવતા રાજકીય પાર્ટીઓના વિવિધ નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.

આ પણ વાંચો - “કોઈથી ડરવાનું નથી ખોટું કરે એને ડરવું પડે આપણે બે નંબરના ધંધા કરવા નથી” ગેનીબેન ઠાકોરે કર્યો હુંકાર…

આ પણ વાંચો - “ગેનીબેન જીત્યા એ દિવસથી તમારા પટ્ટા ઉતારી દઈશું” કોંગ્રેસની સભામાં પોલીસકર્મીઓ પર ગુલાબસિંહ રાજપૂતે સાધ્યું નિશાન

Tags :
BanaskanthaBJPCongressGeniben ThakorGhoonghatLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionRekhaben Chaudhary
Next Article