Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અરુણ ગોવિલે કરી ગુજરાત ફર્સ્ટ સાથે Exclusive વાતચીત, PM ના કર્યા ખૂબ વખાણ

Arun Govil Exclusive Conversation with Gujarat First : ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે મેરઠ સીટ પરથી 'રામાયણ' સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ (Arun Govil) ને ટિકિટ (Ticket) આપી છે. જણાવી દઇએ કે, અરુણ ગોવિલ (Arun Govil) પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી...
09:55 PM Apr 10, 2024 IST | Hardik Shah
Arun Govil exclusive conversation with Gujarat First

Arun Govil Exclusive Conversation with Gujarat First : ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે મેરઠ સીટ પરથી 'રામાયણ' સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ (Arun Govil) ને ટિકિટ (Ticket) આપી છે. જણાવી દઇએ કે, અરુણ ગોવિલ (Arun Govil) પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ અરુણ ગોવિલ અચાનક ચર્ચામાં આવ્યા હતા. આ પછી ભાજપે તેમને મેરઠથી ટિકિટ આપી હતી. તેઓ ટિકિટ મળ્યા બાદ ઘણા ખુશ જોવા મળ્યા હતા. તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે પણ આજે Exclusive વાતચીત કરી હતી, જેમા તેમણે PM મોદીના વખાણ કર્યા હતા.

PM મોદીએ જે વિકાસ કર્યો છે તે અભૂતપૂર્વ છે : અરૂણ ગોવિલ

90 ના દાયકામાં TV પર પ્રસારણ કરવામાં આવેલી રામાયણ સીરિયલે તે સમયે ખૂબ જ પ્રશંસા મેળવી હતી. જેમા ભગવાન રામનું પાત્ર ભજવનારા અરુણ ગોવિલ (Arun Govil) ને આજે પણ ઘણા લોકો ભગવાન રામ માને છે. તેઓ તાજેતરમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ ચર્ચામાં આવ્યા હતા. જે બાદ ભાજપે તેમને મેરઠથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તેમણે આજે ભાજપમાં કેમ જોડાયા તે અંગે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ જે દેશ માટે કામ કર્યું છે તે અદભૂત છે. પહેલા કોઇએ આ વિશે વિચાર્યું પણ નહીં હોય તેવું તેમણે કરી બતાવ્યું છે. આટલું કામ કર્યા બાદ તેમણે જે વિકસિત ભારતનો ઉદઘોશ કર્યો છે, અને તેમણે જે પણ દેશની જનતાને વાયદાઓ કર્યા છે તે તમામ તેમણે પૂર્ણ કર્યા છે. આ જ વાત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ લાગુ પડે છે. તેમણે આગળ કહ્યું કે, યોગીજી અને મોદીજી આપણા દેશને પ્રદેશને મળ્યા છે તો તે આપણા માટે સૌભાગ્યની વાત છે. તેઓ તાજેતરમાં મુંબઈમાં રહે છે અને મેરઠથી ચૂંટણી લડવાના છે ત્યારે શું તેઓ મેરઠની જનતાને ન્યાય આપી શકશે, આવી ચર્ચાઓ થતી રહે છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, જો હું મેરઠ આવ્યો છું અને જો હું જીતુ છું તો હું અહીં કામ કરીશ. મારાથી જે પણ થઇ શકશે તે તમામ કાર્યો હું કરીશ. તેમણે આગળ કહ્યું કે, હું અહીં એક સેલિબ્રિટીની જેમ નહીં પણ ભાજપના કાર્યકર્તાની જેમ જીવન જીવીશ.

મેરઠથી પહોંચ્યા હતા મુંબઈ

રામાનંદ સાગર દ્વારા નિર્દેશિત ટીવી સિરિયલ 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ વિશે કોણ નહીં જાણતું હશે? અરુણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી 1958ના રોજ મેરઠ જિલ્લામાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ શાહજહાંપુરમાં વીત્યું હતું. 'રામાયણ' સિવાય તેમણે બીજી ઘણી સીરિયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેઓ રામાયણના રામના પાત્રને કારણે પ્રખ્યાત થયા હતા. જણાવી દઇએ કે, 1975 ની આસપાસ, અરુણ ગોવિલ (Arun Govil) પશ્ચિમ ઉત્તર પ્રદેશના નાના શહેર મેરઠથી મુંબઈ પહોંચ્યા હતા. જોકે, અરુણ ગોવિલ એ કલાકારો જેવા ન હતા જેમને મુંબઈમાં રહેવાની જગ્યા ન હતી. આ બાબતમાં તે થોડા ભાગ્યશાળી હતા. તેમના મોટા ભાઈ વિજય ગોવિલનો મુંબઈમાં પોતાનો બિઝનેસ હતો. અરુણ ગોવિલનો પહેલો ઉદ્દેશ્ય આ જ વ્યવસાયમાં જોડાવાનો હતો. પરંતુ જ્યારે તે આ જ ઘરમાં કલાકાર ભાભી તબસ્સુમને મળ્યા તો તેમની અંદરનો કલાકાર પણ બહાર આવવા લાગ્યો. મેરઠમાં કોલેજકાળ દરમિયાન તે નાટક વગેરે કરતા હતા, અને તે પૃષ્ઠભૂમિ તેમના કામમાં આવી. તબસ્સુમ ફિલ્મો અને ટીવી સિરિયલોના શૂટિંગ માટે ઘણીવાર નીકળી જતી હતી. શરૂઆતમાં અરુણ ગોવિલ બંને સ્થળોની મુલાકાત લેતા રહ્યા. એક બાજુ બિઝનેસ જગત છે અને બીજી બાજુ ફિલ્મી દુનિયા છે. પોતાના એક ઈન્ટરવ્યુમાં અરુણ ગોવિલે જણાવ્યું હતું કે તે તબસ્સુમ ભાભી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશનના સેટ પર જતા હતા અને મોટી હસ્તીઓ સાથેના તેમના ઈન્ટરવ્યુ જોતા હતા.  

રામાયણ સીરિયલમાં કેવી રીતે મળ્યું રામનું પાત્ર ?

વાસ્તવમાં તારાચંદ બડજાત્યા અને સૂરજ બડજાત્યાએ અરુણ ગોવિલને રામાયણના રામ બનાવવામાં મદદ કરી હતી. રામાનંદ સાગરે અરુણ ગોવિલને રામનો રોલ આપવાની ના પાડી દીધી હતી. આ પછી, સૂરજ બડજાત્યાના કારણે અભિનેતાને આ રોલ આપવામાં આવ્યો. નિષ્ણાતોના મતે, અરુણ ગોવિલે (Arun Govil) એક ઇન્ટરવ્યુમાં આ વાત શેર કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે જણાવ્યું હતું કે, ભગવાન રામના રોલ માટે ઓડિશન આપ્યા બાદ તેમને પહેલા રિજેક્શન મળ્યું હતું. પરંતુ, બાદમાં સૂરજ બડજાત્યાએ તેમને રામની ભૂમિકા માટે લુક ટેસ્ટ દરમિયાન તેમની સ્મિતનો ઉપયોગ કરવાની સલાહ આપી. અભિનેતાએ પણ સૂરજ બડજાત્યાની સલાહને અનુસરી હતી. કહેવાય છે કે, તેમની સ્મિત બાદ જ તેઓ ભગવાન રામના પાત્ર માટે સિલેક્ટ થયા હતા. ઉલ્લેખનીય છે કે. બડજાત્યા પરિવાર રાજશ્રી પ્રોડક્શનનો માલિક હતા અને અરુણ ગોવિલે તેમની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તારાચંદ સૂરજ બડજાત્યાના દાદા હતા. ઉલ્લેખનીય છે કે, હવે તેઓ રાજનીતિની દુનિયામાં પ્રવેશવા જઈ રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે રાજનીતિના આ રસ્તે તેઓ કેટલા સફળ થાય છે.

આ પણ વાંચો - Lok Sabha Election : મેરઠમાં રામાયણ સિરિયલના ‘રામ’ સામે SP નું ‘ગુર્જર કાર્ડ’…

આ પણ વાંચો - અરુણ ગોવિલ ફરી દરેક ઘરમાં રામ કથા પહોંચાડશે, આ ત્રણ તારીખો ઉમેરીને મળ્યું ફિલ્મનું નામ 695

આ પણ વાંચો - BJP announced fifth list : ભાજપે પાંચમી યાદી કરી જાહેર, કંગના રનૌત આ બેઠક પર લડશે ચૂંટણી

Tags :
2024 Lok Sabha Election2024 Lok Sabha Electionsarun govilArun Govil exclusive conversation with Gujarat FirstArun Govil Lok Sabha ElectionElectionElection 2024Exclusive conversationGujarat FirstLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionRama from RamayanaRamayana
Next Article